android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Aravalli: શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે પ્રકૃતિમાં કેસુડાનો રંગ છવાયો
calendar_today March 1, 2026

Aravalli: શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે પ્રકૃતિમાં કેસુડાનો રંગ છવાયો

ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડોકિયું કરીએ તો અત્યારની સીઝનમાં શિયાળાની મોસમની વિદાયનો એહસાસ સાથે રાત્રી અને વહેલી સવારે હળવી ઠંડીનો ચમકારો જ્યારે ઉનાળાના આગમનના એહસાસ વચ્ચે બપોરે હળવા ઉનાળાનો તાપ પડવા લાગ્યો છે. જેથી ઉનાળાનું આગમન દસ્તક દઈ રહ્યું છે. ત્યાં જ મોસમના બદલાયેલા મિજાજ વચ્ચે પ્રકૃતિમાં પણ કેટલાક વૃક્ષો પાનખર અવસ્થાએ આવી જઈ નવી કૂંપળો સાથેના નવા કુણા કુણા પાન સાથેના તેમજ અવનવા ફૂલો સાથે વૃક્ષો નવો પોષાક ધારણ કરતા જોવા મળી રહ્યા છે. તેમાંય આ દેખાતી વૃક્ષની તસ્વીરમાં પાનખર બાદ નવા કલરફુલ લાલ કલરના ફૂલો સાથે વૃક્ષ શોભી રહ્યું છે. જે કુદરતી પ્રકૃતિના ફેરફારને બે ઘડીક જોવાનું મન થાય તેવું મનમોહક દ્રશ્ય ઉભું થયેલ જોવા મળે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Navsari News: અનંત પટેલના પત્ની પર થયેલી ફરિયાદમાં નવો વળાંક; બંને પક્ષો આવ્યા આમને-સામને
calendar_today March 1, 2026

Navsari News: અનંત પટેલના પત્ની પર થયેલી ફરિયાદમાં નવો વળાંક; બંને પક્ષો આવ્યા આમને-સામને

વાંસદાના ધારાસભ્ય અનંત પટેલના પત્ની વિરુદ્ધ નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ નવસારીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ વિવાદમાં હવે બંને પક્ષોએ એકબીજા પર સનસનીખેજ આરોપો લગાવ્યા છે, જેના કારણે આખો મામલો જમીન વિવાદ અને અંગત દુશ્મની તરફ વળતો દેખાય છે.બંને પક્ષે એકબીજા ઉપર લગાવ્યા મોટા આરોપફરિયાદી સાધના પટેલે ધારાસભ્ય અનંત પટેલ અને તેમના પત્ની પર ગંભીર આરોપો મૂક્યા છે. સાધના પટેલનો દાવો છે કે ધારાસભ્ય અનંત પટેલે તેમની માલિકીની જમીન પચાવી પાડી છે. સાધનાએ આક્ષેપ કર્યો છે કે અનંત પટેલના પત્ની તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. જો મને ભવિષ્યમાં કંઈ પણ થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી અનંત પટેલની રહેશે.ફરિયાદી સાધના પટેલના અનંત પટેલ પર આરોપ બીજી તરફ, કલ્પના પટેલે સાધના પટેલના તમામ દાવાઓને નકારી કાઢ્યા છે અને વળતા આક્ષેપો કરતાં જણાવ્યું કે જમીન તેમની પોતાની છે અને અનંત પટેલના પત્ની વૈશાલી પટેલ તેમની જમીન પર આવે તેની સામે તેમને કોઈ જ વાંધો નથી. કલ્પના પટેલે આક્ષેપ કર્યો છે કે સાધના પટેલ તેના બિન-આદિવાસી પ્રેમીને ખુશ કરવા માટે આ પ્રકારના ખોટા 'નાટકો' કરી રહી છે.બિન આદિવાસી પ્રેમીને ખુશ કરવા નાટક કર્યાનો દાવોતેમના મતે સાધનાનો પ્રેમી આદિવાસી સમાજ અને ધારાસભ્ય અનંત પટેલનો કટ્ટર વિરોધી છે, અને આ ફરિયાદ તે કાવતરાનો એક ભાગ છે. હાલમાં આ હાઈપ્રોફાઈલ કેસમાં પોલીસ બંને પક્ષોના નિવેદનો અને જમીનના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ કરી રહી છે. ધારાસભ્યના પરિવાર સાથે જોડાયેલો મામલો હોવાથી સમગ્ર જિલ્લામાં આ ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Anand News: ઉમરેઠની મદની સોસાયટીમાં રખડતા કૂતરાનો કહેર, બે માસૂમ બાળકો પર હુમલો
calendar_today March 1, 2026

Anand News: ઉમરેઠની મદની સોસાયટીમાં રખડતા કૂતરાનો કહેર, બે માસૂમ બાળકો પર હુમલો

આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરની મદની સોસાયટીમાં એક હિંસક કૂતરાએ રમતા બાળકો અને તેમને બચાવવા ગયેલા પિતા પર હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. મદની સોસાયટીમાં આજે એક બાળક અને બાળકી ઘર પાસે રમી રહ્યા હતા, ત્યારે અચાનક એક રખડતા કૂતરાએ તેમના પર હિંસક હુમલો કર્યો હતો.બાળકોને બચાવતા પિતા પણ ગંભીર ઈજાગ્રસ્ત બાળકોનો રડવાનો અવાજ સાંભળી પિતા તરત જ દોડી આવ્યા હતા. પોતાના બાળકોને કૂતરાના મોઢામાંથી બચાવવા માટે પિતા વચ્ચે પડ્યા ત્યારે કૂતરાએ તેમને પણ બચકાં ભરી અને નહોર મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા. આ હુમલામાં પિતા અને બંને બાળકોને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ઉમરેઠની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. નગરપાલિકા સામે રખડતા કૂતરા પકડવા માંગ ઉઠીકૂતરાના કરડવાથી થતા હડકવા (Rabies) ના જોખમને ધ્યાને રાખી ડોક્ટરો દ્વારા જરૂરી રસી અને સારવાર આપવામાં આવી રહી છે. ઉમરેઠમાં રખડતા કૂતરાઓના કરડવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી તેવો આક્ષેપ સ્થાનિકો કરી રહ્યા છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરી વિસ્તારોમાં વધતા જતા શ્વાનોના ત્રાસ અને નગરપાલિકાની નિષ્ક્રિયતા પર સવાલો ઉભા કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward