android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News: એકલ માતાના મંદિર પાસે યુવક-યુવતીના મૃતદેહ મળ્યા
calendar_today February 6, 2026

Ahmedabad News: એકલ માતાના મંદિર પાસે યુવક-યુવતીના મૃતદેહ મળ્યા

અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના બગોદરા પાસે આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. બગોદરા-ધંધુકા માર્ગ પર આવેલા એક પ્રસિદ્ધ મંદિર પાસે યુવક અને યુવતીની લટકતી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટના પ્રેમ પ્રકરણને કારણે હોવાની પ્રાથમિક આશંકા સેવાઈ રહી છે.શું છે સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, બગોદરાથી ધંધુકા તરફ જવાના માર્ગ પર આવેલા 'એકલ માતાના મંદિર' નજીક વહેલી સવારે રાહદારીઓએ ઝાડ પર એક યુવક અને એક યુવતીના મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. આ દ્રશ્ય જોતા જ લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવા અને પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પોલીસનો કાફલો સમગ્ર બનાવની જાણ થતા જ 108ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી, પરંતુ તપાસ બાદ બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. બગોદરા પોલીસ પણ તુરંત સ્થળ પર પહોંચી હતી અને બંને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. તપાસના ચક્રો ગતિમાન પ્રાથમિક દ્રષ્ટિએ આ સામૂહિક આત્મહત્યાનો મામલો જણાઈ રહ્યો છે, જોકે આ પાછળનું સાચું કારણ હજુ જાણી શકાયું નથી. પોલીસ અત્યારે આ યુવક-યુવતી કોણ છે અને ક્યાંના વતની છે તેની ઓળખ કરવાની દિશામાં કામ કરી રહી છે. શું આ પ્રેમ સંબંધમાં ઉઠાવેલું અંતિમ પગલું છે કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. હાઈવે પર બનેલી આ ઘટનાને પગલે વાહનચાલકોમાં પણ ભારે કુતૂહલ અને શોક જોવા મળ્યો હતો. આ પણ વાંચો - Ahmedabad News : અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ફરી મારામારી, શર્ટ પર બ્લેડ મારી બટન તોડી વિદ્યાર્થીને મરાયો માર

Read Full Story arrow_forward
Mehsana: ઊર્જા મંત્રીના હસ્તે UGVCLની અત્યાધુનિક ડિસ્પેન્સરીનું લોકાર્પણ, 3,000 કર્મચારીઓને થશે સીધો લાભ
calendar_today February 6, 2026

Mehsana: ઊર્જા મંત્રીના હસ્તે UGVCLની અત્યાધુનિક ડિસ્પેન્સરીનું લોકાર્પણ, 3,000 કર્મચારીઓને થશે સીધો લાભ

મહેસાણા ખાતે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) ના કર્મચારીઓ અને તેમના પરિવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે UGVCL ની નવીન અત્યાધુનિક ડિસ્પેન્સરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ નવી સુવિધાને કારણે વીજ કર્મચારીઓને હવે આરોગ્યલક્ષી સેવાઓ માટે બહાર ભટકવું નહીં પડે.કર્મચારીઓને મળશે 'ઘર આંગણે' સારવારUGVCL દ્વારા અંદાજે 7 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ ડિસ્પેન્સરી તમામ આધુનિક મેડિકલ સુવિધાઓથી સજ્જ છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ કર્મચારીઓના સ્વાસ્થ્યની જાળવણી અને તેમને ઝડપી તબીબી સહાય પૂરી પાડવાનો છે. નિવૃત્ત થયેલા અને હાલ સેવામાં હોય તેવા 3,000 થી વધુ કર્મચારીઓ અને તેમના આશ્રિતોને આ સુવિધાનો સીધો લાભ મળશે.વીજ કર્મચારીઓને હવે લાંબી લાઈનોમાં ઊભા રહ્યા વગર ઝડપથી દવાઓ અને પ્રાથમિક સારવાર મળી રહેશે.7 લાખના ખર્ચે મેડિકલ સાધનો અને જરૂરી સુવિધાઓ સાથે આ સેન્ટર કાર્યરત કરાયું છે.સ્માર્ટ મીટર અને એગ્રીકલ્ચર કનેક્શન પર મંત્રીની સમીક્ષાલોકાર્પણ કાર્યક્રમ બાદ ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલે UGVCL ના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ રાજ્ય સરકારની પ્રાથમિકતા સમાન સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશનની કામગીરી અને ખેડૂતોને આપવામાં આવતા એગ્રીકલ્ચર કનેક્શનની સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી કે વીજ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ લાવવામાં આવે.આ પણ વાંચો:Jamnagar: અડધી રાત્રે આતંક મચાવતી બાઇકર્સ ટોળકીને પોલીસે ભણાવ્યો પાઠ, 24 શખ્સો ઝડપાયા

Read Full Story arrow_forward
Amreli News: બગસરામાં પત્ની અને પુત્રએ સાથે મળીને ઘરના મોભીને પતાવી દીધા!
calendar_today February 6, 2026

Amreli News: બગસરામાં પત્ની અને પુત્રએ સાથે મળીને ઘરના મોભીને પતાવી દીધા!

અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં માનવતાને શરમાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. લોહીના સંબંધો જ્યારે દુશ્મન બની જાય ત્યારે કેવી ભયાનક સ્થિતિ સર્જાય છે, તેનો પુરાવો બગસરાના વાડી વિસ્તારમાં જોવા મળ્યો છે. અહીં એક પત્નીએ પોતાના જ દીકરા સાથે મળીને પોતાના પતિની નિર્મમ હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના બગસરાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. સામાન્ય બોલાચાલી કે અન્ય કોઈ અગમ્ય કારણોસર મામલો એટલો બિચક્યો કે પત્ની અને પુત્રએ આવેશમાં આવી જઈ ઘરના મોભી (પતિ) પર જીવલેણ હુમલો કરી દીધો હતો. આ હુમલામાં પતિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઇજાગ્રસ્ત પત્ની સારવાર હેઠળ નવાઈની વાત એ છે કે, આ ઝઘડા અને હિંસક ઘટના દરમિયાન પત્નીને પણ શરીરે ઇજાઓ પહોંચી હતી. તેને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવી છે. બીજી તરફ, મૃતકના દેહને પોસ્ટ મોર્ટમ માટે બગસરાની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ તપાસ તેજ બનાવની જાણ થતા જ બગસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને હત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. શું આ હત્યા કોઈ પારિવારિક કલેશનું પરિણામ છે કે પછી તેની પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે, તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી રહી છે. આ ઘટનાને પગલે સ્થાનિક ખેતમજૂરો અને વાડી વિસ્તારના લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Amreli News: જેલમાં કેદીને સુવિધાઓ આપવા પાંચ હજારની લાંચ લેતા સુબેદાર હીરા સોલંકી ઝડપાયા

Read Full Story arrow_forward