Himatnagar: સાબરકાંઠાનું વડુ મથક હિંમતનગર બન્યું ગાંજાનું હબ
સાબરકાંઠાનું વડુ મથક હિંમતનગર છેલ્લાં કેટલાય સમયથી એમડી ડ્રગ્સ અને ગાંજાનું હબ બની રહ્યુની શહેરીજનોમાં ચિંતારૂપી ચર્ચાઓ ચાલી રહી હતી. તેવામાં જ શહેરના છાપરીયા વિસ્તારમાં આવેલા આવાસ યોજનાના બી બ્લોકના મકાન નંબર 19માં રહેતો એક યુવાન ગાંજા સાથે આવેલો છે તેવી બાતમીના આધારે એ ડિવીઝન પોલીસે પંચોને સાથે રાખીને 6 કિલો 413 ગ્રામ ગાંજો તથા મોબાઈલ મળીને કુલ 3.25 લાખનો મુદમાલ કબ્જે કરીને ઝડપાયેલ શખ્સ અને ગાંજો સપ્લાય કરનાર બે અન્ય વોન્ટેડ શખ્સો વિરુધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ 1985ની કલમ 8(સી), 20(બી), 29 મુજબ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.સાબરકાંઠાના હિંમતનગર શહેરના અનેક પાનના ગલ્લાં ઉપર એમડી ડ્રગ્સ વેચાઈ રહ્યુ છે અને માંગો ત્યાં ગાંજાની ડિલીવરી પણ મળી રહી છે તેવા સમયે શહેરના એ ડિવીઝન પોલીસમાં ફરજ બજાવતાં મીતરાજસિંહને બાતમી મળી હતી કે, હડીયોલ પુલ છાપરીયા વિસ્તારમાં આવેલી સરકારી આવાસ યોજનાના બી બ્લોકના મકાન નંબર 19માં શંકર સલાટ નામનો 21 વર્ષીય શખ્સ પાસે ગાંજાનો જથ્થો છે. જેથી એસપી પાર્થરાજસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી.એમ.ચૌધરી, પીએસઆઈ એન.બી.વાઘેલા તથા સ્ટાફે ઉપરોક્ત સ્થળે પંચોને સાથે રાખીને રેઈડ કરતાં શંકર સલાટ નામનો યુવક મળી આવ્યો હતો. જેની પાસેથી બે થેલીઓ મળી આવતાં તેની અંદર તપાસ કરતાં તે મામલે તેની પુછપરછ કરતાં થેલી અંદર માદક પદાર્થ ગાંજો હોવાનું જણાવ્યુ હતુ. આમ, પોલીસને તેના એન્ટી ડ્રગ્સના મિશનમાં સફળતા મળતાં 6 કિલો 413 કિલો ગાંજો કે જેની કિંમત રૂા.3.20 લાખ અને 5000નો મોબાઈલ એમ કુલ 3.25 લાખનો મુદમાલ કબ્જે કરીને શંકર સલાટને ઝડપી લઈને તેને ગાંજો સપ્લાય કરતાં સવાભાઈ અને ભરતભાઈ નામના બે શખ્સો સામે પણ ગુનો દાખલ કરીને તમામ વિરુધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward