android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Himatnagar: વિસાવદરના ખીજડીયામાંથી આવતું દૂધ નકલી હોવાનું વાયરલ થતા ફફડાટ
calendar_today February 18, 2026

Himatnagar: વિસાવદરના ખીજડીયામાંથી આવતું દૂધ નકલી હોવાનું વાયરલ થતા ફફડાટ

સાબરકાંઠા જિલ્લાની પ્રજાના આરોગ્ય સાથે કેટલાક તત્વો હાનિકારક ચીજવસ્તુઓ તથા રોજિંદી વપરાશમાં ઉપયોગમાં લેવાતા અસલ દૂધને બદલે કેમિકલ યુક્ત નકલી દૂધ બનાવીને તેનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે થોડાક દિવસ અગાઉ જિલ્લા પોલીસ અને સંલગ્ન વહીવટી તંત્ર દ્વારા પ્રાંતિજ તાલુકાના સલાલ રેલવે સ્ટેશન નજીકથી કેમિકલયુક્ત દૂધ બનાવતી ફેકટરીને ઝડપી લીધી હતી. ત્યારબાદ 4 જણા વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન છેલ્લા થોડાક દિવસોથી સૌરાષ્ટ્રમાં આવેલા ખીજડીયા પંથકમાંથી કેમિકલયુક્ત અને નકલી દૂધ ટેન્કરમાં ભરી અરવલ્લી જિલ્લામાં આવેલી કેટલીક ખાનગી ડેરીઓમાં મોકલાયું હોવાની વિગતો સોશ્યિલ મિડીયામાં વાયરલ થયા બાદ સાબરડેરીના સંચાલકોએ પણ તપાસનો દોર આરંભ્યો છે.આ અંગે સોશ્યિલ મિડીયામાં વાયરલ થયેલી વિગતો મુજબ, વિસાવદરના ખીજડીયા અને આસપાસના વિસ્તારોમાં કેટલાક તત્વો ભેળસેળવાળુ, કેમિકલયુક્ત, યુરિયા તથા માથું ધોવાના શેમ્પુનું મિશ્રાણ કરી તે દૂધ અરવલ્લી જિલ્લાની કેટલીક ડેરીઓમાં મોકલાયું હોવા છતાં સાબરકાંઠાના સંલગ્ન વિભાગના અધિકારીઓ અજાણ હોય અથવા તો અન્ય કોઈ કારણોસર તેની તપાસ કરી ન હોવાની ચર્ચા બંને જિલ્લામાં શરૂ થઈ છે. બિન સત્તાવાર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, આ નકલી દૂધ મોકલનાર અને લેનાર તથા તેને વેચીને પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ કોણ જાણે કેમ વહીવટીતંત્રથી દૂધ જતાં રહ્યા છે તે તપાસનો વિષય છે. દરમિયાન અરવલ્લી જિલ્લામાં નકલી દૂધ આવ્યું હોવાની વિગતોને આધારે સાબરડેરીના એમ.ડી સુભાષ પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતુ. સાબરડેરીના અધિકારીઓ દ્વારા વિગતોની તપાસ કરવામાં આવી છે. પરંતુ તપાસમાં હજૂ સુધી અરવલ્લી જિલ્લામાં કોઈ બનાવટી દૂધનો જથ્થો આવ્યો નથી. તેમ છતાં જો કોઈ ચોક્કસ વિગતો પુરાવા સાથે મળશે તો જરૂર તપાસ કરવામાં આવશે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: રેલવે સ્ટેશનથી પુરુષની લાશ મળી
calendar_today February 18, 2026

