android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Botad News: ગત ટર્મના બે મંત્રી સિવાય ભાજપે જિલ્લામાં આખી નવી ટીમ જાહેર કરી, જાણો કોને મળ્યું સ્થાન
calendar_today January 27, 2026

Botad News: ગત ટર્મના બે મંત્રી સિવાય ભાજપે જિલ્લામાં આખી નવી ટીમ જાહેર કરી, જાણો કોને મળ્યું સ્થાન

ગુજરાત ભાજપે વધુ ત્રણ જિલ્લા સંગઠનમાં હોદ્દેદારોના નામ જાહેર કર્યા છે. જેમા સુરત, ડાંગ અને વલસાડમાં હોદ્દેદારોની નિમણૂક કરાઈ છે. આ સંગઠનમાં કૂલ 21 સભ્યોની મુખ્ય બોડી જાહેર કરાઈ છે. જેમાં આઠ ઉપાધ્યક્ષ અને આઠ મંત્રી સહિત ત્રણ મહામંત્રીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં ટૂંક સમયમાં હોદ્દેદારોની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે. ભાજપે સુરત જિલ્લાના સંગઠનમાં હોદ્દેદારોની નિમણૂક કરતા મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લામાં ભાજપની નવી ટીમ જાહેર ભાજપે બોટાદ જિલ્લામાં પણ સંગઠનના હોદ્દેદારોની નિમણૂંક કરી છે. બોટાદ જિલ્લાની નવી ટીમમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 8 મંત્રી સહિત 21 હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં અલ્પાબા ચુડાસમા, પ્રબાત રાઠોડ સહિત આઠ લોકોને ઉપપ્રમુખ બનાવાયા છે. દીપક સાબવા, વનરાજસિંહ ડાભી અને વિજ. ધલવાણીયાની મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે. યુવા, મહિલા, અનુસૂચિત જાતિ મોરચાના હોદ્દેદાર નિમાયા છે. ઉપપ્રમુખ અલ્પાબા ચુડાસમાને રીપિટ કરવામાં આવ્યા છે. ગત ટર્મના બે મંત્રી સિવાય આખી ટીમ નવી જાહેર કરાઈ છે. સુરતમાં ગત ટર્મના તમામ મહામંત્રીની બાદબાકી સુરત જિલ્લા ભાજપ સંગઠનમાં મહામંત્રી માટે ગત ટર્મના તમામ મહામંત્રીની બાદબાકી કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલની નજીકના ગણાતા જીગર નાયકનું પત્તુ કપાયું છે. જ્યારે જિલ્લા સંગઠનના મહામંત્રી પદે જગદીશ પારેખની વરણી કરાઈ છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્ય રોહિત પટેલ અને અંકુર દેસાઈની પણ વરણી કરવામાં આવી છે. ઉપ પ્રમુખ પદે ભાવેશ પટેલ સહિત આઠ સભ્યોની વરણી કરવામાં આવી છે. જિલ્લા ભાજપ સંગઠનમાં આઠ ઉપપ્રમુખ, ત્રણ મહામંત્રી અને આઠ મંત્રીઓની નિમણૂક કરવામાં આવતા રાજકીય ચર્ચાઓ તેજ બની છે. આ પણ વાંચોઃ Ahmedabad News : જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટે ASIના અધિકારીને ખખડાવ્યા, કોર્ટને રમકડું સમજો છો કહી 1 લાખ દંડ ફટકાર્યો

Read Full Story arrow_forward
Gondal: 2019ના હત્યા કેસમાં ન્યાય, સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીને ફટકારી આજીવન કેદ
calendar_today January 27, 2026

Gondal: 2019ના હત્યા કેસમાં ન્યાય, સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીને ફટકારી આજીવન કેદ

ગોંડલ સેશન્સ કોર્ટે વર્ષ 2019માં થયેલી એક ચકચારી હત્યાના કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપતા મુખ્ય આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. ન્યાયતંત્ર દ્વારા આપવામાં આવેલા આ આકરા આદેશથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.વર્ષ 2019માં ગોંડલ શહેરમાં થયેલી હત્યાનો ચુકાદો વર્ષ 2019માં ગોંડલ શહેરમાં થયેલી હત્યાના ગુનામાં હુસેનભાઈ મકસૂદભાઈ શેખા સામે ગુનો નોંધાયો હતો. આ કેસ ગોંડલ સેશન્સ કોર્ટમાં ચાલવા ઉપર આવતા, સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) બીપિનભાઈ ખંઢેરિયા અને સરકારી વકીલ ઘનશ્યામભાઈ ડોબરીયાએ કોર્ટ સમક્ષ ધારદાર દલીલો અને પુરાવાઓ રજૂ કર્યા હતા.કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ મુખ્ય આરોપી હુસેનભાઈ શેખાને હત્યાના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો છે.આ પણ વાંચો:Mahisagar: વીરપુરના બારોડા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, બે આશાસ્પદ યુવકોના મોત

Read Full Story arrow_forward
Gandhinagar News : દિલ્હીના સાત યુવકો નવસારીમાં પકડાયેલા આતંકીના ટાર્ગેટ પર હતાં, ATSની તપાસમાં ખુલાસો
calendar_today January 27, 2026

Gandhinagar News : દિલ્હીના સાત યુવકો નવસારીમાં પકડાયેલા આતંકીના ટાર્ગેટ પર હતાં, ATSની તપાસમાં ખુલાસો

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદી ગતિવિધિઓ સામે મોટી કાર્યવાહી કરતા નવસારીમાંથી ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફૈઝાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી અત્યંત પ્રભાવિત હતો. તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં રહીને ગુજરાતમાં ભય અને આતંક ફેલાવવાનું ગંભીર ષડયંત્ર રચી રહ્યો હતો. ATS ની સતર્કતાને કારણે આ લોહિયાળ ખેલ ખેલાય તે પહેલા જ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે. ફૈઝાન શેખના ટાર્ગેટમાં દિલ્હીના સાત યુવકો હતાં. આ આતંકીને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી ફૈઝાન શેખના ટાર્ગેટમાં દિલ્હીના સાત યુવકો હતાં. પયગંબર વિરૂદ્ધ કોમેટ કરનારા દિલ્હીના સાત યુવકે આ આતંકવાદીના ટાર્ગેટ પર હતાં. તેણે આ સાત યુવકોની હત્યા કરવાનો કારસો રચ્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા આ સાત યુવકોની સુરક્ષાને લઈને કાર્યવાહી ચાલુ કરાઈ છે. આ કેસમાં ગુજરાત એટીએસે વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હીના અભિષેક પાંડે, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપૂત, ડો પ્રકાશ, યુધી રાણા, અકકુ પંડિત અને વિકરાત નામના યુવકો આ આતંકીના ટાર્ગેટ પર હતાં. હુમલો કરવાની ફિરાકમાં હોવાની આશંકા ધરપકડ કરાયેલા આરોપી ફૈઝાન શેખ પાસેથી તપાસ દરમિયાન ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હોવાની આશંકા છે. હાલમાં ATS ની ટીમ તેની કડક પૂછપરછ કરી રહી છે જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે માહિતી મેળવી શકાય. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે. આ પણ વાંચોઃ Ahmedabad News : જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટે ASIના અધિકારીને ખખડાવ્યા, કોર્ટને રમકડું સમજો છો કહી 1 લાખ દંડ ફટકાર્યો

Read Full Story arrow_forward