android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News : લો બોલો, ડોકટરે 28 કરોડની ઉચાપત કરી, ખાનગી હોસ્પિટલમાં કૌંભાડ આચરી ફરાર હતો
calendar_today March 1, 2026

Vadodara News : લો બોલો, ડોકટરે 28 કરોડની ઉચાપત કરી, ખાનગી હોસ્પિટલમાં કૌંભાડ આચરી ફરાર હતો

વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ઉચાપત કરનાર ડોકટરની ધરપકડ કરવામાં આવી છે જેમાં 28 કરોડની ઉચાપત કરવામાં આવી છે, મેડિકલ સાધનોના ઊંચા બિલ બનાવ્યા હતા અને કૌંભાડ આચર્યુ હતુ, ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદથી ડોકટરની કરી ધરપકડ. ડોકટરે પોતાના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા ખાનગી હોસ્પિટલમાં કર્યું હતું કૌભાંડ વોર્ડ વિઝાર્ડ મેડિકેર પ્રા.લિ.ના સીઇઓ તબીબ સામે ક્રાઈમ બ્રાન્ચમાં 28.47 કરોડની ઉચાપત અંગે ફરિયાદ નોંધાઈ હતી. કૌભાંડમાં અન્ય તબીબોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જ્યારે સપ્લાયરો સામે પોલીસે શંકા વ્યક્ત કરી છે. જેથી કૌભાંડનો આંકડો અને આરોપીઓની સંખ્યા વધી શકે છે. ડોકટરે આણંદની બેંકમાં ખાતા ખોલાવ્યા હતા કંપનીનાં નાણાં વિભાગના વડા મોહસીન બિસ્મિલ્લાહ પઠાણે કંપની વતી ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.જેમાં આણંદના કિંખલોડમાં રહેતા ડો.સંતોષ ગઢવી વોર્ડ વિઝાર્ડ મેડિકેર પ્રા.લિ.માં સીઇઓ હતા. તે સમયે અન્ય લોકો સાથે મળી તેમણે 28.47 કરોડનું નુકસાન કંપનીને પહોંચાડ્યું હતું. જેમાં ડ્રાઈવર, સ્વીપર સહિતના નામે બનાવટી ખાતાં આણંદની બેંકમાં ખોલાવ્યાં હતાં. પોલીસે તપાસ કરતાં આ ખાતાઓમાં કરોડોના આર્થિક વ્યવહારની વિગતો મળી છે. આ પણ વાંચો : Botad News : કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાએ બોટાદ ખાતે ડો.આંબેડકર ભવનનું ખાતમુહૂર્ત કર્યું

Read Full Story arrow_forward
Gujarat Weather News: આજથી રાજ્યમાં ઉનાળાની શરૂઆત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધશે
calendar_today March 1, 2026

Gujarat Weather News: આજથી રાજ્યમાં ઉનાળાની શરૂઆત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધશે

ગુજરાતમાં શિયાળાની વિદાય લગભગ નક્કી થઈ ગઈ છે. આજથી ઉનાળાની શરૂઆત થઈ હોવાનું હવામાન વિભાગ દ્વારા ગરમીની આગાહી કરવામાં આવી છે. આજથી શરૂ થયેલા માર્ચ મહિનામાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધારે રહેશે. પવનની દિશા બદલાતા રહેશે ગરમી અને મહતમ તાપમાન 2થી 3 ડિગ્રી વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે માર્ચમાં અંગ દઝાડતી ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. માર્ચ મહિનામાં 40 ડિગ્રી સુધી ગરમીનો પારો અનુભવાશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે. આગામી પાંચ દિવસ વાતાવરણમાં ઉકળાટ અનુભવાશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 35 ડિગ્રી ગરમીનો પારો રહેશે. મહત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલ તાપમાનને લઈ વાત કરીએ તો અમદાવાદમાં 33.3, ડીસામાં 34.2 ડિગ્રી, ગાંધીનગરમાં 32.2 ડિગ્રી, ભુજમાં 33.8 ડિગ્રી, રાજકોટમાં 33.9 ડિગ્રી, કંડલામાં 32.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો હવામાન નિષ્ણાતોના કહેવા મુજબ, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ઉત્તર ભારત તરફથી આવતા સૂકા અને ઠંડા પવનો ગુજરાતમાં ઠંડી લાવે છે. પરંતુ આ વખતે હિમાલયમાં આ વખતે મજબુત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષેપ) સર્જાયા નથી. જ્યારે પહાડો પર ભારે હિમવર્ષા થાય છે. ત્યારે ત્યાંથી ફેંકાતા ઠંડા પવનો મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઠંડી લાવે છે. આ વર્ષે ઉત્તર ભારતમાં હિમવર્ષા ઓછી થતા ઠંડીનું મોજુ સર્જાયું નથી. હવામાન નિષ્ણાતોના મતે, પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાની ઘટના એટલે કે 'અલ નિનો'ની અસરને કારણે વૈશ્વિક સ્તરે શિયાળો હુંફાળો રહ્યો છે. અરબી સમુદ્ર તરફથી આવતા ગરમ અને ભેજવાળા પવનોને કારણે લઘુતમ તાપમાનમાં ઘટાડો થતો અટક્યો છે.આ પણ વાંચોઃ Ahmedabad News: મેઘાણીનગરમાં જૂની અદાવતમાં હુમલો, યુવકનું મોત થતાં પોલીસે ચાર લોકો સામે ગુનો નોંધ્યો

Read Full Story arrow_forward
Mahesana News: કડીના બોરીસણા નજીક કેનાલમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ
calendar_today March 1, 2026

Mahesana News: કડીના બોરીસણા નજીક કેનાલમાંથી મળ્યો મહિલાનો મૃતદેહ

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બોરીસણા ગામ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાંથી એક અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.પાવર સ્ટેશન નજીકથી મળ્યો મૃતદેહ ઘટનાની મળતી માહિતી અનુસાર, બોરીસણા ગામની સીમમાં આવેલી મુખ્ય નર્મદા કેનાલ પરના પાવર સ્ટેશન પાસે એક મહિલાનો મૃતદેહ તરતો હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. આ અંગે તાત્કાલિક સ્થાનિક તરવૈયાઓને જાણ કરવામાં આવી હતી. તરવૈયાઓએ ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને પાણીની બહાર કાઢ્યો હતો અને કડી પોલીસને આ અંગે જાણ કરી હતી. મૃતકની ઓળખ મેળવવા પ્રયાસ પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક મહિલાની ઉંમર આશરે 30 થી 35 વર્ષની છે. જોકે, મહિલાની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ આકસ્મિક મૃત્યુ છે કે આત્મહત્યા, અથવા તો કોઈ અન્ય કારણ છે, તે જાણવા માટે પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. પોલીસ તપાસ કડી પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. આસપાસના ગામોમાં કોઈ મહિલા ગુમ થઈ છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. મહિલાની ઓળખ થયા બાદ જ આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે. આ પણ વાંચો - Mahesana News: કડીમાં રેસ્ટોરન્ટ માલિક પર જીવલેણ હુમલો, ગલ્લામાંથી રોકડ લૂંટી 4 શખ્સો ફરાર

Read Full Story arrow_forward