Himatnagar: રેલવે સ્ટેશનથી પુરુષની લાશ મળી

હિંમતનગર રેલવે સ્ટેશન પર મંગળવારે સવારે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના હિંમતનગર રેલવે સ્ટેશન સ્થિત ગુડ્ઝ પ્લેટફોર્મ નંબર ચાર પર ફૂટ ઓવર બ્રિજ પાસે બની હતી. ત્યારબાદ ગુજરાત રેલવે પોલીસે લાશ કબજે લઈ પીએમ માટે હિંમતનગર સિવીલમાં મોકલી આપી હતી.આ અંગે ગુજરાત રેલવે પોલીસના જવાબદાર કર્મચારીના જણાવાયા મુજબ, મંગળવારે સવારે તેમના સ્ટાફને રેલવે સ્ટેશન સ્થિત ગુડ્ઝ પ્લેટફોર્મ નં-4 પરના ફૂટ ઓવરબ્રિજ પાસે અજાણી લાશ પડી હોવાની માહિતી મળ્યા બાદ તરત જ આ રેલવે પોલીસે સ્થળ પર જઈ તપાસ કરી હતી. પ્રાથમિક તપાસમાં આશરે 50 વર્ષના ભિક્ષુક જેવા લાગતા પુરુષનો મૃતદેહ પગથિયાં પાસે પ્લેટફોર્મ પર પડયો હતો. પોલીસે આ મામલે ગુજરાત રેલવે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હજૂ સુધી મૃતકની ઓળખ થઈ શકી નથી. જો કે, આ ઘટના હિંમતનગર રેલવે સ્ટેશન સ્થિત ગુડ્ઝ પ્લેટફોર્મ નંબર ચાર પર ફૂટ ઓવર બ્રિજ પાસે બની હતી. ત્યારબાદ ગુજરાત રેલવે પોલીસે લાશ કબજે લઈ પીએમ માટે હિંમતનગર સિવીલમાં મોકલી આપી હતી ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Himatnagar: ઇડરના આંગણે પ્રથમવાર સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન યોજાયું
calendar_today February 18, 2026

Himatnagar: ઇડરના આંગણે પ્રથમવાર સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન યોજાયું

સમ્યક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ કુકડિયા અને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે મંગળવારે ઈડરના આંગણે સૌપ્રથમ વાર માતૃભાષા મહોત્સવ સપ્તાહ નિમિત્તે આવો કરીએ માતૃભાષાનું મહિમાગાન અન્વયે કવિ સંમેલનનું આયોજન કરાયું હતું.તા.16 ફેબ્રુઆરીના રોજ ઇડર આંજણા પાટીદાર આર્ટ્સ અને કોમર્સ કોલેજના હીરાલાલ હોલ ખાતે માતૃભાષા પ્રેમીઓ અને સાહિત્યરસિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને કાવ્યપઠનનો રસાસ્વાદ માણ્યો હતો. કાર્યક્રમની પ્રેરણા ર્ડા.ભાગ્યેશ જહા અધ્યક્ષ સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ ર્ડા.જયેન્દ્રસિંહ જાદવ મહામાત્રએ પ્રસંગને અનુરૂપ માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. કાર્યક્રમમાં અશ્વિનભાઈ પટેલ, કાવ્યપઠન માટે ભરત ભટ્ટ, ર્ડા.નિષાદ ઓઝા તથા ર્ડા.મહેન્દ્ર પરમાર ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કુમારી અનસુયાબેન ગામેતી, હેતભાઇ રામી મહાવિદ્યાલયન પ્રમુખે હાજર રહીને પ્રેરણા પુરી પાડી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત ત્રણેય કવિઓએ આગવી શૈલીમાં કાવ્યને ગઝલ પ્રસ્તુત કરીને ઉપસ્થિત સાહિત્ય પ્રેમીઓના દિલ જીતી લીધા હતા. કાર્યક્રમનું સંચાલન સાહિત્યકાર ર્ડા.કુમાર જૈમિનિ શાસ્ત્રી, સંયોજક ર્ડા.ઉત્પોકુમાર કુલકર્ણી, સમ્યક એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રકુમાર કુલકર્ણીએ કર્યુ હતું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward