android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: રાધે ટેર્નામેન્ટ વિસ્તારમાં વોલ્ટેજની વધઘટથી વીજ ઉપકરણોને નુકસાન
calendar_today February 5, 2026

Surendranagar: રાધે ટેર્નામેન્ટ વિસ્તારમાં વોલ્ટેજની વધઘટથી વીજ ઉપકરણોને નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લામાં સામાન્ય રીતે ચોમાસાના દિવસોમાં વીજ ધાંધીયા જોવા મળે છે. ત્યારે હાલ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સમયે શહેરના રાધે ટેર્નામેન્ટમાં હાઈ-લો વોલ્ટેજથી રહીશોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. વધુમાં મળતી માહીતી મુજબ તા. 5મીને ગુરૂવારે સવારના સમયે સુરેન્દ્રનગર શહેરના રાધે ટેર્નામેન્ટ વિસ્તારમાં અચાનક વીજ પુરવઠો હાઈ-લો વોલ્ટેજ સાથે આવતો થયો હતો. જેને લઈને 50થી વધુ લોકોના ઘરે પંખા, ફરીઝ, કોમ્પ્યુટર, વોશીંગ મશીન સહિતના વીજ ઉપકરણોને ભારે નુકશાન થયુ છે. સવારના સમયે બનેલી ઘટનાથી રાધે ટેર્નામેન્ટના રહીશોમાં રોષ ફેલાયોછે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar: રતનપર અને લીંબડીના રહેણાંક મકાનમાં દારૂની બદી પર પોલીસ દ્વારા દરોડા
calendar_today February 5, 2026

Surendranagar: રતનપર અને લીંબડીના રહેણાંક મકાનમાં દારૂની બદી પર પોલીસ દ્વારા દરોડા

સુરેન્દ્રનગરના રતનપરની શેરી નં. 10 અને લીંબડીના જીનપરા વિસ્તારમાં આવેલ મકાનોમાં પોલીસે દારૂની બાતમીને આધારે રેડ કરી હતી. બન્ને સ્થળેથી કુલ રૂ. 1.26 લાખનો દારૂ જપ્ત કરાયો છે.જોરાવરનગર પોલીસ મથકની ટીમને પેટ્રોલિંગ દરમિયાન રતનપર શેરી નં. 10માં રહેતા પિતા-પુત્ર મનોજ અને ઉત્તમ તેમના મકાનમાં દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. જયારે ઘરમાં તપાસ કરાતા ઘરના રૂમમાં સોફા પાછળથી, પાણીયારામાં પડેલ બે સ્ટીલના બે બેડામાંથી કબાટ ઉપરથી, સીડી પાસેથી વિદેશી દારૂની કુલ નાની મોટી 88 બોટલો કિંમત રૂ. 42,800નો મુદ્દામાલ ઝડપાયો હતો. આથી પિત મનોજ ઉર્ફે મનજી વશરામભાઈ વાઘેલા અને પુત્ર ઉત્તમ મનોજભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધી બન્નેને ઝડપી લેવા વધુ તપાસ હાથ ધરાઈ છે. જયારે લીંબડી પીઆઈ સહિતનાઓને પેટ્રોલિંગ દરમિયાન લીંબડીના જીનપરામાં રહેતા વિનુ કાળુભાઈ ચોસલા, સ્વરાજ ઉર્ફે સવો રઘુભાઈ ચોસલા તેના ઘરે દારૂ રાખી વેચાણ કરતા હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં આરોપીઓ હાજર મળી આવ્યા ન હતા. જયારે પોલીસે દારૂની 54 બોટલ કિંમત રૂ. 83,870ની જપ્ત કરી હતી. આ અંગે લીંબડી પોલીસ મથકે બન્ને આરોપીઓ તથા તપાસમાં ખુલે તે તમામ સામે પ્રોહીબીશન મુજબ ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એમ. એમ. બારૈયા ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: દાલોદ-વિંઝુવાડા રોડ પર ગટરના પાણી ભરાતાં નર્કાગારની સ્થિતિ : સ્થાનિક લોકોમાં રોષ
calendar_today February 5, 2026

Mandal: દાલોદ-વિંઝુવાડા રોડ પર ગટરના પાણી ભરાતાં નર્કાગારની સ્થિતિ : સ્થાનિક લોકોમાં રોષ

માંડલ તાલુકાના દાલોદ ગામથી વિંઝુવાડા તરફ જવાના રોડ સાઈડમાં ગટરના ગંદા પાણી ભરાઈ જવાના કારણે વિસ્તારમાં ચોતરફ દુર્ગંધ પ્રસરી હોવાથી લોકો સ્થાનિકો, રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે. ગટર લાઈનમાં ભંગાણ પડતાં ગંદા પાણી જાહેર માર્ગની બાજુમાં ભરાઈ ગયું છે અને લોકો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આજદિન સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યાં નથી. રોડની સાઈડમાં ગટરના ગંદા પાણી ભરાઈ જવાના કારણે અતિશય દુર્ગંધ ફેલાવવાથી લોકોનું સ્વાસ્થય પણ જોખમમાં મુકાય તેવી સ્થિતિ ઉભી થઈ છે. તેમજ તાજેતરમાં તાલુકા વિકાસ અધિકારીને પણ આ બાબતે રજૂઆત કરી સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરાઈ છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward