android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News : થરાદના વાડિયા ગામે એક જ સમાજના જૂથ વચ્ચે બબાલ, રૂપિયાની લેતીદેતીમાં બબાલ થતા મામલો બિચકયો
calendar_today January 28, 2026

Banaskantha News : થરાદના વાડિયા ગામે એક જ સમાજના જૂથ વચ્ચે બબાલ, રૂપિયાની લેતીદેતીમાં બબાલ થતા મામલો બિચકયો

બનાસકાંઠાના થરાદના વાડિયા ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી અને પોલીસે સમગ્ર ઘટનામાં બન્ને પક્ષ સામે ફરિયાદ નોંધી છે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, અને બબાલ વણસે નહી તેને લઈ પોલીસની એક ટીમ સ્ટેન્ડબાય છે, થરાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.થરાદના વાડિયા ગામે એક જ સમાજના જૂથ વચ્ચે બબાલ થરાદના વાડિયા ગામે એક જ સમાજના જૂથ વચ્ચે બબાલ થઈ છે અને પૈસાની લેતીદેતીમાં બંન્ને પક્ષના પરિવારો વચ્ચે બબાલ થઈ હોવાની વાત સામે આવી છે, બબાલમાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે અને બંન્ને પક્ષના લોકો વિરુદ્ધ સામ-સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, આ સમગ્ર કેસમાં અગાઉ પણ બન્ને પક્ષ વચ્ચે માથાકૂટ થઈ હોવાની વાત સામે આવી હતી.રૂપિયાની લેતીદેતીમાં બબાલ થઈ હોવાની વાત સામે આવી તો રૂપિયાની લેતીદેતીમાં આ બબાલ થઈ હતી અને મારામારી એટલી હદે વણસી હતી કે, ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને પોલીસે બન્ને પક્ષે નિવેદન પણ નોંધ્યા છે, આ કેસમાં જે લોકોની તબિયત સુધારા પર છે તે લોકોને રજા આપવામાં આવી છે, હાલ મામલો થાળે પડયો છે અને કોઈ ચિંતાજનક વાત નથી. આ પણ વાંચો : Ahmedabad News : બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી લડવી મોંઘી પડશે, ઉમેદવારી ફી 1.25 લાખ કરતા HCમાં પડકારાયો

Read Full Story arrow_forward
Vadodaraમાં જીવલેણ હુમલામાં યુવકનું મોત,મહિલા મિત્રના પ્રેમ પ્રકરણમાં હુમલાનું અનુમાન, પોલીસ તપાસ શરુ
calendar_today January 28, 2026

Vadodaraમાં જીવલેણ હુમલામાં યુવકનું મોત,મહિલા મિત્રના પ્રેમ પ્રકરણમાં હુમલાનું અનુમાન, પોલીસ તપાસ શરુ

વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલામાં એક યુવકનું મોત થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મોહમદ સૈયદનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.વિશાલ કહાર નામના યુવકે મોહમદ સૈયદ પર જીવલેણ હુમલો કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ, વિશાલ કહાર નામના યુવકે મોહમદ સૈયદ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મોહમદ સૈયદને ગંભીર ઇજાઓ પહોંચી હતી સારવાર દરમિયાન તેનું મોત જેના પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મહિલા મિત્રને લઈને પ્રેમ પ્રકરણનો વિવાદ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને યુવકો વચ્ચે મહિલા મિત્રને લઈને પ્રેમ પ્રકરણનો વિવાદ ચાલી રહ્યો હતો. ઉત્તરાયણ પૂર્વે પણ બંને વચ્ચે ઝઘડો થયો હોવાની માહિતી સામે આવી છે. આ જૂના વિવાદના કારણે જ હુમલો કરવામાં આવ્યો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હુમલાનો વીડિયો વાયરલ દરમિયાન, વિશાલ કહાર દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના આધારે પોલીસે તપાસ ઝડપી બનાવી છે. પોલીસ તપાસ શરુ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.આ પણ વાંચો----    Weather News : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા, નલિયામાં સૌથી વધારે તાપમાન નોંધાયું

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : કાશ્મીરથી હિમાચલ સુધી થશે હિમવર્ષા, ગુજરાતમાં ઠંડા પવનો સાથે ઠંડીની આગાહી
calendar_today January 28, 2026

Gujarat Latest News Live : કાશ્મીરથી હિમાચલ સુધી થશે હિમવર્ષા, ગુજરાતમાં ઠંડા પવનો સાથે ઠંડીની આગાહી

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 28 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward