android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad News: ગઢડા પોલીસે આરોપી પિતા-પુત્રનું ઉગામેડીમાં રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું
calendar_today March 1, 2026

Botad News: ગઢડા પોલીસે આરોપી પિતા-પુત્રનું ઉગામેડીમાં રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે પાઉંભાજીના દુકાનદાર પર હુમલો કરનારા શખ્સોને પોલીસે ગણતરીના કલાકોમાં દબોચી લીધા છે. સોશિયલ મીડિયા પર હુમલાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ એક્શનમાં આવેલી ગઢડા પોલીસે આજે મુખ્ય બે આરોપીઓનું ઘટના સ્થળે લાવી રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ગ્રામજનોની હાજરીમાં આરોપીઓ પાસે માફી મંગાવી હતી.પોલીસે રી-કન્સ્ટ્રક્શન કર્યું ભૈરવનાથ પાઉભાજીના દુકાનદાર રાજુભાઈ જાટ પર ગાડી પાર્કિંગ બાબતે થયેલા હુમલાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી હિંમતભાઈ નાગજીભાઈ અને તેના પુત્ર લાલાભાઈ ઉર્ફે લાલોની ધરપકડ કરી છે. આજે પોલીસ કાફલો બંને આરોપીઓને ઉગામેડી ગામે બનાવ સ્થળે લઈ ગયો હતો. ત્યાં પોલીસે ગુનો કેવી રીતે આચરવામાં આવ્યો તેનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. માથાભારે પિતા-પુત્રની શાન ઠેકાણે લાવવા પોલીસે જાહેરમાં તેમની પાસે માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. ટોળાં એકઠા થયા, લોકચર્ચા જાગી જ્યારે પોલીસ આરોપીઓને લઈને ઉગામેડી ગામની બજારમાં નીકળી, ત્યારે આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. બે દિવસ પહેલા જ આ શખ્સોએ દુકાનદારને માર મારી દાદાગીરી કરી હતી, જેનો સીસીટીવી વીડિયો સામે આવતા લોકોમાં રોષ હતો. આજે પોલીસની આ સરાહનીય કાર્યવાહી જોઈ સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો હતો. શું હતી સમગ્ર ઘટના? ઉગામેડીમાં આવેલી 'ભૈરવનાથ પાઉભાજી'ની દુકાન પાસે ગાડી પાર્કિંગ કરવા જેવી સામાન્ય બાબતે આરોપી હિંમતભાઈ, તેનો પુત્ર લાલો અને હિંમતભાઈની પત્નીએ મળીને દુકાનદાર રાજુભાઈ જાટ પર હુમલો કર્યો હતો. રાજુભાઈએ ગઢડા પોલીસ મથકે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલમાં પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી છે અને ત્રીજા આરોપીની શોધખોળ સાથે આગળની તપાસ હાથ ધરી છે. આ પણ વાંચો - Botad News: ગઢડાના ઉગામેડીમાં પાઉભાજીના દુકાનદાર પર હુમલો, CCTV ફૂટેજ વાયરલ

Read Full Story arrow_forward
Rajkot News: ઇન્ચાર્જ ડીજીપીએ કરી જંગલેશ્વરની મુલાકાત, પોલીસને પાઠવ્યા અભિનંદન
calendar_today March 1, 2026

Rajkot News: ઇન્ચાર્જ ડીજીપીએ કરી જંગલેશ્વરની મુલાકાત, પોલીસને પાઠવ્યા અભિનંદન

રાજકોટના કુખ્યાત ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ આજે રાજ્યના ઇન્ચાર્જ ડીજીપી (DGP) ડૉ. કે.એલ.એન.રાવ ખાસ મુલાકાતે પહોંચ્યા હતા. આજી નદીના પટ્ટમાં થયેલા ઐતિહાસિક દબાણ દૂર કરવાની કામગીરીનું તેમણે નિરીક્ષણ કર્યું હતું અને આ સફળ ઓપરેશન બદલ રાજકોટ શહેર પોલીસની પીઠ થાબડી હતી.1500થી વધુ બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર રાજકોટ મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા સંયુક્ત રીતે જંગલેશ્વર વિસ્તારમાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં અંદાજે 87,000 ચોરસ મીટર સરકારી જમીન પર થયેલા 1509 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા. આટલી મોટી કામગીરી કોઈપણ અનિચ્છનીય બનાવ વગર અને શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થવા બદલ DGPએ સંતોષ વ્યક્ત કર્યો હતો. જંગલેશ્વર બનશે 'ક્રાઈમ ફ્રી' મુલાકાત દરમિયાન ડૉ. કે.એલ.એન.રાવે સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે હવે આ વિસ્તારને સંપૂર્ણપણે 'ક્રાઈમ ફ્રી' બનાવવામાં આવશે. તેમણે સ્થળ પર હાજર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. આજી નદીના કાંઠે થયેલા દબાણો દૂર થવાથી હવે આ વિસ્તારનો વિકાસ થશે અને અસામાજિક પ્રવૃત્તિઓ પર લગામ કસાશે. પોલીસને શાબાશી DGPએ જણાવ્યું હતું કે, આટલા મોટા પાયે ડિમોલિશન કરવું એ પડકારજનક હતું, પરંતુ રાજકોટ પોલીસે કુનેહપૂર્વક કામગીરી કરી છે. તેમણે શહેર પોલીસ કમિશનર સહિતના તમામ જવાનોને આ કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. મુલાકાતને પગલે જંગલેશ્વર વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ પણ વાંચો - Rajkot News: એક જ પરિવારના ત્રણ સભ્યો દુબઈમાં ફસાયા, જ્યાં રહે છે ત્યાંથી 20 KM દૂર મિસાઈલ પડી

Read Full Story arrow_forward
Ahmedabad સિવિલની ઐતિહાસિક સિદ્ધિ: 8 વર્ષના બાળકની ઓપન સર્જરી વગર સફળ સારવાર
calendar_today March 1, 2026

Ahmedabad સિવિલની ઐતિહાસિક સિદ્ધિ: 8 વર્ષના બાળકની ઓપન સર્જરી વગર સફળ સારવાર

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલે આરોગ્ય ક્ષેત્રે વધુ એક યશકલગી ઉમેરી છે. હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ (Pediatric Surgery Department) દ્વારા એક 8 વર્ષના બાળકના મોટા આંતરડામાં રહેલી જોખમી ગાંઠ (વિશાળ પોલીપ) ને ઓપન સર્જરી કર્યા વગર, માત્ર એન્ડોસ્કોપી ટેકનિકથી સફળતાપૂર્વક દૂર કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારની જટિલ પ્રક્રિયા પ્રથમવાર હાથ ધરવામાં આવી છે, જે સરકારી આરોગ્ય સેવાઓ માટે ગૌરવ સમાન છે.આઠ વર્ષના બાળકની સફળ સર્જરી કરાઇસામાન્ય રીતે આંતરડાની મોટી ગાંઠ દૂર કરવા માટે મોટું ઓપરેશન (ઓપન સર્જરી) કરવું પડતું હોય છે, જેમાં રિકવરીમાં લાંબો સમય લાગે છે. જોકે, સિવિલના નિષ્ણાત તબીબોએ 'કોલોનોસ્કોપી' દ્વારા આ વિશાળ પોલીપને સફળતાપૂર્વક કાઢી નાખ્યો છે. આ ટેકનિકને 'સફળ પોલીપેક્ટોમી' કહેવામાં આવે છે. આ મિનિમલી ઇનવેસિવ પદ્ધતિને કારણે બાળકને શરીરે કોઈ મોટો કાપો મૂકવો પડ્યો નથી અને તે ખૂબ જ ઝડપથી સ્વસ્થ થઈ શકશે. આ સફળતા સાથે સિવિલ હોસ્પિટલમાં હવે નવી સુવિધાનો પ્રારંભ થયો છે. મોટા આંતરડાની જોખમી ગાંઠ દૂર કરીહવેથી કોલોનિક પોલીપ જેવી સમસ્યાઓ માટે ઓપન સર્જરીની જરૂર રહેશે નહીં. હોસ્પિટલમાં અપર (Upper) અને લોઅર (Lower) GI સ્કોપી સુવિધા હવે કાર્યરત થઈ ગઈ છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને હવે આવી ખર્ચાળ અને આધુનિક સારવાર સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઉપલબ્ધ બનશે. આ ઐતિહાસિક ઓપરેશન બદલ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ અને બાળરોગ સર્જરી વિભાગની ટીમને ચારેતરફથી અભિનંદન મળી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward