android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar: જિલ્લામાં જુગારના 4 સ્થળે દરોડામાં 43 શખ્સો પકડાયા
calendar_today September 9, 2026

Surendranagar: જિલ્લામાં જુગારના 4 સ્થળે દરોડામાં 43 શખ્સો પકડાયા

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સુશીયા, મીઠાઘોડા, ચોટીલાના રૂપાવટી અને લીંબડીના ભથાણમાં પોલીસે જુગારની બાતમી મળતા રેડ કરી હતી. જેમાં 43 શખ્સો રોકડ, મોબાઈલ, બાઈક સહિત રૂ. 5,13,300ની મત્તા સાથે પકડાયા છે.દસાડાના સુશીયા ગામે ઈન્ચાર્જ પીઆઈ વી.આઈ.ખડીયા, ભરતસિંહ પરમાર સહિતનાઓએ રેડ કરી હતી. જેમાં જુગાર રમતા મોતી દાનુભાઈ સનુરા, અમરશી કાનાભાઈ સનીયારા, લક્ષ્મણ મધાભાઈ પરમાર, વિષ્ણુ દાનુભાઈ સનુરા, રાજુ વીરાભાઈ, ધર્મેન્દ્રસિંહ ફુલસિંહ ઝાલા, દશરથ ઉર્ફે પબો દાનાભાઈ સનુરા, રમેશ કનુજી વીરસુડીયા, રામ ચતરસંગ સોલંકી, તેજા લાલાભાઈ લેન્ચીયા, મેહુલ રસીકભાઈ સોલગામા, ચમન વશરામભાઈ રામી, લાલા બાબુભાઈ સનુરા, ભાવસંગ બાબુજી સોસેટીયા, પ્રકાશ તખાભાઈ સોસેટીયા, નટુ પ્રહલાદભાઈ સોસેટીયા, સુરજ જશુજી વાઘેલા, કુલદીપસિંહ પ્રવીણસિંહ વાઘેલા, ચુંડા બાબુભાઈ ઠાકોર, રાહુલ જેરામભાઈ સસોટીયા, કેતન સુરેશકુમાર ઠાકોર અને રાજુ સુખાભાઈ સોસેટીયા રોકડા રૂ. 1.41 લાખ, 18 મોબાઈલ, 4 બાઈક મળી કુલ રૂ. 3.41 લાખની મત્તા સાથે પકડાયા છે. જયારે દસાડાના મીઠાઘોડા ગામેથી બાબુ ભલાભાઈ મકવાણા, રમેશ વજાભાઈ મકવાણા, મુકેશ પાલાભાઈ મકવાણા, શુકલ દેવશીભાઈ સુરેલા, પાર્થીવ હીરાભાઈ ગોહીલ, સોંડા રતાભાઈ મકવાણા, રામસીંગ ધનાભાઈ કાજાણી અને હસમુખ ઈસુભા ઝાલા રોકડા રૂ. 61 હજાર, 8 મોબાઈલ સહિત રૂ. 1.01 લાખની મત્તા સાથે ઝડપાયા છે. બીજી તરફ ચોટીલાના રૂપાવટી ગામે અજાડીયા પરિવારના મઢ પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા વિપુલ વિહાભાઈ ધરજીયા, ગોરધન છગનભાઈ અજાડીયા, જીતેશ લાલજીભાઈ વાઘાણી, ભરત લાલજીભાઈ જોગરાજીયા, દેવા અરજણભાઈ દેગામા, રાજેશ મગનભાઈ અજાડીયા, નીલેશ વીભાભાઈ અજાડીયા, કાળુ હરજીભાઈ વાઘાણી, પરેશ બીજલભાઈ ધાડવી રોકડા રૂ. 54,620 સાથે ઝડપાયા છે. આ ઉપરાંત લીંબડીના ભથાણ ગામના ઝાંપા પાસે જાહેરમાં જુગાર રમતા સાદીક રસુલભાઈ પુંજાવાળા, સંજય પરસોત્તમભાઈ મેણીયા, મહેશ કેશુભાઈ મકવાણા અને મહેન્દ્ર નરશીભાઈ વાઘેલા રોકડા રૂ. 12,680, બે મોબાઈલની મત્તા સાથે પકડાયા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara: તબીબી શિક્ષણ ક્ષેત્રે સમર્પણ, માર્ગદર્શન અને નવતર પ્રયોગો માટે ઍવૉર્ડ એનાયત
calendar_today September 9, 2026

Vadodara: તબીબી શિક્ષણ ક્ષેત્રે સમર્પણ, માર્ગદર્શન અને નવતર પ્રયોગો માટે ઍવૉર્ડ એનાયત

