android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Soil Health Card : ગુજરાતના 2.19 કરોડ ખેડૂતોને મળ્યા સોઈલ હેલ્થ કાર્ડ
calendar_today February 17, 2026

Soil Health Card : ગુજરાતના 2.19 કરોડ ખેડૂતોને મળ્યા સોઈલ હેલ્થ કાર્ડ

ગુજરાતના સર્વાંગી વિકાસમાં કૃષિ વિકાસ એક મહત્વપૂર્ણ પાયો છે. રાજ્યનો સર્વાંગી કૃષિ વિકાસ ગુજરાત સરકારની પ્રાથમિકતા રહી છે. જો ખેતીયોગ્ય જમીનની યોગ્ય રીતે જાળવણી ન થાય તો તે ઉજ્જડ બનતી જાય છે. જમીન ઉજ્જડ થવાના અનેક કારણો હોઈ શકે છે, જેમ કે પ્રદૂષણ, જમીનમાં વધતી ખારાશ અને રસાયણિક ખાતર તથા દવાઓનો અતિશય ઉપયોગ. ગુજરાતના અનેક વિસ્તારોમાં પણ આ સમસ્યા ઉદભવી રહી હતી.2003-04માં ‘સોઈલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકાઈ આ સમસ્યાના સમાધાન માટે એક નવતર અભિગમના ભાગરૂપે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003-04માં ‘સોઈલ હેલ્થ કાર્ડ યોજના’ અમલમાં મૂકી હતી. જમીન તંદુરસ્તીની અગત્યતાને પારખીને આ પ્રકારની અનોખી યોજના અમલમાં મૂકવા વાળું ગુજરાત દેશનું સૌપ્રથમ રાજ્ય બન્યું હતું. વડાપ્રધાનની દૂરંદેશી પહેલને આગળ ધપાવી અને વિકસિત ભારતના વિઝનને વિકસિત ગુજરાત દ્વારા સાકાર કરવાની દિશામાં સદૈવ અગ્રેસર રહેલુ ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દૃઢ નેતૃત્વ હેઠળ કૃષિ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે. ખેડૂતોની આવક વધારીને તેમને સશક્ત બનાવવા માટે તેમજ કૃષિ પાકોની ઉત્પાદકતા વધારવા માટે રાજ્ય સરકારે અનેક ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. ‘સ્વસ્થ ધરા, ખેત હરા’ના મંત્ર સાથે લાગૂ કરવામાં આવેલી સોઈલ હેલ્થ કાર્ડ (SHC) યોજના હેઠળ આજ સુધીમાં ગુજરાતના 2.19 કરોડ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. શું છે સોઈલ હેલ્થ કાર્ડ ? સોઈલ હેલ્થ કાર્ડ યોજના હેઠળ, ખેતીલાયક જમીનનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે નિર્ધારિત પદ્ધતિ અનુસાર ખેડૂતોના ખેતરમાંથી જમીનના નમૂનાઓ લેવામાં આવે છે અને પૃથ્થકરણ માટે તેમને જમીન ચકાસણી પ્રયોગશાળામાં મોકલવામાં આવે છે. ત્યાં નમૂનાનું પૃથ્થકરણ કરીને સોફ્ટવેર આધારિત સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર કરવામાં આવે છે. સોઈલ હેલ્થ કાર્ડમાં જમીનમાં રહેલા વિવિધ પોષક તત્ત્વોની માત્રા દર્શાવે છે, જેમાં હાલ કુલ 12 તત્વો (N, P, K, pH, EC, Fe, Cu, Zn, OC, S, B, Mn) પ્રમાણ દર્શાવવામાં આવે છે. જેને આધારે ખેડૂતોને ક્યા પ્રકારના ખાતર અને કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો, તેની વૈજ્ઞાનિક ભલામણ સોઈલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે મળી શકે છે. આ પ્રક્રિયાથી બિનજરૂરી કેમિકલયુક્ત ખાતરોના અતિશય ઉપયોગ ઘટે છે, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવામાં સહાય મળે છે. ગુજરાતમાં સોઈલ હેલ્થ કાર્ડ યોજનાનું વ્યાપક અમલીકરણ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ વર્ષ 2003-04માં લોન્ચ થયેલી આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોને તેમની જમીનની સ્થિતિ અંગે વ્યાપક માહિતી પૂરી પાડીને તેમને સશક્ત કરવાનો હતો. યોજના લાગુ કર્યા પછી SHC યોજનાનો પ્રથમ તબક્કો 2003-04થી 2010-11 દરમિયાન અને બીજો તબક્કો 2011-12થી 2015-16 દરમિયાન પૂર્ણ કરવામાં આવ્યો હતો. પ્રથમ તબક્કામાં ગુજરાતના 43.03 લાખથી વધુ ખેડૂતોને અને દ્વિતીય તબક્કામાં આશરે 46.92 લાખથી વધુ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ વિનામૂલ્યે આપવામાં કરવામાં આવ્યા. ગુજરાતમાં મળેલી સફળતા બાદ વર્ષ 2015-16માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં “સોઈલ હેલ્થ કાર્ડ યોજના” અમલમાં મૂકી હતી. જે અંતર્ગત તૃતીય તબક્કામાં વર્ષ 2016-17થી અત્યાર સુધીમાં ભારત સરકારની યોજના હેઠળ રાજ્યના 1.25 કરોડથી વધુ ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યા છે. છેલ્લા એક દાયકામાં આ યોજનાને કારણે ખેડૂતો તેમની જમીનમાં રહેલી મુખ્ય ખામીઓથી વાકેફ થયા છે અને સાથે જ સૂક્ષ્મ પોષકતત્વો ધરાવતા ખાતરોનો ઉપયોગ પણ વધાર્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા શહેરમાં રહેતા બાબુભાઈ વસરામભાઈ પટેલ નામના ખેડૂતે જણાવ્યું કે SHC યોજના હેઠળ તેમને માત્ર જરૂરી ખાતરોનો મર્યાદિત માત્રામાં ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવી હતી, જેને અનુસરવાને પરિણામે તેમને ખાતરનો ખર્ચ ઘટાડવામાં મદદ મળી હતી. આ પહેલથી તેમને પાકની વધુ સારી ઉપજ મળી અને ઇનપુટ ખર્ચમાં પણ ઘટાડો થયો. સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવા માટે સરકાર પ્રયત્નશીલ વર્ષ 2024-25માં SHC પોર્ટલના આધારે 6,23,844 માટીના નમૂનાઓ ઓનલાઈન એકત્રિત કરવામાં આવ્યા હતા અને 6,23,295 નમૂનાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2025-26માં SHC યોજના હેઠળ ગુજરાત માટે ભારત સરકારનો લક્ષ્યાંક 6,25,513 નમૂનાઓનું પરીક્ષણ કરવાનો છે. ગુજરાત સરકાર પણ આ લક્ષ્યાંકને સમયસર હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે, કારણ કે સુધીમાં 6,13,355 નમૂનાઓ રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરી લેવામાં આવ્યા છે, જે પૈકી 4,86,142 જેટલા નમુનાઓનું પૃથ્થકરણ પૂર્ણ થઇ ગયેલ છે. બાકીના નમૂનાઓની પરીક્ષણની કામગીરી પ્રગતિમાં છે. સોઈલ હેલ્થ કાર્ડ યોજના ખેડૂતોને તેમની જમીનને અસરકારક રીતે સમજવા અને તેમાં સુધારો કરવામાં, જમીનની ફળદ્રુપતા જાળવવા, ઉત્પાદકતા વધારવા અને તેમની જમીનને અનુરૂપ પાક ઉગાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે ઇનપુટ ખર્ચ ઘટાડે છે, આર્થિક વળતરમાં વધારો કરે છે અને ખેતી પ્રત્યે વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપે છે.આ પણ વાંચો : Gujarat Weather News: તો શું હવે શિયાળાની વિદાય થઈ, જાણો ગરમીના અહેસાસ વચ્ચે હવામાન વિભાગની આગાહી

Read Full Story arrow_forward
Navsari News: ઐતિહાસિક ઉનાઈ મંદિરમાં ભગવાન રામ માટે ભક્તોના ધરણાં, સાંસદ ધવલ પટેલે જાન્યુઆરીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી
calendar_today February 17, 2026

Navsari News: ઐતિહાસિક ઉનાઈ મંદિરમાં ભગવાન રામ માટે ભક્તોના ધરણાં, સાંસદ ધવલ પટેલે જાન્યુઆરીમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી

નવસારીના ઉનાઈમાં રામભક્તો રામ માટે ધરણાં પર બેઠા હતાં. વાંસદાના યાત્રાધામ ઉનાઈ મંદિરમાં રામભક્તોએ ધરણાં કર્યા હતાં. બે વર્ષ અગાઉ મુખ્યમંત્રી દ્વારા મંદિરના જિર્ણોદ્ધાર માટે ખાત મૂહૂર્ત કર્યું હતું તેમ છતાં તેનું કામ ટલ્લે ચડ્યું છે. કામમાં વિલંબ થતાં જ રામભક્તો મંદિર પરિસરમાં ભેગા થયા હતાં અને રામધૂન બોલાવીને ધરણાં પ્રદર્શન કર્યું હતું. ભાગવાન રામ સાથે સીધો સંબંધ ધરાવતા સ્થાનમાં ભગવાન રામની ઉપેક્ષા થતાં જ ભક્તોની લાગણી દુભાઈ હતી. આ બાબતે હવે સાંસદ ધવલ પટેલ મેદાનમાં ઉતર્યા છે અને મંદિરના જિર્ણોધ્ધાર માટે તેમણે મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. સાંસદ ધવલ પટેલે મુખ્યમંત્રી ને પત્ર લખી કરી હતી રજૂઆત ઉનાઈ રામ મંદિર જીર્ણોધ્ધાર માટે સાંસદ ધવલ પટેલે આઠમી જાન્યુઆરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને રજૂઆત કરી હતી. સાંસદની રજૂઆત બાદ મંદિરના જિર્ણોદ્ધારની કામગીરી આગળ વધી છે. પૌરાણિક મંદિરના જિર્ણોદ્ધાર માટે માપણી થઈ ગઈ હોવાનો સુત્રોએ દાવો કર્યો છે. આ માટે બજેટ પણ વધારવામાં આવશે તેવો દાવો કરાયો છે. જર્જરિત થયેલા રામ મંદિરને ભવ્ય મંદિર બનાવવાનુ આયોજન કરાશે. સ્થાનિકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો નવસારી જિલ્લાના યાત્રાધામ ઉનાઈમાં ઐતિહાસિક રામ મંદિરના જિર્ણોધ્ધારને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતાં. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બે વર્ષ પહેલા આ મંદિરના જિર્ણોદ્ધાર માટેનું ખાતમુહૂર્ત કર્યું હતું. તે છતાંય કામ ચાલુ નહીં થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. આજે સ્થાનિકોએ ભેગા થઈને મંદિરમા રામધૂન બોલાવી ધરણાં પ્રદર્શન કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે 2022માં 18મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીએ અહીં ખાતમૂહૂર્ત કર્યું હતું. બ વર્ષ જેટલો સમય વીત્યો હોવા છતાં આ ઐતિહાસિક મંદિર હજી જર્જરિત હાલતમાં છે. તંત્રની ઉદાસિનતાને પગલે સ્થાનિકો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. મંદિર પરિસરમાં રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો વાંસદામાં ઉનાઈ મંદિરનું વિશેષ મહત્વ છે. માતાજીના મંદિરની પાસે જ ભગવાન શ્રી રામનું મંદિર ખંડેર હાલતમાં જોવા મળી રહ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, ભાજપની સરકારના શાસનમાં રામ મંદિર માટે આંદોલન કરવું પડે તે ગંભીર બાબત છે. તાત્કાલિક આ મંદિરમાં જિર્ણોધ્ધારનું કામ ચાલુ કરવામાં આવે તેવી અમારી માગ છે. આજે વહેલી સવારથી જ સ્થાનિકો દ્વારા મંદિર પરિસરમાં રામધૂન બોલાવી વિરોધ કરવામાં આવ્યો હતો. લેખિતમાં ખાતરી નહીં મળે ત્યાં સુધી ભુખ હડતાળ અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ હતી. આ પણ વાંચોઃ Mehsana News: ઐતિહાસિક વારસો ધરાવતું વડનગર બન્યું સંતુલિત વિકાસનું આદર્શ મૉડલ

Read Full Story arrow_forward
Ahmedabad News: જમીન દસ્તાવેજના વિવાદમાં વૃદ્ધનું ફિલ્મી ઢબે અપહરણ, 3 સામે ફરિયાદ
calendar_today February 17, 2026

Ahmedabad News: જમીન દસ્તાવેજના વિવાદમાં વૃદ્ધનું ફિલ્મી ઢબે અપહરણ, 3 સામે ફરિયાદ

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં વર્ષો જૂના જમીનના સોદાને લઈને ચાલી રહેલી અદાવતે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. વર્ષો પહેલા આપેલી જમીનનો દસ્તાવેજ ન કરી આપવા જેવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ એક વૃદ્ધનું અપહરણ કરી તેમને માર મારતા પોલીસ તંત્ર દોડતું થયું છે. ફરિયાદી વૃદ્ધે વર્ષો પહેલા આરોપીઓને એક જમીન આપી હતી. જોકે, કોઈ કારણોસર આ જમીનના દસ્તાવેજની પ્રક્રિયા બાકી હતી.જમીનના વેચાણને લઈને વૃદ્ધનું અપહરણ કરાયુ,દસ્તાવેજ કરી આપવા બાબતે આરોપીઓ સતત દબાણ કરી રહ્યા હતા. આ વિવાદ એટલો વકર્યો કે આરોપીઓએ વૃદ્ધનું અપહરણ કર્યું અને તેમને અવાવરું જગ્યાએ લઈ જઈ લાકડીઓ વડે બેરહેમ માર માર્યો હતો. વૃદ્ધને ગંભીર ઈજાઓ પહોંચાડી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે ભોગ બનનારના પરિવારની ફરિયાદના આધારે ઓઢવ પોલીસે 3 આરોપીઓ સામે અપહરણ અને મારપીટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અપહરણ કરી લાકડીથી ફટકારતા નોંધાઈ ફરિયાદતપાસના મુખ્ય મુદ્દાઓ: અપહરણમાં કયા વાહનનો ઉપયોગ થયો હતો? જમીન વેચાણના કયા દસ્તાવેજોના કારણે આટલો મોટો વિવાદ થયો? ફરાર ત્રણેય આરોપીઓ ક્યાં છુપાયા છે? પોલીસે આરોપીઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે અને સીસીટીવી ફૂટેજની મદદથી તેમની હિલચાલ ટ્રેસ કરવામાં આવી રહી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward