android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jammu Kashmirના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, હાથ ધરાયુ સર્ચ ઓપરેશન
calendar_today February 4, 2026

Jammu Kashmirના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, હાથ ધરાયુ સર્ચ ઓપરેશન

આ અથડામણમાં કોર્ડન-એન્ડ-સર્ચ ઓપરેશન વધુ તીવ્ર બનાવ્યું છે. આ વિસ્તારમાં બે થી ત્રણ જૈશ આતંકવાદીઓ હાજર છે. આતંકવાદીઓને ઘેરી લેવાયા ભારતીય સેના જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે સતત કાર્યવાહી કરી રહી છે. દરમિયાન, જમ્મુ વિભાગના કિશ્તવાડ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. સેનાએ બે થી ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને ઘેરી લીધા છે અને સમગ્ર વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કિશ્તવાડ જિલ્લાના છત્રુ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ છે. આતંકવાદીઓ કોઈપણ ભોગે ભાગી ન જાય તે માટે સેનાના જવાનો નજીકથી નજર રાખી રહ્યા છે. ઉધમપુર જિલ્લામાં આતંકવાદીઓ ઠાર ઉધમપુર જિલ્લામાં સુરક્ષા દળોએ મોટી સફળતા મેળવી હતી. એન્કાઉન્ટરમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ આતંકવાદીઓ બસંતગઢની ગુફામાં છુપાયેલા હતા અને સેના દ્વારા તેમને ઠાર મરાયા હતા. સેના, પોલીસ અને CRPFની સંયુક્ત ટીમો આતંકવાદીઓનો પીછો કરી રહી હતી. આ એન્કાઉન્ટર રામનગરના જાફર વિસ્તારમાં થયું હતું, જ્યાં આતંકવાદીઓ છુપાયેલા હતા. સુરક્ષા દળોએ ઘટનાસ્થળેથી શસ્ત્રો જપ્ત કર્યા હતા. આતંકવાદીઓ હતા ભાગવાના પ્રયાસમાં સેનાના અધિકારીએ જણાવ્યું હતું કે, એન્કાઉન્ટરમાં જૈશના ટોચના કમાન્ડર સહિત બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓએ અંધારાનો લાભ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વિસ્તારમાં ફરીથી ગોળીબાર અને જોરદાર વિસ્ફોટ થયા. તેમણે કહ્યું કે આ પછી, ઘેરાબંધીને વધુ મજબૂત બનાવવા માટે પેરાટ્રૂપર્સ અને ડોગ સ્ક્વોડ સહિત વધારાના સૈન્ય દળોને સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. આ પણ વાંચોઃ  ફ્રેન્ચ પોલીસના Xની પેરિસ ઓફિસ પર દરોડા, Elon Muskએ ગણાવ્યો રાજકીય હુમલો

Read Full Story arrow_forward
Muktinath યાત્રાને સરળ બનાવવા માટે ભારત અને નેપાળ વચ્ચે બસ સેવા શરૂ
calendar_today February 4, 2026

Muktinath યાત્રાને સરળ બનાવવા માટે ભારત અને નેપાળ વચ્ચે બસ સેવા શરૂ

બસના પ્રવાસ બાદ શ્રદ્ધાળુઓ અન્ય માર્ગો દ્વારા મુક્તિનાથની યાત્રા કરી શકશે. સીધી બસ સેવા શરૂ નેપાળમાં મુક્તિનાથની યાત્રાને સરળ કરવા માટે 4 ફેબ્રુઆરી 2026એ મ્યાગદી જિલ્લાના બેની અને નવી દિલ્હી વચ્ચે સીધી બસ સેવા શરૂ કરાઇ છે. નેપાળ-ભારત મિત્રતા બસ સેવા મોર્ડન એરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને સૃષ્ટિ પરિવહન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે ચલાવાશે. રાજધાની કાઠમંડુના અધિકારીઓએ જાહેરાત કરી હતી કે, નેપાળના પ્રખ્યાત હિન્દુ અને બૌદ્ધ યાત્રાધામ મુક્તિનાથની યાત્રા કરતા યાત્રાળુઓને સુવિધા આપવા માટે બુધવારે નેપાળની બેની મ્યુનિસિપાલિટીને ભારતની રાજધાની નવી દિલ્હી સાથે જોડતી સીધી બસ સેવા શરૂ કરાઇ છે. નેપાળ-ભારત મિત્રતા બસ સેવાનું ઉદ્ઘાટન બેની એ ગંડકી પ્રાંતના મુસ્તાંગ જિલ્લામાં સ્થિત એક પ્રાચીન વિષ્ણુ મંદિર મુક્તિનાથનું પ્રવેશદ્વાર છે. "મુક્તિના ભગવાન" તરીકે ઓળખાતું મુક્તિનાથ મંદિર હિન્દુઓ અને બૌદ્ધો બંને માટે પવિત્ર છે. જેઓ તેને અનુક્રમે હિન્દુ દેવતા વિષ્ણુ અને બૌદ્ધ દેવતા અવલોકિતેશ્વરના નિવાસસ્થાન તરીકે પૂજે છે. કાઠમંડુના ડેપ્યુટી મેયર જ્યોતિ લામિછાનેના જણાવ્યા અનુસાર, મોર્ડન એરા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ અને સૃષ્ટિ પર્વત પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે શરૂ કરાયેલ નેપાળ-ભારત મિત્રતા બસ સેવાનું ઉદ્ઘાટન બેની મ્યુનિસિપાલિટીના મેયર સુરત કે.સી.એ કર્યુ છે. યાત્રાનો ખર્ચ કેટલો ? નવી દિલ્હીથી બેની પહોંચવામાં લગભગ 27 કલાક લાગશે. બેનીથી દરરોજ સવારે 6:45 વાગ્યે અને નવી દિલ્હીથી સાંજે 4:00 વાગ્યે બસ ઉપડે છે. બેની-નવી દિલ્હી રૂટનું ભાડું NPR 5,400 છે અને નવી દિલ્હી-બેની રૂટનું ભાડું 3,200 રૂપિયા છે. આ બસમાં 45 મુસાફરોની બેસવાની ક્ષમતા છે અને તે લગભગ 1,400 કિમીનું અંતર કાપે છે. બેનીથી, મુસાફરો જીપ, ટેક્સી અથવા લોકલ બસ દ્વારા પડોશી મુસ્તાંગ જિલ્લામાં મુક્તિનાથ મંદિર સુધી ત્રણથી ચાર કલાકમાં પહોંચી શકે છે. આ પણ વાંચોઃ Jammu Kashmirના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, હાથ ધરાયુ સર્ચ ઓપરેશન

Read Full Story arrow_forward
Stock Market Fraud : મુંબઈના વૃદ્ધ વ્યક્તિ સાથે 11 કરોડની મોટી છેતરપિંડી, ઉંચો નફો મેળવવાની લાલચમાં મૂડી પણ ગુમાવી
calendar_today February 4, 2026

Stock Market Fraud : મુંબઈના વૃદ્ધ વ્યક્તિ સાથે 11 કરોડની મોટી છેતરપિંડી, ઉંચો નફો મેળવવાની લાલચમાં મૂડી પણ ગુમાવી

મુંબઈના એક 68 વર્ષીય વૃદ્ધ સાથે 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. શેરબજારમાં રોકાણ કરવાના બહાને વૃદ્ધ વ્યક્તિને લૂંટવામાં આવ્યો છે. મોટી કમાણીના વચન આપીને એક વૃદ્ધ વ્યક્તિને મોટું નુકસાન થયું છે. મુંબઈના એક 68 વર્ષીય વૃદ્ધ સાથે 11 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. શેરબજારમાં રોકાણ કરવાના બહાને વૃદ્ધ વ્યક્તિને લૂંટવામાં આવ્યો છે.20 દિવસમાં 11 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા આ વૃદ્ધ વ્યક્તિએ ઈન્ટરનેટ પર રોકાણ સંબંધિત એક આકર્ષક જાહેરાત જોઈ, આ જાહેરાતમાં ઊંચા નફાનો દાવો કરવામાં આવ્યો હતો. તેના પર વિશ્વાસ કરીને તેણે જાહેરાતમાં આપેલી લિંક પર ક્લિક કર્યું. લિંક દ્વારા તેને વોટ્સએપ ગ્રુપમાં જોડવામાં આવ્યો, આ ગ્રુપમાં શેરબજારના નિષ્ણાતો હોવાનો દાવો કરતા નકલી વિશ્લેષકો અને કેટલાક કથિત ગ્રાહકો સતત વાતચીત કરી રહ્યા હતા. જૂથે મોટા પૈસા, IPOમાં રોકાણ અને પ્રેફરન્શિયલ શેરમાંથી નોંધપાત્ર નફો મેળવવા વિશે વાત કરી હતી. આ વાતચીતોએ વૃદ્ધ વ્યક્તિને ખાતરી આપી હતી કે તેમનું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. છેતરપિંડી કરનારાઓનો શિકાર બનીને વૃદ્ધ વ્યક્તિએ 20 દિવસમાં આશરે ₹11 કરોડ 12થી વધુ ખાતામાં ટ્રાન્સફર કર્યા. કેવી રીતે છેતરપિંડીની થઈ શંકા? આવા કિસ્સાઓમાં છેતરપિંડી/બનાવટી વિશ્લેષકો અને ગ્રાહકો વોટ્સએપ ગ્રુપમાં વાતચીત કરે છે. તેઓ ઊંચા નફા, IPO અને પ્રેફરન્શિયલ એલોટમેન્ટનું વચન આપે છે. એપ છેતરપિંડી કરાયેલા વ્યક્તિઓના નકલી પોઝિશન અને ઊંચા MTM નફાને દર્શાવે છે. આ કિસ્સામાં પણ પીડિતાએ તેનું 11 કરોડનું રોકાણ 18 કરોડ સુધી વધીને જોયું. જ્યારે તેણે તે ઉપાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેની પાસે બીજા 8 કરોડ માગવામાં આવ્યા. આ સમયે તેને છેતરપિંડી થઈ હોવાની શંકા ગઈ અને સમગ્ર મામલો સામે આવ્યો છે. જો તમારી સાથે છેતરપિંડી થાય તો શું કરવું? જો તમે આવી છેતરપિંડીનો ભોગ બનો તો તાત્કાલિક 1930 પર કૉલ કરીને તેમને જાણ કરો. 1930એ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ છે. તમારી બેન્કને પણ તાત્કાલિક જાણ કરો. આ સાથે જ વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલોથી દૂર રહેવું. કોઈપણ અનરજિસ્ટર્ડ સલાહકાર સેવાઓમાં જોડાવું નહીં. વેરિફિકેશન વગર કોઈને પૈસા આપવા નહીં.આ પણ વાંચો : Jammu Kashmirના કિશ્તવાડમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, હાથ ધરાયુ સર્ચ ઓપરેશન

Read Full Story arrow_forward