android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા શ્રી ચૈતન્ય મહોત્સવનું ભવ્ય આયોજન, જુઓ PHotos
calendar_today March 1, 2026

ઇસ્કોન હરે કૃષ્ણ મંદિર, ભાડજ દ્વારા શ્રી ચૈતન્ય મહોત્સવનું ભવ્ય આયોજન, જુઓ PHotos

ગૌર પૂર્ણિમાના મુખ્ય ઉત્સવ પૂર્વેના દિવસોમાં આયોજિત આ કાર્યક્રમોમાં હજારો ભક્તો, પરિવારો અને યુવાનો ઉમંગભેર જોડાયા અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો છે.

Read Full Story arrow_forward
Iran-Israel War: ભાવનગરનો અભય બાંભણિયા દુબઈમાં ફસાયો, પરિવારે સરકાર પાસે માંગી મદદ
calendar_today March 1, 2026

Iran-Israel War: ભાવનગરનો અભય બાંભણિયા દુબઈમાં ફસાયો, પરિવારે સરકાર પાસે માંગી મદદ

ઇરાન અને ઇઝરાયલ વચ્ચે ફાટી નીકળેલા મહાયુદ્ધની જ્વાળાઓ હવે ખાડી દેશો સુધી પહોંચી રહી છે. આ યુદ્ધની સ્થિતિ વચ્ચે ભાવનગરનો એક યુવાન દુબઈમાં ફસાઈ ગયો હોવાના સમાચાર સામે આવ્યા છે. નોકરી અર્થે ગયેલો આ યુવાન હાલ ત્યાંની અસ્થિર પરિસ્થિતિને કારણે અટવાયો છે, જેને પગલે તેના પરિવારે ભારત સરકાર અને રાજ્ય સરકારને તેને પરત લાવવા માટે આજીજી કરી છે.નોકરી માટે ગયો અને યુદ્ધ નડ્યું ભાવનગરના રહેવાસી અભય જનકભાઈ બાંભણિયા ગત 27 ફેબ્રુઆરીના રોજ ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે દુબઈ નોકરી માટે ગયા હતા. હાલમાં તેઓ દુબઈના JLT ટાવર વિસ્તારમાં રહી રહ્યા છે. જોકે, ઇરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે ત્યાંની સ્થિતિ તણાવપૂર્ણ બની છે અને હવાઈ મુસાફરી પર પણ તેની અસર પડી છે. પિતા જનકભાઈની વ્યથા અભયના પિતા જનકભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દુબઈમાં હાલ આમ તો પરિસ્થિતિ સામાન્ય જણાય છે, પરંતુ ત્યાં હવાઈ હુમલાઓ શરૂ થઈ ગયા છે, જેને કારણે ડરનો માહોલ છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, અભય અને તેની સાથે રહેલા અન્ય ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે ભારત પરત ફરે તે માટે તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર તેમજ ભાવનગર ડિઝાસ્ટર વિભાગને ઈ-મેલ કરીને વિનંતી કરી છે. સરકાર પાસે પરત લાવવાની માગ યુદ્ધ જેવી ભયાનક સ્થિતિમાં વિદેશમાં ફસાયેલા પોતાના પુત્રની ચિંતામાં પરિવાર રાત-દિવસ એક કરી રહ્યો છે. જનકભાઈએ ભારત સરકારને અપીલ કરી છે કે, દુબઈમાં ફસાયેલા તમામ ભારતીય નાગરિકોને વહેલી તકે સલામત રીતે સ્વદેશ પરત લાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે. આ પણ વાંચો - Bhavnagar: ઈરાન-ઇઝરાયલ તણાવની અસર, ભાવનગરનો યુવાન દુબઈમાં ફસાયો, પરિવારમાં ચિંતાનો માહોલ

Read Full Story arrow_forward
Surat ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન જૌનપુર: જ્વેલરી શોપમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે રીઢા તસ્કર ઝડપાયા
calendar_today March 1, 2026

Surat ક્રાઇમ બ્રાન્ચનું ઓપરેશન જૌનપુર: જ્વેલરી શોપમાં ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગના બે રીઢા તસ્કર ઝડપાયા

સુરત ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના જૌનપુરથી આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી ગેંગના બે રીઢા આરોપીઓની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. પકડાયેલા આરોપીઓએ સિંગણપોર વિસ્તારમાં આવેલી 'બ્લ્યુબેલ જવેલ્સ' અને મહિધરપુરામાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી હીરા જડિત સોના-ચાંદીના દાગીના, મોજેનાઇટ ડાયમંડ, પલ્સર બાઇક અને રોકડ રકમ મળીને કુલ રૂ.11,73,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.યુપીના જૌનપુરથી બે રીઢા આરોપીની ધરપકડ ધરપકડ કરાયેલા આરોપીઓમાં કિશન દુબે અને સુનીલ સાહુનો સમાવેશ થાય છે. આ બંને આરોપીઓ સામાન્ય તસ્કર નહીં પરંતુ ઘરફોડ ચોરીના એક્સપર્ટ માનવામાં આવે છે. કિશન દુબે અગાઉ લૂંટ અને ઘરફોડ ચોરી જેવા 10 ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તે અગાઉ 'પાસા' હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે. જ્યારે સુનીલ સાહુ વિરુદ્ધ ચોરી અને પ્રોહિબિશનના અગાઉ 6 ગુનાઓ નોંધાયેલા છે. આ ગેંગ અન્ય રાજ્યોમાં ગુના આચરીને વતનમાં છુપાઈ જતી હતી, પરંતુ સુરત પોલીસની સતર્કતાને કારણે તેઓ જૌનપુરથી દબોચાઈ ગયા છે. સિંગણપોરની જ્વેલરી શોપમાં ચોરી કરી હતી આ આંતરરાજ્ય ગેંગની ધરપકડથી સુરતમાં બનેલી અન્ય ચોરીની ઘટનાઓના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે. સુરત પોલીસની આ કામગીરીથી જ્વેલર્સ અને વેપારીઓમાં સુરક્ષાનો અહેસાસ જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવી તેમની વધુ પૂછપરછ હાથ ધરી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward