Coast Guard કમાન્ડર તરીકે એડિશનલ ડિરેક્ટર જનરલ એમ.વી. પાઠકે સંભાળી કમાન
19 જાન્યુઆરી 2026ના રોજ સોમવારે મુંબઈમાં આયોજિત ભવ્ય પરેડ સમારંભમાં એડિશનલ ડિરેક્ટર જનરલ એમ.વી. પાઠક, પી.ટી.એમ., ટી.એમ. એ કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) તરીકે સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો છે.અલગ અલગ જવાબદારી સંભાળી ચૂક્યા છે એમ.વી. પાઠક એડિજિ એમ.વી. પાઠક જુલાઈ 1989માં ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG)માં જોડાયા હતા. તેમને કોસ્ટ ગાર્ડના તમામ વર્ગના જહાજોનું કમાન્ડ સંભાળવાનો વિશેષ અનુભવ છે. તેમની મહત્વપૂર્ણ તટસ્થ (આશોર) નિમણૂકોમાં કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) મુંબઈ ખાતે ચીફ ઓફ સ્ટાફ, કોસ્ટ ગાર્ડ કમાન્ડર (કેરળ અને માહે), પ્રિન્સિપલ ડિરેક્ટર (એડમિનિસ્ટ્રેશન) નવી દિલ્હી, કોસ્ટ ગાર્ડ રીજન (આંદામાન અને નિકોબાર) પોર્ટ બ્લેર, કોસ્ટ ગાર્ડ રીજન (નૉર્થ ઈસ્ટ) કોલકાતા તેમજ કોસ્ટ ગાર્ડ હેડક્વાર્ટર્સ, નવી દિલ્હીમાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (ઓપરેશન અને કોસ્ટલ સિક્યોરિટી) તરીકેની જવાબદારીઓનો સમાવેશ થાય છે. દરિયાકાંઠાની સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવી મુખ્ય પ્રાથમિકતા કોસ્ટ ગાર્ડ કમાન્ડર (વેસ્ટર્ન સીબોર્ડ) તરીકે કાર્યભાર સંભાળતાં પૂર્વે તેઓ નવી દિલ્હીમાં ડેપ્યુટી ડિરેક્ટર જનરલ (CGSB) તરીકે ફરજ બજાવી રહ્યા હતા. એડિજિ એમ.વી. પાઠકને તેમના વિશિષ્ટ સેવાઓ બદલ પ્રતિષ્ઠિત 'પ્રેસિડન્ટ તટ રક્ષક મેડલ' અને 'તટ રક્ષક મેડલ'થી સન્માનિત કરવામાં આવ્યા છે. વેસ્ટર્ન સીબોર્ડની કમાન્ડ સંભાળ્યા બાદ એડિજિ પાઠકે જણાવ્યું કે રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ સાથે નજીકના સંકલન દ્વારા દરિયાકાંઠાની સુરક્ષા અને સલામતીને વધુ મજબૂત બનાવવી તેમની મુખ્ય પ્રાથમિકતા રહેશે. સાથે જ તેમણે ઉમેર્યું કે ભારતીય કોસ્ટ ગાર્ડ તેના સૂત્રવાક્ય 'વયમ રક્ષામ' એટલે કે 'અમે સુરક્ષા કરીએ છીએ' પ્રત્યે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. આ પણ વાંચો: Kuldeep Sengar ને દિલ્હી હાઈકોર્ટે આપ્યો મોટો ઝટકો, સજાને સ્થગિત કરવાની અરજીને ફગાવી
Read Full Story arrow_forward