Vadodara: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, બે આરોપીઓ ઝડપાયા
વડોદરામાં આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વન ડે મેચ રમાવાની છે. આ મેચ પહેલા જ ટિકિટની કાળાબજારી કરતા બે શખ્સોને પકડી લેવામાં આવ્યા છે. બંને પાસેથી અલગ અલગ લેવલની 17 ટિકિટો કબજે કરવામાં આવી છે. પોલીસે બંને આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે. 5 ગણા ભાવે તમામ ટિકિટની કાળા બજાર કરતા હતા વડોદરામાં આજે રમાનારી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન ડે પહેલા જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી. ટિકિટોની કાળા બજારી કરનારા સામે પોલીસે તવાઈ બોલાવી હતી. જેમાં કેતન પટેલ અને હિતેશ જોષીને બ્લેકમાં ટિકિટ વેચતા પોલીસે ઝડપી પાડયા હતાં. બંને પાસેથી પોલીસે અલગ અલગ લેવલની 17 ટિકિટો કબજે કરી હતી. આરોપીઓ મુળ ભાવ કરતાં પાંચ ગણા ભાવે ટિકિટો કાળા બજારમાં વેચતા હતાં. બંને આરોપી યુવકો પાસેથી 31 હજારની કિંમતની વન-ડે મેચની ટિકિટો મળી આવી છે. આ પણ વાંચોઃ Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ કહ્યું, સરદાર પટેલે સોમનાથના પુનઃ નિર્માણ માટેના શપથ લીધા ત્યારે તેમને પણ રોકવામાં આવ્યાં
Read Full Story arrow_forward