વડોદરા : બરોડા મેડિકલ કોલેજના ફિઝિયોલોજી વિભાગના સહ-પ્રાધ્યાપક ડો. સ્વપ્નિલ પારલીકરને પ્રતિષ્ઠિત MEU ઇન્ડિયા ટીચર્સ ડે એવોર્ડ-2026થી નવાજવામાં આવ્યા છે. ભારતભરમાંથી તબીબી શિક્ષણક્ષેત્રે પોતાના સમર્પણ, માર્ગદર્શન, નવતર પ્રયોગો અને નિષ્ઠા દ્વારા અનન્ય પ્રદાન આપનાર માત્ર આઠ મેડિકલ એજ્યુકેટર્સની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે, જેમાં ડો. પારલીકરનો સમાવેશ થાય છે.MEU ઇન્ડિયા એ સમગ્ર ભારતમાં ફેલાયેલું 30 હજારથી વધુ આરોગ્ય ક્ષેત્રના શિક્ષકો અને તબીબી શિક્ષણકારોનું એક મોટું નેટવર્ક છે. આ સંસ્થા વિષય કે સ્પેશિયાલિટીના ભેદભાવ વગર જ્ઞાનના તફાવતોને દૂર કરવા અને તબીબી શિક્ષણની વિવિધ શાખાઓને એકબીજા સાથે જોડવા માટે વિવિધ કોર્સ અને તાલીમનું આયોજન કરે છે. ડો. સ્વપ્નિલ પારલીકર 1993ની બેચના મેડિકલ કોલેજ, બરોડાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને હાલમાં ત્યાં જ ફિઝિયોલોજી વિભાગમાં ફરજ બજાવે છે. તેમણે એમ.એસ. યુનિવર્સિટી ઓફ્ બરોડામાંથી ફિઝિયોલોજીમાં એમ.ડી. કર્યું છે. મેડિકલ શિક્ષણમાં 20થી વધુ વર્ષોનો વિશાળ અનુભવ ધરાવતા ડો. પારલીકર એક્ટિવ લર્નિંગ, ફ્લિપ્ડ ક્લાસરૂમ, માઇન્ડ મેપિંગ અને કન્સેપ્ટ મેપિંગ જેવા આધુનિક શૈક્ષણિક અભિગમોમાં ખાસ રસ ધરાવે છે. આ ઉપરાંત, તેમણે સીએમસી, લુધિયાણા (2015-17) ખાતેથી પ્રતિષ્ઠિતF AIMER ફેલોશિપ પ્રાપ્ત કરી છે. ફાઉન્ડેશન ફોર એડવાન્સમેન્ટ ઇન ઇન્ટરનેશનલ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચએ યુ.એસ.એ. સ્થિત એક નન-પ્રોફ્ટિ સંસ્થા છે. જેની સ્થાપના વર્ષ 2000માં થઈ હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mandal: નોકરીમાંથી છુટા કર્યાનું મનદુઃખ રાખીને સુપરવાઈઝર ઉપર પાઈપ વડે હુમલો
calendar_today September 9, 2026

Mandal: નોકરીમાંથી છુટા કર્યાનું મનદુઃખ રાખીને સુપરવાઈઝર ઉપર પાઈપ વડે હુમલો

માંડલ તાલુકાના જાલીસણા પાસેની એક ખાનગી કંપનીના સુપરવાઈઝર ઉપર નોકરીમાંથી છુટા કરવાના મનદુઃખમાં બે કર્મચારીઓએ હુમલો કર્યો હોવાનો મામલો બહાર આવ્યો છે. આ મામલે વિઠલાપુર પોલીસે બે આરોપી વિરૂદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.વિઠલાપુર પોલીસ મથકેથી મળતી માહિતી અનુસાર મુળ યૂપીના અને હાલ બેચરાજીમાં રહેતાં મનોજભાઈ શારદાદીન મીશ્રા જેઓ જાલીસણા ખાતે આવેલ ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે. કંપનીમાં નોકરી કરતાં પ્રફુલસિંહ સિદ્ધરાજસિંહ ઝાલા અને પ્રકાશસિંહ નનુભા ઝાલા બંને ગત તા.5મી ઓગસ્ટે કંપનીમાં જાણ કર્યા વગર નોકરી ઉપર હાજર રહ્યાં નહોતાં જેથી સુપરવાઈઝર મનોજભાઈએ બંનેને નોકરીમાંથી છુટા કરવાનું જણાવી, નોકરી પર આવવું હોય તો મેનેજરની મંજૂરી લેવાનું ફરિયાદમાં જણાવ્યું છે. એથી બંનેએ તેનું મનદુખ રાખીને તા.7મી ઓગસ્ટે રાત્રે મનોજભાઈ કંપનીમાંથી બાઈક લઈને ઘરે જતાં હતાં તે દરમ્યાન જાલીસણા નજીક 1 આરોપીએ બાઈકને ધીમી કરાવી હતી અને અન્ય આરોપીએ પાઈપથી સુપરવાઈઝર પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડી હતી. આ બનાવને લઈ વિઠલાપુર પોલીસ મથકે સુપરવાઈઝરની ફરિયાદ દાખલ કરાવી હતી અને વિઠલાપુર પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward