android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodaraમાં એમપી ઓફિસ ઈ-પોર્ટલ લોન્ચ, Dy.CM હર્ષ સંઘવીએ કર્યું વિધિવત લોન્ચિંગ
calendar_today March 6, 2026

Vadodaraમાં એમપી ઓફિસ ઈ-પોર્ટલ લોન્ચ, Dy.CM હર્ષ સંઘવીએ કર્યું વિધિવત લોન્ચિંગ

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ઈ-ગવર્નન્સને પ્રોત્સાહન આપતા સાંસદ ડો. હેમાંગ જોશીના એક નવતર પ્રયોગના ભાગરૂપે એમપી ઓફિસ ઈ-પોર્ટલનું આજે વડોદરામાં લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. અટલ સાંસદ જનસેવા કેન્દ્ર, વડોદરા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે આ પોર્ટલનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું.ઈ-પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું આ પોર્ટલ દ્વારા નાગરિકોને હવે સાંસદ કાર્યાલય સંબંધિત વિવિધ સેવાઓ અને માહિતી પોતાના મોબાઈલના ફિંગરટિપ્સ પર ઉપલબ્ધ થશે. ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહેલા દેશમાં નાગરિકોને નાની નાની બાબતો માટે સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે હેતુસર આ ઈ-પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે.  વિકાસકાર્યોની માહિતી પણ મેળવી શકાશે આ પોર્ટલના માધ્યમથી નાગરિકો સાંસદ સાથે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ માંગણી કરી શકશે, આગામી કાર્યક્રમો અને ઇવેન્ટ્સનું શેડ્યૂલ જાણી શકશે તેમજ એમપી લેડ્સ (MP-LADS) હેઠળના વિકાસકાર્યોની માહિતી પણ મેળવી શકશે. સાથે જ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશેની માહિતી પણ સરળતાથી ઉપલબ્ધ થશે.  રજૂઆતો અને સૂચનો પણ સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકાશે આ ઉપરાંત નાગરિકો ઘરે બેઠા જ પોર્ટલ મારફતે પોતાની રજૂઆતો અને સૂચનો પણ સાંસદ કાર્યાલય સુધી પહોંચાડી શકશે, જેના પરિણામે સમય અને ખર્ચ બંનેની બચત થશે. લોકસભા સત્ર દરમિયાન સાંસદ દિલ્હી ખાતે હોય ત્યારે પણ નાગરિકોની રજૂઆતો સીધી પોર્ટલ મારફતે પ્રાપ્ત થઈ શકશે અને તેને ઇમેઇલ અથવા ટેલિફોનિક સંદેશ દ્વારા યોગ્ય પ્રતિસાદ આપી શકાશે. વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાશે નાગરિકો 95127 69834 નંબર પર “Namaste” લખીને સંદેશ મોકલશે તો તરત જ એમપી ઓફિસ પોર્ટલનું મુખ્ય મેનુ તેમના મોબાઈલ પર ઉપલબ્ધ થશે. આ મેનુ મારફતે સાંસદનો સંપર્ક, સોશિયલ મીડિયા લિંક્સ, અપોઇન્ટમેન્ટ રિક્વેસ્ટ, એમપી લેડ્સના કાર્યોની માહિતી સહિત વિવિધ સેવાઓનો લાભ મેળવી શકાશે. ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ થશે હાલમાં પોર્ટલ અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ છે, પરંતુ આગામી સમયમાં તેને ગુજરાતી અને હિન્દી ભાષામાં પણ ઉપલબ્ધ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઈ-ગવર્નન્સને વધુ મજબૂત થશેઆ પહેલ વડોદરા જિલ્લામાં ઈ-ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે અને નાગરિકો તથા જનપ્રતિનિધિઓ વચ્ચે ઝડપી અને પારદર્શક સંવાદ સુનિશ્ચિત કરશે. આ પણ વાંચો----     Vadodara : જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે ગંભીર આક્ષેપ, પુત્રને લેવા પહોંચેલી પત્ની અને સાસુને ધમકીનો સનસનીખેજ આરોપ

Read Full Story arrow_forward
Surat News: દીવા તળે અંધારૂં, મનપાની કચેરી બહાર જ ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો
calendar_today March 6, 2026

Surat News: દીવા તળે અંધારૂં, મનપાની કચેરી બહાર જ ભ્રષ્ટાચારનો ભૂવો પડ્યો

સ્માર્ટ સિટી સુરતમાં રસ્તાઓ પર ભૂવા પડવાનો સિલસિલો યથાવત રહ્યો છે, પરંતુ આ વખતે આશ્ચર્યજનક રીતે સુરત મહાનગરપાલિકા (SMC) ની મુખ્ય કચેરીની બહાર જ મસમોટો ભૂવો પડ્યો છે. મુગલીસરા સ્થિત સુરત મનપા કચેરીમાં ફાયર ઓફિસરની ચેમ્બરની બિલકુલ બહાર રસ્તો બેસી જતાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે.ફાયર ઓફિસરની ચેમ્બર બહાર ભયાનક દ્રશ્યો ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત મનપાની મુખ્ય કચેરીની બહાર અચાનક રસ્તો બેસી ગયો હતો અને અંદાજે 4 થી 5 ફૂટ ઊંડો ભુવો પડી ગયો હતો. આ ભૂવો જે જગ્યાએ પડ્યો છે, ત્યાં જ ફાયર ઓફિસરની ચેમ્બર આવેલી છે. કચેરીના પ્રવેશદ્વાર પાસે જ આટલો મોટો ખાડો પડતા અધિકારીઓ અને મુલાકાતીઓમાં દોડધામ મચી ગઈ હતી. તંત્રએ તાત્કાલિક અસરથી ભૂવાની આસપાસ બેરીકેટ લગાવીને વિસ્તારને કોર્ડન કરી લીધો છે. મેટ્રોની કામગીરી અને ટ્રાફિકની સમસ્યા મુગલીસરા અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રો રેલવેની કામગીરી ચાલી રહી છે. સ્થાનિકોના મતે મેટ્રોના ખોદકામ અને ભૂગર્ભ કામગીરીને કારણે આ વિસ્તારમાં અવારનવાર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવે છે. આજે પડેલા આ ભૂવાના કારણે રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ભૂવાનું સમારકામ કરવાની તજવીજ હાથ ધરાઈ સુરત મનપાની કચેરીની બહાર જ ભૂવો પડતા વિપક્ષ અને સામાન્ય જનતામાં ચર્ચા જાગી છે કે, જો મુખ્ય કચેરી પાસે આવી સ્થિતિ હોય, તો સુરત શહેરના અન્ય વિસ્તારોમાં રોડ-રસ્તાની ગુણવત્તા કેવી હશે? હાલમાં ઈજનેર વિભાગ દ્વારા ભૂવાનું સમારકામ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Surat News: શું ટોયલેટ ક્લિનરથી બને છે ઘી? નકલી ઘીની ફેક્ટરી ઝડપાઈ, મળી આ વસ્તુઓ

Read Full Story arrow_forward
Ahmedabadના નારોલમાં પાલતુ શ્વાન કરડવાના મામલે AMCની લાલ આંખ; શ્વાનને શેલ્ટર હોમ ખસેડાયો
calendar_today March 6, 2026

Ahmedabadના નારોલમાં પાલતુ શ્વાન કરડવાના મામલે AMCની લાલ આંખ; શ્વાનને શેલ્ટર હોમ ખસેડાયો

અમદાવાદના નારોલ વિસ્તારમાં ગત 1 માર્ચના રોજ એક પાલતુ શ્વાને (Pet Dog) સ્થાનિક વ્યક્તિને કરડતા ભારે વિવાદ સર્જાયો હતો. આ ઘટના બાદ ભોગ બનનાર પક્ષ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના CNCD (Cattle Nuisance Control Department) વિભાગે સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, જે પાલતુ શ્વાને હુમલો કર્યો હતો તેની સત્તાવાર નોંધણી કરવામાં આવી નહોતી.સ્થળ તપાસ અને ફરિયાદ બાદ AMCની કાર્યવાહી સુરક્ષાના કારણોસર અને વધુ તપાસ માટે CNCD વિભાગે તે પાલતુ શ્વાનને કબજે કરી શેલ્ટર હોમમાં ખસેડી દીધો છે. શ્વાનનું રજિસ્ટ્રેશન ન હોવાથી તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી શ્વાન માલિક પાસેથી રૂ.2000ની ફી વસૂલી હતી અને સ્થળ પર જ તેની ફરજિયાત નોંધણી કરાવી હતી. રહેણાંક વિસ્તારોમાં પાલતુ પ્રાણીઓ રાખતા લોકોએ પાલિકાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અને અન્યની સુરક્ષાનું ધ્યાન રાખવું તે બાબતે તંત્રએ કડક સૂચના આપી છે. 1 માર્ચના રોજ બન્યો હતો આ બનાવ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા અને પાલતુ શ્વાનના હુમલાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે નારોલની આ ઘટનામાં AMC દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહી અન્ય બેદરકાર માલિકો માટે લાલબત્તી સમાન છે. સ્થાનિક રહીશોએ તંત્રની આ કામગીરીને આવકારી છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કાયમી ઉકેલની માંગ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward