android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ધોળિયામાં સરકારી જમીનમાં કૂવા ગાળી ખનીજ ચોરી કરનાર 4 સામે લેન્ડ ગ્રેબીંગ
calendar_today February 5, 2026

Surendranagar: ધોળિયામાં સરકારી જમીનમાં કૂવા ગાળી ખનીજ ચોરી કરનાર 4 સામે લેન્ડ ગ્રેબીંગ

મૂળી તાલુકાના ધોળીયા ગામની સીમમાં ગત જુલાઈ-2025માં નાયબ કલેકટરની ટીમે ખનીજ ખનન અંગે રેડ કરી હતી. જેમાં સરકારી જમીનમાં 7 કુવા ગાળી તેમાંથી ખનીજ ચોરી સામે આવી હતી. ત્યારે આ બનાવમાં 4 શખ્સો સામે સરકારી જમીન પર કબજો જમાવી નફો રળવાની પ્રવૃતી બદલ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ મૂળી પોલીસ મથકે નોંધાઈ છે.ચોટીલા નાયબ કલેકટર એચ.ટી.મકવાણા અને મૂળી મામલતદાર સહિતની ટીમે તા. 30-7-25ના રોજ મૂળી તાલુકાના ધોળીયા ગામે ગેરકાયદેસર ખનીજ ખનનની બાતમીને આધારે રેડ કરી હતી. જેમાં 7 કુવાઓમાંથી લાઈવ ખનન ચાલુ હતુ. જેમાં કામ કરતા 38 મજુરોને રેસ્કયુ કરાયા હતા. જયારે 4 ટ્રેકટર, કમ્પ્રેશર, ચરખી સહિત રૂ. 36 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ હતી. આ તપાસ દરમિયાન આ કુવા સરકારી જમીન પર આવેલ હોવાનું તથા તેમાં પલાસાના ભરત રઘુભાઈ સારલા, સુનીલ હનાભાઈ ફીસડીયા અને ધોળીયાનો અમકુ ભુપતભાઈ થરેસા ગેરકાયદેસર ખનન કરાવતા હતા. જયારે વીવીધ સાધનો વડે ખનન કરતા કોન્ટ્રાકટર ખાખરાળાના રઘુ છનાભાઈ નંદીસાળીયાને પુછતા તેને પ્રતિ એક ટનના રૂ. 1 હજાર મળતા હતા. આથી સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનન કરી નફો મેળવવાના કૃત્ય બદલ ચારેય સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ અરજી થઈ હતી. આ અંગે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગત તા. 21-11-25ના રોજ મળેલ બેઠકમાં પોલીસ ફરિયાદ દાખલ કરવાનો હુકમ થયો હતો. આથી ગત તા. 03-02-2026ના રોજ સાંજે મૂળી મામલતદાર પારૂલબેન મીનેશકુમાર શાહે મૂળી પોલીસ મથકે ચારેય આરોપીઓ સામે લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધી છે. બનાવની વધુ તપાસ પીઆઈ કે. બી. વિહોલ ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Botad: રાણપુરના જાળીલા ગામે રખડતા શ્વાનોએ ત્રાટકીને વાડામાં બાંધેલા 80 ઘેટા પર હુમલો
calendar_today February 5, 2026

Botad: રાણપુરના જાળીલા ગામે રખડતા શ્વાનોએ ત્રાટકીને વાડામાં બાંધેલા 80 ઘેટા પર હુમલો

બોટાદ જિલ્લામાં રાણપુર તાલુકાના જાળીલા ગામે મંગળવારે રાત્રિના સુમારે એક ગંભીર બનાવ બન્યો હતો. જાળીયા ગામના હરજીભાઈ રાઘાભાઇ સાંચલા નામના પશુપાલકના વાડામાં સાતથી આઠ ભટકતા કુતરાઓ વાડામાં કૂદીને ઘૂસી ગયા હતા અને અંદાજે 80 ઘેટાં પર અચાનક હુમલો કર્યો હતો. આ ભયાનક હુમલામાં લગભગ 40 ઘેટાંનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે 30 જેટલા ઘેટાંને નાની-મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.ઘટનાની જાણ થતા જ પશુપાલક તાત્કાલિક પોતાના વાડામાં દોડી આવ્યા હતા અને બૂમાબૂમ કરતા કુતરાઓને ભગાડવામાં સફ્ળ રહ્યા હતા. આ બનાવની માહિતી મળતા જ જાળીલા ગામના સરપંચ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જરૂરી મદદરૂપ કાર્યવાહી હાથ ધરી હતી. ઈજાગ્રસ્ત ઘેટાઓને તાત્કાલિક સારવાર માટે પશુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાથી પશુપાલકોને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ગામમાં ભટકતા કુતરાઓના આતંકને કારણે પશુપાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકો દ્વારા તંત્રને ભટકતા કુતરાઓ પર નિયંત્રણ લાવવા અને પશુપાલકોને યોગ્ય વળતર આપવા માટે માંગ ઉઠાવવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Patan: હારીજના અડિયા ગામે સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજનો સમુહલગ્ન મહોત્સવ રંગેચંગે યોજાયો
calendar_today February 5, 2026

Patan: હારીજના અડિયા ગામે સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજનો સમુહલગ્ન મહોત્સવ રંગેચંગે યોજાયો

હારીજ તાલુકાના અડિયા ગામે સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમુહલગ્ન મહોત્સવ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. સાથે સાથે અન્ય રાજકીય આગેવાનો તથા સમાજના શ્રોષ્ઠીઓની હાજરીમાં સમાજના 22 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. અડિયા ગામે ગુરૂવારે સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય સમુહલગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાતાઓના સહયોગથી તમામ લગ્નગ્રંથિથી જોડાયેલી દિકરીઓને ભેટ સોગાદો અને કરીયાવર ભેટરૂપે આપવામાં આવી હતી. સાથે સાથે રક્તદાન શિબિર પણ રાખવામાં આવી હતી. યોજાયેલ સમુહલગ્ન પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ સમાજના આમંત્રણને માન આપીને લગ્નગ્રંથિથી જોડાનાર 22 નવયુગલોને આશિર્વાદ આપવા પહોંચ્યા હતા. તેમનું સમાજ દ્વારા સન્માન કર્યું આવકાર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવદંપતીઓને આશિર્વાદ આપતાં જણાવ્યું હતું કે. તમારૂં વૈવાહિક જીવન પ્રેમ, વિશ્વાસ,સમજણ અને સંયમથી ભરપુર રહે તેમજ એક બીજાને જીવનસાથી નહીં પરંતુ પરિવાર,સમાજ અને રાષ્ટ્રના જવાબદાર નાગરિક તરીકે આગળ વધો તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. સાથે વધુમાં તેમણે કહ્યું હતું કે જ્યારે હું અહીં આવ્યો તે સમયે કોઈએ ફોન કરી આજે કોઈ કાર્યક્રમ ન રાખતા બહું લેટ થાય છે તેમ કહ્યું હતું. પરંતુ જે રીતે બેઠા છીએ તે રીતે સમાજ અને સમાજની રીતે સરકારી તરીકે અમારે જ્યાં પણ આવવું પડે ત્યાં જઈશું અને સરકાર તમારી સાથે જ છે તેમ જણાવી તમામને લગ્નજીવનની શુભકામનાઓ પાઠવી હતી.યોજાયેલ સમુહલગ્ન દરમિયાન સમાજની એક નવી એપ લોન્ચ કરવામાં આવી હતી. જે સમાજને ડિજિટલ પ્લેટફોર્મ પર જોડવામાં મદદરૂપ બનશે. યોજાયેલ કાર્યક્રમમાં સત્તાવીસ લેઉવા પાટીદાર સમાજના શ્રોષ્ઠીઓ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward