android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad News : બોડકદેવ દંપતી મોત કેસમાં ACP નો ખુલાસો, જાણો કેવી રીતે બની સમગ્ર ઘટના...
calendar_today January 22, 2026

Ahmedabad News : બોડકદેવ દંપતી મોત કેસમાં ACP નો ખુલાસો, જાણો કેવી રીતે બની સમગ્ર ઘટના...

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં દંપતીના મોતના મામલે એ ડિવિઝન ACP જયેશ બ્રહ્મભટ્ટે મહત્વની કડીઓ જાહેર કરી છે. પોલીસ તપાસ મુજબ, ગત રાત્રે આ દંપતી પોતાના સગાને ત્યાં જમવા ગયું હતું અને ત્યાંથી પરત ફર્યા બાદ રાત્રે 12 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. યશરાજસિંહ ગોહિલની લાયસન્સ વાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ થયું હતું, જેમાં પત્નીને માથાના ભાગે ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, ગોળી વાગ્યા બાદ યશરાજસિંહે પોતે જ 108 ને ફોન કરીને જાણ કરી હતી અને પોતાની માતાને પણ કહ્યું હતું કે 'ભૂલથી ગોળી વાગી ગઈ છે'. જોકે, પત્નીના કરુણ મોતથી આઘાતમાં આવી ગયેલા યશરાજસિંહે ત્યારબાદ પોતે પણ ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું.માતાને કર્યો હતો ફોન ઘટના સમયે યશરાજસિંહના માતા ઘરમાં જ હાજર હતા, પરંતુ પરિવાર હાલમાં ઊંડા શોકમાં હોવાથી પોલીસ તેમની વિસ્તૃત પૂછપરછ કરી શકી નથી. ACP એ વધુમાં જણાવ્યું હતું કે, બંને મૃતકોને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને આખી ઘટનામાં લાયસન્સ વાળા હથિયારનો ઉપયોગ થયો છે. સત્ય જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (FPM) કરાવવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ હત્યા હતી કે અકસ્માતે થયેલું ફાયરિંગ. હાલમાં પોલીસ તમામ પાસાઓ તપાસી રહી છે અને પરિવારના નિવેદનો બાદ આ લોહીયાળ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે. આ પણ વાંચો : Gandhinagar News : ભૂતકાળના પાપ આડે આવ્યા, ગેરરીતિમાં સંડોવાયેલા 7 ઉમેદવારોની પોલીસ ભરતીની અરજી રદ

Read Full Story arrow_forward
Vadodara News: ચાલુ કારે હાર્ટ એટેક આવતા અકસ્માત, વૃદ્ધનું મોત
calendar_today January 22, 2026

Vadodara News: ચાલુ કારે હાર્ટ એટેક આવતા અકસ્માત, વૃદ્ધનું મોત

સંસ્કારી નગરી વડોદરામાં આજે એક અત્યંત દુઃખદ અને ચોંકાવનારી ઘટના બની છે. વડોદરા શહેરના કોઠી ચાર રસ્તા પાસે પોલીસ હેડ ક્વાર્ટરની નજીક એક કાર ચાલકને ચાલુ વાહને હાર્ટ એટેક આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કાર ચાલક વૃદ્ધનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા છે.ચાલુ કારે કાળનો પંજો ઘટનાની મળતી માહિતી અનુસાર, વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી જાનકી પાર્ક સોસાયટીમાં રહેતા 62 વર્ષીય હિતેશભાઈ સૂર્યકાંત ઠક્કર આજે પોતાની કાર લઈને કોઠી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન અચાનક તેમને હૃદયરોગનો હુમલો (Heart Attack) આવતા તેમણે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. બેકાબૂ બનેલી કારે રસ્તા પર જતી એક કાર અને બે ટુ-વ્હીલર વાહનોને જોરદાર ટક્કર મારી હતી. ઘટનાસ્થળે જ વૃદ્ધનું મોત અકસ્માત સર્જાયા બાદ આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જોકે, હાર્ટ એટેક એટલો તીવ્ર હતો કે હિતેશભાઈ ઠક્કરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ભયાનક ટક્કરમાં અન્ય બે વાહનચાલકો પણ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસ કાર્યવાહી ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસે મૃતક હિતેશભાઈના પરિવારજનોને જાણ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો છે. ચાલુ વાહને એટેક આવવાની આ ઘટનાએ ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય બાબતે ગંભીર ચર્ચાઓ જગાડી છે. આ પણ વાંચો - Vadodara ની ત્રણ નામાંકિત શાળાઓ પાસે કરોડોનું ભાડું અને વ્યાજ બાકી, પાલિકાએ ફટકારી નોટિસ

Read Full Story arrow_forward
Devbhumi Dwarka : સલાયામાં 400થી વધુ માછીમારો હડતાળ પર, સરકાર નિયમોમાં ફેરફાર કરે તેવી માછીમારોની માગ
calendar_today January 22, 2026

Devbhumi Dwarka : સલાયામાં 400થી વધુ માછીમારો હડતાળ પર, સરકાર નિયમોમાં ફેરફાર કરે તેવી માછીમારોની માગ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળીયા તાલુકાના સલાયા બંદરે 400થી વધુ માછીમારો હડતાળ પર ઉતર્યા છે. માછીમારોનો આરોપ છે કે ફિશરીઝ વિભાગના અંદાજે 35 જેટલા નિયમોનું યોગ્ય રીતે પાલન થતું નથી, જેના કારણે તેઓ પર અનાવશ્યક કાર્યવાહી કરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા સીધી કાર્યવાહી કરવામાં આવે છેમાછીમારોનું કહેવું છે કે બોટ માલિકો દ્વારા કેટલાક નિયમોનું પાલન ન થવાથી પોલીસ દ્વારા સીધી કાર્યવાહી કરવામાં આવે છે, જેનાથી સાચા સાગર ખેડુને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ બાબતે માછીમારોએ તંત્ર સામે કડક વિરોધ નોંધાવ્યો છે. હડતાળને વધુ ઉગ્ર બનાવવામાં આવશે માછીમારો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો સરકાર દ્વારા નિયમોમાં યોગ્ય ફેરફાર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હડતાળને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. હડતાળને પગલે સલાયા બંદર વિસ્તારમાં માછીમારી પ્રવૃત્તિ ઠપ્પ રહી છે અને સ્થાનિક અર્થતંત્ર પર પણ તેની અસર જોવા મળી રહી છે.આ પણ વાંચો----     Ahmedabad News : બોડકદેવ દંપતી મોત કેસમાં ACP નો ખુલાસો, જાણો કેવી રીતે બની સમગ્ર ઘટના...

Read Full Story arrow_forward