android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: 300 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક વિશ્વ આંજણાધામ નિર્માણ પામશે
calendar_today January 11, 2026

Gandhinagar: 300 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક વિશ્વ આંજણાધામ નિર્માણ પામશે

ગાંધીનગર ખાતે જમિયતપુરામાં આંજણા ચૌધરી સમાજના સર્વાંગી વિકાસ માટે અંદાજે 300 કરોડના ખર્ચે વૈશ્વિક કક્ષાનું આધુનિક વિશ્વ આંજણાધામ નિર્માણ પામશે. આ આંજણાધામનું આજે ભૂમિપૂજન રાખવામાં આવ્યું હતું. આધુનિક આંજણાધામમાં શિક્ષણ, હોસ્ટેલ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, વોકેશનલ ટ્રેનિંગ, લાઇબ્રેરી, ઓડિટોરિયમ, હેલ્થ કેર, ડી-એડિક્શન સુવિધા સહિત અનેક આધુનિક સુવિધાઓ ઉભી થશે. કૂલ 13 માળની ઈમારત અને 22 હજાર ચો.મીમાં વિકસાવાશે. પૈસાની પાછળ રહી આપણા સંસ્કાર ના ભુલીએ આ કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ કહ્યું હતું કે, આપણો સમાજ સૌથી વધુ ખેતી અને પશુપાલન કરતો વર્ગ છે. સમાજના કોઈપણ કાર્યક્રમમાં સમાજના આગેવાનો આગળ આવે છે પણ કોઈ રાજનેતાનું નામ આવે એટલે ડર લાગે છે. જેથી કોઈ રાજનેતાને આગેવાન નહીં બનાવી સમાજના વ્યક્તિ તરીકે રાખીશું તેવું નક્કી કરવામાં આવ્યું છે. સમાજના નાગરિકોને કહેવું છે કે, પૈસાની પાછળ રહી આપણા સંસ્કાર ના ભુલીએ તે યાદ રાખવું જોઈએ. આપણે આધ્યાત્મિક શક્તિને પણ ડેવલપ કરવી જોઈએ. યુવાનોએ આગળ આવે તેવી વ્યવસ્થા કરવી પડશે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું હતું કે, આવનારી યુવા પેઢી માટે પણ મદદરૂપ થવા તેવું કામ કરવું પડશે. આપણા સમાજના દીકરા અને દીકરીઓ કોઈ કંપનીના સીઈઓ બને અને કોમનવેલ્થ જેવી ગેમમાં ભાગ લઈ સ્પોર્ટ્સ ક્ષેત્રે આગળ આવે તેવું કામ કરવું જોઈએ. માત્ર આઈએએસ અને આઈપીએસ નહીં પણ અન્ય ક્ષેત્રમાં પણ સમાજના યુવાનોએ આગળ આવે તેવી વ્યવસ્થા કરવી પડશે. આંજણો એટલે દારુ અને ડ્રગ્સ સહિતના વ્યસનો ના કરતો હોવો જોઈએ. આંજણાની ઓળખ વ્યસન મુક્ત હોવી જોઈએ. સમાજ અને દેશ એક નેતૃત્વ હેઠળ કામ કરે તે જરૂરી આ કાર્યક્રમમાં હાજર રહેલા સરદાર ધામના ગગજી સુતરિયાએ કહ્યું હતું કે, એક દાયકામાં યુવાઓ રોકાણ કરે તો સરકારના એક સિક્કાની બે બાજુ હશે. બધા પટેલોએ યુવાનોના વિકાસ માટે એક થવું જરૂરી છે. સમાજ અને દેશ એક નેતૃત્વ હેઠળ કામ કરે તે જરૂરી છે. ગુજરાતમાં તંદુરસ્ત હરીફાઈ થવી જોઈએ. સમાજે ખોટા ખર્ચા બંધ કરીને લોકોના હિત માટે કામ કરવું જરૂરી બન્યું છે. લગ્નમાં ખોટા ખર્ચા અને બેસણાની જાહેરાતના ખર્ચા બંધ કરવા જોઈએ. આજે લાઈબ્રેરી અને શિક્ષણ ક્ષેત્રે સમાજ ફાળો આપે તે જરૂરી છે. આ પણ વાંચોઃ Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ કહ્યું, મંદિરના પુનઃનિર્માણનો વિરોધ કરતી તાકતો હજુ સક્રિય, આપણે સાવચેત રહેવાની જરૂર છે

Read Full Story arrow_forward
Rajkot News: ઉમરકોટ ગામની 14 વર્ષની સગીરાએ જીવન ટૂંકાવ્યું
calendar_today January 11, 2026

Rajkot News: ઉમરકોટ ગામની 14 વર્ષની સગીરાએ જીવન ટૂંકાવ્યું

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામેથી એક અત્યંત કરૂણ ઘટનાના સમાચાર સામે આવ્યા છે. જ્યાં ધોરણ 6 માં અભ્યાસ કરતી એક માસૂમ કિશોરીએ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉમરકોટ ગામમાં રહેતી 14 વર્ષીય સગીરાએ કોઈ અજાણ્યા કારણોસર પોતાના ઘરે પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ સગીરા ધોરણ 6 માં અભ્યાસ કરતી હતી અને હજુ તો તેની ઉંમર માત્ર 14 વર્ષની જ હતી. નાની ઉંમરે સગીરાએ આવું અંતિમ પગલું કેમ ભર્યું તે જાણી શકાયું નથી. પોલીસ તપાસ તેજ ઘટનાની જાણ થતા જ પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સગીરાના મૃતદેહને તાત્કાલિક ધોરણે પોસ્ટ મોર્ટમ અર્થે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા જ ધોરાજી તાલુકા પોલીસની ટીમ હોસ્પિટલ દોડી ગઈ હતી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સગીરાની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક દ્રષ્ટિએ આત્મહત્યા પાછળ કયું કારણ જવાબદાર છે તે હજુ રહસ્ય અકબંધ છે. આ પણ વાંચો - Rajkot News: જેતપુર-રબારીકા રોડ પરથી મળ્યો મહિલાનો મૃતદેહ

Read Full Story arrow_forward
Surat News : મેટ્રો પ્રોજેક્ટના સમાનની ચોરીનો પર્દાફાશ, અડાજણ પોલીસે ત્રણ શખ્સોને દબોચ્યા
calendar_today January 11, 2026

Surat News : મેટ્રો પ્રોજેક્ટના સમાનની ચોરીનો પર્દાફાશ, અડાજણ પોલીસે ત્રણ શખ્સોને દબોચ્યા

સુરત શહેરમાં ચાલી રહેલી મેટ્રો રેલની કામગીરી દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટ પરથી કિંમતી સામાનની ચોરી કરતી ટોળકીને અડાજણ પોલીસે ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા મેહુલ રાઠોડ, સતિષ રાઠોડ અને હિતેશ રાઠોડ નામના ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સો મેટ્રોની સાઇટ પરથી કેબલ અને અન્ય કિંમતી સામાનની ચોરી કરીને ફરાર થઈ જતા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેઓ ગણતરીના સમયમાં જ કાયદાના સકંજામાં આવી ગયા છે.અડાજણ પોલીસની સફળતા પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીમાં આરોપીઓ પાસેથી ચોરી કરેલા કેબલ, વાયર, વેલ્ડિંગ વાયર અને ઔદ્યોગિક સોકેટ સહિત કુલ રૂપિયા 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલમાં અડાજણ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. આ ટોળકીએ અગાઉ અન્ય કોઈ સ્થળે ચોરી કરી છે કે કેમ અને તેમની સાથે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલા છે, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો : Narmada News : એકતાનગરના આકાશમાં રંગોનો મેળો, SOU ખાતે 'આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026'નો ભવ્ય પ્રારંભ

Read Full Story arrow_forward