android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Rajkot: ધારાસભ્ય રમેશ ટીલાળા બન્યા એસ.ટી. બસના સારથિ, નવી રાજકોટ-ગાંધીનગર બસ સેવાના પ્રારંભે પોતે સ્ટીયરિંગ સંભાળ્યું
calendar_today January 20, 2026

Rajkot: ધારાસભ્ય રમેશ ટીલાળા બન્યા એસ.ટી. બસના સારથિ, નવી રાજકોટ-ગાંધીનગર બસ સેવાના પ્રારંભે પોતે સ્ટીયરિંગ સંભાળ્યું

 રાજકોટ વિધાનસભા-70 (દક્ષિણ) ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા આજે એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. રાજકોટથી રાજ્યના પાટનગર ગાંધીનગર વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી એડવાન્સ એસ.ટી. બસ સર્વિસના લોકાર્પણ સમયે ધારાસભ્ય પોતે બસના ડ્રાઈવરની સીટ પર બેસીને બસ ચલાવતા નજરે પડ્યા હતા.નવી બસ સેવાનું ફ્લેગ ઓફરાજકોટના મુસાફરોની સુવિધામાં વધારો કરવાના હેતુથી એસ.ટી. નિગમ દ્વારા રાજકોટ અને ગાંધીનગર વચ્ચે નવી અત્યાધુનિક બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ ટીલાળા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લીલી ઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું, પરંતુ ત્યારબાદ સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા જ્યારે તેઓ પોતે ડ્રાઈવરની સીટ પર ગોઠવાઈ ગયા હતા.ધારાસભ્યએ ચલાવી બસસામાન્ય રીતે રાજકીય નેતાઓ માત્ર ઉદ્ઘાટન કરીને નીકળી જતા હોય છે, પરંતુ રમેશ ટીલાળાએ બસનું સ્ટીયરિંગ સંભાળીને બસ ચલાવી હતી. એસ.ટી. બસ ચલાવતા ધારાસભ્યને જોવા માટે ડેપો પર લોકોના ટોળા ઉમટ્યા હતા. તેમની આ સાદગી અને ઉત્સાહ જોઈને ઉપસ્થિત લોકો અને એસ.ટી. સ્ટાફમાં પણ ભારે આશ્ચર્ય સાથે ખુશી જોવા મળી હતી.આ પણ વાંચો:ચોરવીરામાં ખાણ ખનીજ વિભાગનો મોટો દરોડો, 43 કૂવાઓ ખોદી ચાલતું કોલસાનું ગેરકાયદે ખનન ઝડપાયું

Read Full Story arrow_forward
Botad News: બાઈક ચાલક પાસે લિફ્ટ માંગવી મોંઘી પડી, વૃદ્ધાના બંને કાનમાં પહેલી બુટ્ટી ખેંચી શખ્સ ફરાર
calendar_today January 20, 2026

Botad News: બાઈક ચાલક પાસે લિફ્ટ માંગવી મોંઘી પડી, વૃદ્ધાના બંને કાનમાં પહેલી બુટ્ટી ખેંચી શખ્સ ફરાર

ગુજરાતમાં સિનિયર સિટિઝનોને લૂંટી લેવાની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. બોટાદના રાણપુર તાલુકાના ઉમરાળા ગામ પાસે એક વૃદ્ધાને બાઈક ચાલકે લૂંટી લીધા હતાં. વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટીઓની લૂંટ કરી બાઈક ચાલક ફરાર થઈ ગયો હતો. વૃદ્ધાને કાનમાં ઈજા થતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાઇકચાલકે વૃદ્ધાના કાનમાંથી સોનાની બુટ્ટી ખેંચી પ્રાપ્ત વિગતો પ્રમાણે રાણપુર તાલુકાના ઉમરાળા ગામ પાસે એક વૃદ્ધા સાથે લૂંટની ઘટના બની છે. અમુબેન જીવણભાઈ મકવાણા નામના વૃદ્ધાને બાઈક પર બેસાડ્યા હતાં અને તેમના બંને કાનમાંથી બાઈક ચાલકે સોનાની બુટ્ટી લૂંટી લીધી હતી. અમુબેન મકવાણા બોડી ગામે તેમના સંબંધીના ઘરે ગયા હતા અને ત્યાંથી ઉમરાળા ગામે જવાનું હતું.અમુબેને એક બાઈક ચાલકને ઉમરાળા સુધી લઈ જવાનુ કહેતા બાઈક ચાલકે તેમને બેસાડ્યા હતાં. વૃદ્ધાને કાનમા ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયા ઉમરાળા ગામની હદ આવતા બાઈક ચાલકે બાઈકને રોડથી નીચે ઉતારી બાવળની કાંટમા લઈ ગયો હતો. અજાણ્યા બાઈક ચાલકે વૃદ્ધાના બંને કાનમાં પહેરેલી સોનાની બુટ્ટી ખેંચી હતી અને ફરાર થઈ ગયો હતો. વૃદ્ધા થોડી વાર માટે બેભાન થઈ ગયા હતાં અને ત્યાર બાદ તેમણે બુમો પાડતા લોકો ભેગા થઈ ગયા હતાં. વૃદ્ધાને બંને કાનમાં ઈજાઓ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. જ્યાં પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Surendranagar: ચોરવીરામાં ખાણ ખનીજ વિભાગનો મોટો દરોડો, 43 કૂવાઓ ખોદી ચાલતું કોલસાનું ગેરકાયદે ખનન ઝડપાયું

Read Full Story arrow_forward
Rahul Gandhiને મળ્યુ દાદા Feroze Gandhiનું ડ્રાઇવિંગ લાયસેન્સ, માતા સોનિયા ગાંધીને તુરંત કરી જાણ
calendar_today January 20, 2026

Rahul Gandhiને મળ્યુ દાદા Feroze Gandhiનું ડ્રાઇવિંગ લાયસેન્સ, માતા સોનિયા ગાંધીને તુરંત કરી જાણ

વિકાસ સિંહે કહ્યુ હતુ કે, તેમના સંબંધીને ઘણા વર્ષો પહેલા રાયબરેલીમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન લાઇસન્સ મળ્યું હતું. તેમણે તેને સુરક્ષિત રાખ્યું હતું. રાહુલ ગાંધી થયા ભાવુક લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધીને તેમના સંસદીય મતવિસ્તાર, રાયબરેલીની મુલાકાત દરમિયાન એક ભાવનાત્મક ભેટ મળી હતી. તેમને તેમના દાદા અને ભૂતપૂર્વ સાંસદ, ફિરોઝ ગાંધીનું લાંબા સમયથી ખોવાયેલું ડ્રાઇવિંગ લાઇસન્સ ભેટમાં આપવામાં આવ્યું હતુ. આ લાઇસન્સ રાયબરેલીના સ્થાનિક પરિવાર દ્વારા દાયકાઓથી સાચવવામાં આવ્યું હતું. વિકાસ સિંહના પરિવારે આ 'વિશ્વાસ' સાચવ્યો વિકાસ સિંહના જણાવ્યા મુજબ, પરિવાર આ દસ્તાવેજને ટ્રસ્ટ માનતો હતો, અને યોગ્ય સમયે તેને ગાંધી પરિવારને પરત કરવો એ તેમની નૈતિક ફરજ હતી. તેમણે કહ્યું, જ્યારે અમને ખબર પડી કે રાહુલ ગાંધી રાયબરેલી આવી રહ્યા છે. ત્યારે અમે આ ટ્રસ્ટ તેમને સોંપવાનું નક્કી કર્યુ હતુ. સ્ટેજ પર લાઇસન્સ મેળવ્યા પછી, રાહુલ ગાંધીએ તેની કાળજીપૂર્વક તપાસ કરી અને તરત જ તેનો ફોટો તેમની માતા, વરિષ્ઠ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીને તેમના મોબાઇલ ફોન પર વોટ્સએપ દ્વારા મોકલ્યો હતો. સ્થાનિકોની યાદોમાં જીવંત ફિરોઝ ગાંધીનો જન્મ ડિસેમ્બર 1912માં થયો હતો. તેમણે 1952માં સ્વતંત્ર ભારતની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં રાયબરેલી લોકસભા બેઠક જીતી હતી. ફિરોઝ ગાંધી તેમની સ્પષ્ટવક્તા શૈલી અને સંસદમાં સ્થાપના પર સવાલ ઉઠાવવા માટે જાણીતા હતા. તેઓ ભારતના પ્રથમ વડા પ્રધાન, ઇન્દિરા ગાંધીના પતિ અને ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના પિતા હતા. ફિરોઝ ગાંધીનું અવસાન 7 સપ્ટેમ્બર, 1960 ના રોજ થયું હતું. પરંતુ રાયબરેલી સાથેનો તેમનો સંબંધ કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક રહેવાસીઓની યાદોમાં જીવંત છે. આ પણ વાંચોઃ Greenland Crisis: કોણ છે ડેનમાર્કનો ખૂંખાર આર્મી જનરલ પીટર બોયસેન?, જે Donald Trump વિરુદ્ધ લડશે યુદ્ધ 

Read Full Story arrow_forward