Dhandhuka: ફેદરા માર્ગ પર કારની ખેતરમાં લટાર
ધંધૂકા-ફેદરા માર્ગ પર હરિપુરા નજીક આજે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં કારનું સ્ટીયરિંગ અચાનક લોક થઈ જતા કાર રોડની સાઈડમાં આવેલ ખેતરમાં ઉતરી ગઈ હતી. વધુમાં મળતી માહિતી મુજબ કાર ચાલક સાળંગપુર ખાતે દર્શન કરીને પરત અમદાવાદ તરફ્ જઈ રહ્યો હતો. દરમિયાન હરીપુરા નજીક કારનું સ્ટીયરિંગ લોક થઈ જતા ચાલકે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર રસ્તાની બાજુના ખેતરમાં ઉતરી ગઈ હતી. અકસ્માતમાં કારને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે ચાલકનો બચાવ થયો હતો. આ સિવાય ધોલેરા નજીક ઈકો કારને પણ અકસ્માત નડયો હતો. બનાવમાં કારમાં સવાર ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward