android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live : વડોદરામાં મનપાના ટેન્કરે ફૂગ્ગા વેચનાર ગરીબ બાળકનો ભોગ લીધો, ટેન્કર ચાલકે બાળક પર વાહન ચઢાવી દીધું
calendar_today January 19, 2026

Gujarat Latest News Live : વડોદરામાં મનપાના ટેન્કરે ફૂગ્ગા વેચનાર ગરીબ બાળકનો ભોગ લીધો, ટેન્કર ચાલકે બાળક પર વાહન ચઢાવી દીધું

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 19 જાન્યુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Junagadh : પિતાની અંતિમ વિધિમાં સાથે આવવાનું કહી યુવકનું અપહરણ કર્યા બાદ બેભાન કરી અમાનુષી અત્યાચાર ગુજાર્યો, આરોપીની ધરપકડ
calendar_today January 19, 2026

Junagadh : પિતાની અંતિમ વિધિમાં સાથે આવવાનું કહી યુવકનું અપહરણ કર્યા બાદ બેભાન કરી અમાનુષી અત્યાચાર ગુજાર્યો, આરોપીની ધરપકડ

જૂનાગઢ શહેરમાં ઉતરાયણના તહેવાર પૂર્વે માનવતાને શરમાવે તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક માથાભારે શખ્સે પોતાના જ પરિચિત યુવાનને પિતાની અંતિમ વિધિમાં સાથે આવવાનું કહી તેનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેને બેભાન કરી તેના પર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. આ ચકચારી મામલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપી સાગર ચૌહાણની ધરપકડ કરી લીધી છે.અંતિમ વિધિના કેટલાક રિવાજો બાકી હોવાથી તેમની હાજરી અનિવાર્ય ગત ૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સાંજના સમયે ફરિયાદી હરેશભાઈ પરમાર પોતાના ઘરે હતા, ત્યારે તેમનો પરિચિત સાગર ચૌહાણ પોતાની બાઈક લઈને ત્યાં પહોંચ્યો હતો. સાગરે હરેશભાઈને વિશ્વાસમાં લેતા જણાવ્યું હતું કે, તેના પિતાની અંતિમ વિધિના કેટલાક રિવાજો બાકી હોવાથી તેમની હાજરી અનિવાર્ય છે. મિત્રતાના નાતે હરેશભાઈ તેની વાત પર ભરોસો કરી બાઈક પર બેસી ગયા હતા. આરોપીએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી જોકે, રસ્તામાં સાગરે બાઈક અવાવરુ દિશામાં ફેરવતા હરેશભાઈએ વિરોધ કર્યો હતો. આ સમયે આરોપીએ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમને કોઈ કેફી પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધા હતા. અત્યંત દયનીય અને અર્ધ નગ્ન હાલતમાં નનામી સાથે બંધાયેલી હાલતમાં મળી આવ્યા હતા બીજા દિવસે સવારે હરેશભાઈ ડુબલી પ્લોટ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર પાસે અત્યંત દયનીય અને અર્ધ નગ્ન હાલતમાં નનામી સાથે બંધાયેલી હાલતમાં મળી આવ્યા હતા. આરોપીએ હરેશભાઈ પર ક્રૂરતાની તમામ હદો વટાવી તેમના હાથ અને પીઠ પર ગંભીર ઈજાઓ પહોંચાડી હતી તથા શરીરના ગુપ્ત ભાગોએ ડામ આપી શારીરિક યાતનાઓ આપી હતી. ભોગ બનનારને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સાગર ચૌહાણ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે ​પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સાગર ચૌહાણ અગાઉ પણ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. .શહેરના એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી કામદાર સોસાયટીમાં રહેતા હર્ષાબેન પરમારના ઘરે જઈ, જૂની પોલીસ ફરિયાદનું મનદુઃખ રાખી હુમલો કરનાર સાગર ચૌહાણ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે.. જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આરોપી સાગર ચૌહાણ લોખંડની પાઇપ સાથે ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો. ત્યાં તેણે ફરિયાદી અને તેમના પરિવાર સાથે માથાકૂટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આરોપીએ ઘરની બહાર પડેલી ફરિયાદીની મોટરસાયકલમાં પાઇપ વડે તોડફોડ કરી અંદાજે 10,000 થી વધુનું નુકસાન કર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી આ બંને ઘટનામાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આરોપી સાગર વિરુદ્ધ અગાઉ પણ મારામારી, દારૂબંધી અને ધાક-ધમકીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પાસા હેઠળની કડક કાર્યવાહી અને 'તડીપાર'ની દરખાસ્ત કરાશે પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સાગર ચૌહાણ એક રીઢો ગુનેગાર હોવાથી તેની વધતી જતી અસામાજિક પ્રવૃત્તિઓને ડામવા માટે તેના વિરુદ્ધ 'પાસા હેઠળની કડક કાર્યવાહી અને 'તડીપાર'ની દરખાસ્ત મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. હાલ પોલીસ આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ ચલાવી રહી છે. આ પણ વાંચો-----     Ahmedabad: નશામાં ધૂત બનેલા નબીરાનો આતંક, 9 વાહનોને ટક્કર મારી, પોલીસે કહ્યું, દારુ પીધેલી હાલતમાં અકસ્માત કર્યો, વાંચો FIR

Read Full Story arrow_forward
Gandhinagar News: છ-5 સર્કલ પાસે સરકારી કાર અને ઈ-સ્કૂટર વચ્ચે અકસ્માત, સ્કુટી પાછળ બેઠેલી સગીરા થઈ ઈજાગ્રસ્ત
calendar_today January 19, 2026

Gandhinagar News: છ-5 સર્કલ પાસે સરકારી કાર અને ઈ-સ્કૂટર વચ્ચે અકસ્માત, સ્કુટી પાછળ બેઠેલી સગીરા થઈ ઈજાગ્રસ્ત

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા છ-5 સર્કલ પાસે એક સરકારી કાર અને ઈલેક્ટ્રિક (EV) સ્કૂટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.સરકારી કાર અને EV સ્કુટી વચ્ચે અકસ્માત જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ઈ-સ્કૂટર પર એક સગીરા પાછળના ભાગે બેઠેલી હતી. સરકારી કાર સાથેની ટક્કરને કારણે સ્કૂટર સવાર સગીરા રોડ પર પટકાઈ હતી, જેના કારણે તેને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ અચાનક થયેલા આ અકસ્માતથી સગીરા અને ચાલક ગભરાઈ ગયા હતા. ઇજાગ્રસ્તને સારવાર અર્થે સિવિલ ખસેડાયા ઈજાગ્રસ્ત સગીરાને તાત્કાલિક અસરથી સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તબીબો દ્વારા તેની પ્રાથમિક સારવાર હાથ ધરવામાં આવી છે. પોલીસે અકસ્માતનો ભોગ બનેલા વાહનોને સાઈડમાં ખસેડી ટ્રાફિક હળવો કર્યો હતો અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. પાટનગરના પહોળા રસ્તાઓ પર વધતા વાહનોની સ્પીડને કારણે આવા અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward