android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: ચોરવીરામાં ખાણ ખનીજ વિભાગનો મોટો દરોડો, 43 કૂવાઓ ખોદી ચાલતું કોલસાનું ગેરકાયદે ખનન ઝડપાયું
calendar_today January 20, 2026

Surendranagar: ચોરવીરામાં ખાણ ખનીજ વિભાગનો મોટો દરોડો, 43 કૂવાઓ ખોદી ચાલતું કોલસાનું ગેરકાયદે ખનન ઝડપાયું

ખનીજ ચોરી માટે જાણીતા સુરેન્દ્રનગર જિલ્લાના ચોરવીરા વિસ્તારમાં ફરી એકવાર ખાણ ખનીજ વિભાગે સપાટો બોલાવ્યો છે. બેફામ બનેલા ખનન માફિયાઓ સામે લાલ આંખ કરીને તંત્રએ મબલખ ગેરકાયદે ખોદકામ ઝડપી પાડ્યું છે, જેમાં અધધ 43 જેટલા કૂવાઓ ખોદીને કોલસાની ચોરી કરવામાં આવતી હોવાનું બહાર આવ્યું છે.ખનન માફિયાઓનું મોટું કારસ્તાનસુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગને બાતમી મળી હતી કે ચોરવીરા વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદે કોલસાનું ખનન ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે ટીમ દ્વારા ઓચિંતો દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે માફિયાઓએ જમીનમાં 43 જેટલા ઊંડા કૂવાઓ ખોદી નાખ્યા હતા અને તેમાંથી રાત-દિવસ કોલસો કાઢવામાં આવતો હતો.લાખોનો મુદ્દામાલ જપ્તદરોડા દરમિયાન તંત્રએ સ્થળ પરથી ખનન માટે વપરાતા સાધનો જપ્ત કર્યા છે, જેમાં લોખંડની ચરખીઓ, પાઇપો અને એન્જિન,બકેટો અને અન્ય ઓજારો આ તમામ સાધનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગે સીઝ કર્યો છે.આ પણ વાંચો: મુસાફર અચાનક બેભાન થતા મહિલા ડોક્ટર 'દેવદૂત' બન્યા, સમયસૂચકતાથી યુવકનો જીવ બચ્યો

Read Full Story arrow_forward
Bhavnagar News: ખુદ પોલીસ કર્મી જ બન્યો સાયબર ફ્રોડનો શિકાર, મોબાઈલ હેક કરી ગઠિયાએ 1.10 લાખ ઉપાડી લીધા
calendar_today January 20, 2026

Bhavnagar News: ખુદ પોલીસ કર્મી જ બન્યો સાયબર ફ્રોડનો શિકાર, મોબાઈલ હેક કરી ગઠિયાએ 1.10 લાખ ઉપાડી લીધા

ગુજરાતમાં સાયબર ફ્રોડના બનાવો છાશવારે બહાર આવી રહ્યાં છે. સાયબર ક્રાઈમ સેલ દ્વારા આવા ફ્રોડ કેસની તપાસ કરે છે. ત્યારે ભાવનગર પોલીસનો એક કર્મચારી સાયબર ફ્રોડનો શિકાર બન્યો હોવાની ઘટના બહાર આવી છે. ગઠિયાએ પોલીસ કર્મીનો મોબાઈલ હેક કરી 1.10 લાખ રૂપિયા ઉપાડી લીધા હતાં. ભરતનગરમાં આ ઘટના અંગે ફરિયાદ નોંધાઈ છે. કોન્સ્ટેબલનો મોબાઇલ હેક કરી 1.10 લાખ ઉપાડી લીધા ભાવનગરમાં પોલીસ કર્મી જ સાયબર ફ્રોડનો શિકાર બન્યો છે. ભાવનગર પોલીસ હેડ ક્વાટર્સમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જયરાજસિંહ ખુમાણ સાથે સાયબર ફ્રોડની ઘટના સામે આવી છે. આજથી છ એક મહિના પહેલા ફરિયાદી પોલીસ કર્મીનો મોબાઈલ હેક કરીને 1.10 લાખ રૂપિયાની રકમ ઉપાડી લેવામાં આવી હતી. બિહારના માધીપુર જિલ્લાના છતાપુરના સચિનકમાર દાસ સામે ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફ્રોડની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ફરિયાદ પ્રમાણે ઘટનાના સમયે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન પર અરજી કરી હોવાથી તપાસ ચાલુ હતી અને એ કારણે ફરિયાદ નોંધવામાં વિલંબ થયો હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ પણ વાંચોઃ Bhavnagar News : ભાજપના જ ધારાસભ્યએ નમો જનસેવા કેન્દ્ર બંધ કરાવ્યુ હોવાનો આક્ષેપ, કાર્યકરો અને MLA વચ્ચે વિવાદ

Read Full Story arrow_forward
Gandhinagar News: ગુરૂવારે મુખ્યમંત્રી લોકોની રજૂઆતો સાંભળશે, સ્વાગત ઓનલાઇન જનફરિયાદ કાર્યક્રમ યોજાશે
calendar_today January 20, 2026

Gandhinagar News: ગુરૂવારે મુખ્યમંત્રી લોકોની રજૂઆતો સાંભળશે, સ્વાગત ઓનલાઇન જનફરિયાદ કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરી-2026નો રાજ્ય સ્વાગત ગુરૂવાર તા.22મી જાન્યુઆરીએ યોજવામાં આવશે.વડાપ્રધાન મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો જાન્યુઆરી-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો નાગરિકો ગુરૂવાર,તા. 22મી જાન્યુઆરીના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે. મુખ્યમંત્રી ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.આ પણ વાંચોઃ Gandhinagar: દાવોસમાં ગુંજ્યો ગુજરાતનો પ્રગતિનાદ, 'વિકસિત ભારત'ના વિઝન સાથે વૈશ્વિક રોકાણકારોને આકર્ષ્યા- હર્ષ સંઘવી

Read Full Story arrow_forward