Ahmedabad News : નવજાત બાળકોના સોદાગર પર સકંજો, 7 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે યુનુસ સિંધી
આંતરરાજ્ય નવજાત બાળ તસ્કરી કેસમાં ધરપકડ કરાયેલા મુખ્ય આરોપી યુનુસખાન ઉર્ફે યુનુસ સિંધીને પોલીસ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીના રિમાન્ડની માંગણી કરતા જણાવ્યું હતું કે, આ રેકેટના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા છે અને હજુ પણ અનેક બાળકોની તસ્કરી થઈ હોવાની આશંકા છે. કોર્ટે તમામ દલીલોને ધ્યાને રાખીને આરોપી યુનુસખાનના તારીખ 07/02/2026 સુધીના એટલે કે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ સમયગાળા દરમિયાન પોલીસ આરોપીની કડક પૂછપરછ કરશે, જેમાં બાળકો ક્યાંથી લાવવામાં આવતા અને કોને વેચવામાં આવતા તે અંગેના ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.બાળ તસ્કરી કેસમાં મોટી સફળતા બીજી તરફ, આ જ કેસમાં અગાઉ પકડાયેલા અન્ય ત્રણ આરોપીઓના રિમાન્ડની મુદત પૂર્ણ થતા તેમને ફરી કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. અદાલતે આ ત્રણેય આરોપીઓને સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો છે. પોલીસ હવે યુનુસ સિંધીના રિમાન્ડ દરમિયાન તેની મોડસ ઓપરેન્ડી અને આ નેટવર્કમાં સામેલ અન્ય સફેદપોશ લોકો કે એજન્ટો વિશે માહિતી એકત્રિત કરશે. આગામી દિવસોમાં આ મામલે અન્ય રાજ્યોમાં પણ પોલીસની તપાસ લંબાઈ શકે છે. આ પણ વાંચો : Valsad માં ભ્રષ્ટાચારનો ‘બ્રિજ’ ખખડ્યો, વારોલી બ્રિજમાં મોટી તિરાડો પડતા લોકોમાં ફફડાટ
Read Full Story arrow_forward