android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jambusar: કારેલીથી નીકળેલી કાવડયાત્રામાં 500થી વધુ શિવ ભક્તો જોડાયા
calendar_today September 9, 2026

Jambusar: કારેલીથી નીકળેલી કાવડયાત્રામાં 500થી વધુ શિવ ભક્તો જોડાયા

જંબુસર તાલુકાના કારેલી ગામેથી કંબોઈ ખાતે આવેલા પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ મંદિર સુધીની કાવડયાત્રાનો ધાર્મિક ઉત્સાહ અને ભક્તિમય માહોલ વચ્ચે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જય ભવાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાવડયાત્રા માં 500થી વધુ શિવભક્તો જોડાયા હતા. મોટી સંખ્યામાં કાવડિયાઓની ઉપસ્થિતિથી સમગ્ર વાતાવરણ બમ બમ ભોલે અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠયું હતું.કાવડયાત્રામાં શિવભક્તો એ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. ડીજેના તાલે વાગતા ભક્તિ સંગીત વચ્ચે કાવડિયાઓએ હાથમાં કાવડ ધારણ કરી કારેલીથી કંબોઈ તરફ્ પ્રસ્થાન કર્યું હતું. માર્ગમાં ભક્તિભાવ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.કાવડયાત્રા કંબોઈ ખાતે પહોંચ્યા બાદ શિવભક્તો દ્વારા પવિત્ર સ્તંભેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગંગાજળ અર્પણ કરી ભગવાન ભોળાનાથનો અભિષેક કરવામાં આવશે. શ્રદ્ધાળુઓ દ્વારા ભગવાન શિવના દર્શન કરી પરિવાર અને સમાજની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: જિલ્લામાં શ્રોષ્ઠ કામગીરી કરનાર 70 શ્રોષ્ઠિને નર્મદા રત્ન ઍવૉર્ડ
calendar_today September 9, 2026

Narmada: જિલ્લામાં શ્રોષ્ઠ કામગીરી કરનાર 70 શ્રોષ્ઠિને નર્મદા રત્ન ઍવૉર્ડ

રાજપીપળા : નર્મદા જિલ્લામાં સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, કાયદો અને વ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર અને શ્રોષ્ઠ કામગીરી કરનાર આશરે 70 જેટલા શ્રોષ્ઠીઓનું નર્મદા રત્ન એવોર્ડથી સન્માન કરાયું હતું. જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં પોતાની કામગીરીથી આગવી ઓળખ ઉભી કરનાર પ્રતિભાઓને મોમેન્ટો, શાલ અને બુકે અર્પણ કરી સન્માનિત કરાયા હતા. રાજપીપળા ખાતે યોજાયેલા નર્મદા રત્ન એવોર્ડ-2026 કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ અંજનાબેન વસાવા, પૂર્વ ધારાસભ્ય પી.ડી. વસાવા, રાજપીપલા નગરપાલિકા અધ્યક્ષ કુલદિપ સિંહ અલ્કેશ સિંહ ગોહેલ ડીવાયએસપી પ્રેમલ પટેલ, રાજપીપળા નગરપાલિકા પ્રમુખ શિવાનીબેન મહેતા, ચીફ્ ઓફ્સિર વૈશાલીબેન વરિયા, કિરણભાઈ વસાવા, મનોજભાઈ લાલકિયા સહિતના આગેવાનો અને વિવિધ ગામોના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સામાજિક સેવા, શિક્ષણ, આરોગ્ય, પોલીસ અને કાયદો-વ્યવસ્થા સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વ્યક્તિઓને ક્કનર્મદા રત્ન એવોર્ડક્ર આપી પ્રોત્સાહિત કરાયા હતા. સન્માનિત શ્રોષ્ઠીઓના યોગદાનની ઉપસ્થિત મહાનુભાવોએ પ્રશંસા કરી હતી. નર્મદા રત્ન એવોર્ડ-2026 કાર્યક્રમનું સમગ્ર આયોજન નર્મદા પોલીસ, સુરક્ષા સેતુ સોસાયટી, લક્ષ્યમ હોન્ડા રાજપીપળા અને NMD ન્યૂઝ નેટવર્ક, નર્મદાના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Narmada: ઇનરેકા સંચાલિત વિવિધ સંસ્થાઓમાં જન્માષ્ટમી- શિક્ષક દિનની ઉજવણી
calendar_today September 9, 2026

Narmada: ઇનરેકા સંચાલિત વિવિધ સંસ્થાઓમાં જન્માષ્ટમી- શિક્ષક દિનની ઉજવણી

દેડિયાપાડા : દેડિયાપાડા તાલુકાના ટીંબાપાડા ખાતે આવેલી ઇનરેકા સંસ્થાન સંચાલિત વંદના નર્સિંગ એન્ડ પેરા મેડિકલ કોલેજ ટીંબાપાડા, સનાતન ધર્મ શિશુ શિક્ષા સદન ટીંબાપાડા, સનાતન ધર્મ સિનિયર સેકન્ડરી સ્કૂલ ટીંબાપાડા, સનાતન ધર્મ આશ્રમશાળા ટીંબાપાડા, અપગ્રેડ સનાતન ધર્મ આશ્રમશાળા ટીંબાપાડા, વૈદેહી કન્યા આશ્રમશાળા પણગામ, અપગ્રેડ વૈદેહી કન્યા આશ્રમશાળા પણગામ, ઋષિ વાલ્મિકી છાત્રાલય ટીંબાપાડા તથા સનાતન ધર્મ કન્યા છાત્રાલય ટીંબાપાડા ખાતે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત તા. 5 સપ્ટેમ્બર, 2026ના રોજ શિક્ષક દિવસની પણ અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ શિક્ષક અને આચાર્યની ભૂમિકા ભજવી હતી અને અન્ય વિદ્યાર્થીઓને વર્ગખંડમાં અભ્યાસ કરાવ્યો હતો. શિક્ષક બનીને વિદ્યાર્થીઓએશિક્ષણ કાર્યનો અનુભવ મેળવ્યો હતો. આ પ્રસંગે ઇનરેકા સંસ્થાનના પ્રમુખ ડો. વિનોદ કુમાર કૌશિક દ્વારા શ્રી કૃષ્ણ જન્માષ્ટમી તથા શિક્ષક દિવસના મહત્વ અંગે વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward