android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara: એક્સપ્રેસ-વે પર ટેમ્પાના ચોરખાનામાંથી બિયરનો મોટો જથ્થો ઝડપાયો
calendar_today March 2, 2026

Vadodara: એક્સપ્રેસ-વે પર ટેમ્પાના ચોરખાનામાંથી બિયરનો મોટો જથ્થો ઝડપાયો

રાજ્યમાં આગામી હોળી-ધૂળેટીના પર્વને ધ્યાનમાં રાખીને બુટલેગરો સક્રિય થયા છે, ત્યારે વડોદરા ગ્રામ્ય પોલીસે દારૂબંધીના કડક અમલ માટે કમર કસી છે. એક્સપ્રેસ-વે પર પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને એક શંકાસ્પદ ટેમ્પાને અટકાવ્યો હતો, જેમાંથી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો છે.ચોરખાનામાં છુપાવ્યો હતો જથ્થોપોલીસે જ્યારે ટેમ્પાની પ્રાથમિક તપાસ કરી ત્યારે તેમાં કંઈ અસામાન્ય જણાયું નહોતું. જોકે, ઝીણવટભરી તપાસ દરમિયાન ટેમ્પામાં બનાવેલું એક ગુપ્ત 'ચોરખાનું' મળી આવ્યું હતું. આ ખાનાની અંદર તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. તેમાંથી બિયરના કુલ ૧૭૦૪ ટીન મળી આવ્યા હતા.તહેવારો પર બાજ નજરહોળી અને ધૂળેટીના તહેવારોમાં દારૂ અને બિયરની માંગ વધતી હોય છે, જેનો ફાયદો ઉઠાવવા બુટલેગરો અવનવી તરકીબો અજમાવતા હોય છે. વડોદરા ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે આ નેટવર્કને તોડી પાડ્યું છે. પોલીસે હાલ બિયરનો જથ્થો અને ટેમ્પો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો: Ahmedabad News : નોકરી માટે વિદેશ જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, અમદાવાદમાં મોટા ઇન્ટરનેશનલ વિઝા સ્કેમનો પર્દાફાશ થયો

Read Full Story arrow_forward
Ahmedabad: પૂર્વે ઝોન-6 પોલીસ એક્શન મોડમાં, સાંકડી ગલીઓ અને અગાસીઓ પર 'ડ્રોન'ની બાજ નજર
calendar_today March 2, 2026

Ahmedabad: પૂર્વે ઝોન-6 પોલીસ એક્શન મોડમાં, સાંકડી ગલીઓ અને અગાસીઓ પર 'ડ્રોન'ની બાજ નજર

આગામી ધુળેટી અને પવિત્ર રમઝાન માસના તહેવારોને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા સખત કરવામાં આવી છે. ખાસ કરીને શહેરના ઝોન-6 વિસ્તારમાં પોલીસે આ વખતે પરંપરાગત પેટ્રોલિંગની સાથે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને સુરક્ષા કવચ તૈયાર કર્યું છે.નાઈટ વિઝન ડ્રોનથી મોનિટરિંગઝોન-6 પોલીસ સ્ટેશન વિસ્તારના ભીડભાડ વાળા બજારો અને રહેણાંક વિસ્તારોમાં પોલીસ દ્વારા નાઈટ વિઝન ડ્રોન વડે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. રાત્રિના સમયે ધમધમતા બજારો, સાંકડી ગલીઓ અને મકાનોની અગાસીઓ પર કોઈ અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે આધુનિક ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.મોટો પોલીસ કાફલો મેદાનેઆ ખાસ પેટ્રોલિંગ ડ્રાઈવમાં બે PI , પાંચ PSI અને પોલીસ સ્ટાફનો મોટો કાફલો જોડાયો હતો. અધિકારીઓએ જાતે રસ્તા પર ઉતરીને સ્થાનિકો સાથે સંવાદ સાધ્યો હતો અને શાંતિ જળવાઈ રહે તે માટે અપીલ કરી હતી.આ પણ વાંચો:Vadodara: એક્સપ્રેસ-વે પર ટેમ્પાના ચોરખાનામાંથી બિયરનો મોટો જથ્થો ઝડપાયો

Read Full Story arrow_forward
Baroda Dairy : બરોડા ડેરીની ચૂંટણીને લઈ આજે મહત્વનો દિવસ, ભાજપ મેન્ડેટ જાહેર કરે તેવી શકયતા
calendar_today March 2, 2026

Baroda Dairy : બરોડા ડેરીની ચૂંટણીને લઈ આજે મહત્વનો દિવસ, ભાજપ મેન્ડેટ જાહેર કરે તેવી શકયતા

બરોડા ડેરીની ચૂંટણીને લઈ આજે ભાજપ મેન્ડેટ જાહેર કરે તેવી શક્યતા છે અને 3 થી 7 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકાશે જેમાં 7 તારીખે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. 13 બેઠક પર 55 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. 7 માર્ચે ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટેની તક અપાશે જેમાં વર્તમાન પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના ૧૩ ડિરેક્ટરો તેમજ અન્ય આગેવાનો મળીને ૪૮ આગેવાનોએ ૫૫ ફોર્મ ભર્યા હતાં. જે ફોર્મની આવતીકાલે તા.૨૮મીએ ચકાસણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા હાથ ધરાશે. તેમજ ભરાયેલા ફોર્મની સામે વાંધાઓ પણ લેવામાં આવશે. ભૂલ-ચૂક થયેલી હશે કે વિગતો ખોટી ભરેલી હશે તો ફોર્મ રદ થઈ શકે છે. આવતીકાલે સ્કૂટીની બાદ જ કોના કોના ફોર્મ મંજૂર થાય છે તેનો ખ્યાલ આવશે. આવતીકાલે બપોરે ૧૧ કલાકથી સ્કૂટીનીની પ્રક્રિયા શરુ કરાશે. એ પછી તા. ૨જી માર્ચે માન્ય ઉમેદવારોના નામો જાહેર કરાશે. જ્યારે તા.૭મીએ ઉમેદવારીપત્ર પરત ખેંચવા માટેની તક અપાશે. વડોદરામાં પિતા-પુત્ર, વાઘોડિયામાં પતિ- પત્ની અને કરજણમાં ગુરુ-શિષ્યએ ફોર્મ ભર્યું ઉમેદવારીપત્રો ભરાઈ ગયા પરંતુ બીજા દિવસે પણ ભાજપે મેન્ડેટ આપેલા નથી. ત્યારે કાલે સ્કૂટીની છે અને એક ફોર્મ રદ થઈ જાય તો બીજુ સ્વિકારી લેવાય એ માટે કેટલાકે પોતાના નામે જ બે ફોર્મ ભરેલા છે. વડોદરા તાલુકાના ઝોન-૩માં ડેરીના ડીરેક્ટર શૈલેષ પટેલે પોતાની સાથે પોતાના પુત્ર પાર્થિક પટેલનુ ફોર્મ ભરેલુ છે. વાઘોડિયાના ઝોન-૭માં ડીરેક્ટર સતિષ મકવાણાએ પોતાની સાથે પત્ની હંસાબેન મકવાણાનુ ફોર્મ ભરેલુ છે. જે ડમી ફોર્મ હોવાની સાથે ભાજપ તેમને મેન્ટેડ ન આપે તો પત્ની કે પુત્રને ચૂંટણી લડાવી શકાય તે માટેનો અવકાશ રાખેલો છે. જ્યારે કરજણના ઝોન-૧માં ડેરીના ડીરેક્ટર સતિષ પટેલ (નિશાળીયા)એ ફોર્મ ભરતા તેમની સામે તેમના જ શિષ્ય અને કરજણ એપીએમસીના ચેરમેન જયદિપસિંહ ચૌહાણે ફોર્મ ભરતા ગુરુ-શિષ્ય સામસામે આવી ગયા છે. આ પણ વાંચો : Anand News : આણંદના પેટલાદમાં અકસ્માતમાં 2ના મોત, કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો

Read Full Story arrow_forward