android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Kheda News : કઠલાલ મર્ડર મિસ્ટ્રી સોલ્વ, વ્યાજની ઉઘરાણી કરતા મહિલાની હત્યા કરનાર આરોપી આબુથી ઝડપાયો
calendar_today January 10, 2026

Kheda News : કઠલાલ મર્ડર મિસ્ટ્રી સોલ્વ, વ્યાજની ઉઘરાણી કરતા મહિલાની હત્યા કરનાર આરોપી આબુથી ઝડપાયો

ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના સરખેજ ગામમાં થોડા દિવસો પૂર્વે એક વિધવા મહિલાની કરપીણ હત્યા કરવામાં આવી હતી, જેનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ હત્યા પાછળ વ્યાજે આપેલા પૈસાની ઉઘરાણી જવાબદાર હતી. આરોપી શૈલેષે એક અન્ય વ્યક્તિને આ વિધવા મહિલા પાસેથી વ્યાજે રૂપિયા અપાવ્યા હતા. જોકે, આ રકમ પરત ન મળતા મહિલા વારંવાર શૈલેષ પાસે ઉઘરાણી કરતી હતી. આ ઉઘરાણીથી કંટાળીને અને મામલો વકરતા શૈલેષે મહિલાની હત્યા કરી નાખી હતી અને ગુનો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો.ખેડા પોલીસને મોટી સફળતા હત્યા બાદ આરોપીની શોધખોળ કરી રહેલી પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આરોપી શૈલેષનું લોકેશન માઉન્ટ આબુમાં ટ્રેસ કર્યું હતું. પોલીસે તુરંત કાર્યવાહી કરી આબુથી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન એ તપાસ કરશે કે આ હત્યામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને તેણે હત્યામાં વપરાયેલ હથિયાર ક્યાં છુપાવ્યું છે. આ બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ પણ વાંચો : Nasvadi માં વિકાસની પોકળ વાતો, રસ્તો ન હોવાથી સગર્ભાને સ્ટ્રેચરમાં ઊંચકીને દવાખાને લઈ જવાઈ

Read Full Story arrow_forward
Vav-tharad માં મૈત્રી કરારમાં રહેતા યુવક-યુવતી પર હુમલો, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
calendar_today January 10, 2026

Vav-tharad માં મૈત્રી કરારમાં રહેતા યુવક-યુવતી પર હુમલો, ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

વાવ-થરાદ જીલ્લામાં તાજેતરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જ્યાં મૈત્રી કરારમાં રહેતા યુવક-યુવતી પર હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે.વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ આ બનાવમાં યુવતીના પરિવાર દ્વારા યુવક અને યુવતી પર જીવલેણ હુમલો કરવાના આક્ષેપ કરાયા છે. બનાવ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં આરોપીઓનું ખુલ્લેઆમ તાંડવ જોવા મળ્યું હોવાનું દાવો કરવામાં આવ્યો છે. બંનેને બળજબરીથી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ વીડિયોમાં જોવા મળે છે કે હથિયારો સાથે ઘરમાં ઘૂસેલા ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી અને બંનેને બળજબરીથી લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે. ઘટના બાદ પીડિત પક્ષ અસુરક્ષિત અનુભવતા પોલીસ પાસે તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.  વાયરલ થયેલા વિડિયો અને અન્ય પુરાવા આધારે તપાસ શરૂ પોલીસે જણાવ્યું છે કે, વાયરલ થયેલા વિડિયો અને અન્ય પુરાવા આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ પણ વાંચો-----    Vadodara : કરજણ એમ.જી.વી.સી.એલ.માં ચોરીના પ્રયાસમાં ગન મેનનું ફાયરિંગ, 1 ચોર ઘાયલ, 2 ઝડપાયા

Read Full Story arrow_forward
Surat ના આકાશમાં વિદેશી પતંગોનો જમાવડો, અડાજણ રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ
calendar_today January 10, 2026

Surat ના આકાશમાં વિદેશી પતંગોનો જમાવડો, અડાજણ રિવરફ્રન્ટ ખાતે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ

સુરતના અડાજણ રિવરફ્રન્ટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પતંગબાજોના અદભૂત કરતબોએ સુરતીઓનું દિલ જીતી લીધું હતું. આ મહોત્સવમાં કુલ 94 પતંગબાજોએ ભાગ લીધો હતો, જેમાંથી 45 પતંગબાજો ખાસ વિદેશથી પધાર્યા હતા. આકાશમાં વિવિધ આકાર, કદ અને સામાજિક સંદેશા આપતી થીમ પર આધારિત પતંગો ઉડાડવામાં આવી હતી. આ અનોખા પતંગોને જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો, વિદ્યાર્થીઓ અને રમતવીરો ઉમટી પડ્યા હતા, જેના કારણે રિવરફ્રન્ટ પતંગોના રંગોથી ઝળહળી ઉઠ્યું હતું.અડાજણમાં પતંગ સાથે ડીજેનો તાલ મહોત્સવ દરમિયાન માત્ર પતંગબાજી જ નહીં, પરંતુ મનોરંજનનો પણ અદભૂત સંગમ જોવા મળ્યો હતો. ડીજેના તાલે પતંગબાજો અને સુરતીવાસીઓ ઝુમી ઉઠ્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. વિદેશી પતંગબાજોએ પણ સુરતની મહેમાનગતિ અને અહીંના પતંગપ્રેમની પ્રશંસા કરી હતી. ઉતરાયણના તહેવાર પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમે સુરતમાં પતંગોત્સવનો માહોલ જમાવી દીધો છે અને સ્થાનિક સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય મંચ પૂરું પાડ્યું છે. આ પણ વાંચો : Kheda News : કઠલાલ મર્ડર મિસ્ટ્રી સોલ્વ, વ્યાજની ઉઘરાણી કરતા મહિલાની હત્યા કરનાર આરોપી આબુથી ઝડપાયો

Read Full Story arrow_forward