android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Somnath માં ઐતિહાસિક સ્વાભિમાન પર્વ, PM મોદીના આગમન પહેલાં શૌર્ય યાત્રાની તડામાર તૈયારી
calendar_today January 10, 2026

Somnath માં ઐતિહાસિક સ્વાભિમાન પર્વ, PM મોદીના આગમન પહેલાં શૌર્ય યાત્રાની તડામાર તૈયારી

ગીર સોમનાથમાં આજથી ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઇ સમગ્ર શહેર અને મંદિરની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે.રોડ શોમાં 32 અલગ-અલગ ટેબ્લાઓ મુકવામાં આવ્યા શૌર્ય યાત્રાના રૂપમાં આયોજિત રોડ શોની તડામાર તૈયારીઓ કરાઈ છે. માર્ગ પર એક કિમી લાંબા રોડ શોમાં 32 અલગ-અલગ ટેબ્લાઓ મુકવામાં આવ્યા છે, જેમાં ગરબા, લદાખ નૃત્ય અને વિવિધ પરંપરાગત કળાઓ રજૂ થવાના છે. જુદા જુદા સમુદાયના લોકો PMનું અભિવાદન કરશે યાત્રા દરમિયાન જુદા જુદા સમુદાયના લોકો PMનું અભિવાદન કરશે અને ગુજરાતની સાંસ્કૃતિક વારસાની વિશેષ છાપ લોકોને જોવા મળશે. તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને મુલાકાતીઓની વ્યવસ્થાઓ પણ કડક રાખવામાં આવી છે.  સોમનાથમાં ખાસ આનંદમય અને ગૌરવમય વાતાવરણ આ ઐતિહાસિક પર્વ દ્વારા સ્થાનિક સંસ્કૃતિ અને એકતા દર્શાવવામાં આવશે અને PMના આગમન સાથે સોમનાથમાં ખાસ આનંદમય અને ગૌરવમય વાતાવરણ સર્જાશે. આ પણ વાંચો-----    PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લેશે

Read Full Story arrow_forward
Surat ડ્રગ્સ લેબ કેસમાં નવો વળાંક, તપાસ છોડી દિલ્હી ભાગી ગયેલી સંચાલક ઇશા અરણધણની થશે પૂછપરછ
calendar_today January 10, 2026

Surat ડ્રગ્સ લેબ કેસમાં નવો વળાંક, તપાસ છોડી દિલ્હી ભાગી ગયેલી સંચાલક ઇશા અરણધણની થશે પૂછપરછ

સુરતના પુણા વિસ્તારમાં આવેલા એક મોલમાં ચાલતી શંકાસ્પદ ડ્રગ્સ લેબના મામલે SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) પોલીસે તપાસનો દોર તેજ કર્યો છે. આ કેસમાં લેબની સંચાલક ઇશા અરણધણની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. મહત્વની વાત એ છે કે જ્યારે પોલીસ તપાસ ચાલુ હતી, ત્યારે ઇશા કોઈ પણ પૂર્વ જાણકારી આપ્યા વગર દિલ્હી જતી રહી હતી, જેના કારણે પોલીસની શંકા વધુ દ્રઢ બની છે. હવે તે દિલ્હીથી પરત ફરી રહી હોવાની માહિતી મળતા જ SOG પોલીસે આજે તેની આકરી પૂછપરછ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.સુરત SOGનો ગાળિયો કસાયો પોલીસ દ્વારા ઇશા અરણધણને લેબના સંચાલન માટેના જરૂરી લાયસન્સ, પરમિટ અને તમામ ટેકનિકલ ડોક્યુમેન્ટ્સ સાથે હાજર રહેવા કડક તાકીદ કરવામાં આવી છે. તપાસ દરમિયાન પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે મોલમાં આ લેબ ચલાવવા પાછળનો હેતુ શું હતો અને ત્યાં કયા પ્રકારના કેમિકલ્સ કે પદાર્થોનું ઉત્પાદન કરવામાં આવતું હતું. જો પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબો નહીં મળે અથવા દસ્તાવેજોમાં કોઈ વિસંગતતા જણાશે, તો પોલીસ દ્વારા આ કેસમાં ધરપકડ સહિતની કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે. આ પણ વાંચો : Morbi માં માનવતા શરમાઈ, બે દિવ્યાંગ મહિલાઓ પર દુષ્કર્મ આચરનાર બે નરાધમો ઝડપાયા

Read Full Story arrow_forward
Gir Somnathમાં PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આહીર સમાજ દ્વારા મહારાસની તૈયારી કરાઈ, જુઓ Video
calendar_today January 10, 2026

Gir Somnathમાં PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે આહીર સમાજ દ્વારા મહારાસની તૈયારી કરાઈ, જુઓ Video

સ્વાભિમાન પર્વમાં લોક સંસ્કૃતિનો ભવ્ય સંગમ જોવા મળશે અને ગીર સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વની ઉજવણી શરૂ કરવામાં આવી છે, શૌર્ય યાત્રાના રૂપે રોડ શોની તડામાર તૈયારીઓ કરવામાં આવી છે અને 1 કિમી લાંબા રોડ શોમાં અલગ-અલગ 32 ટેબ્લો અને ગરબા, લદાખ નૃત્ય સહિત અનેક કૃતિઓ રજૂ થશે અને જુદા-જુદા સમુદાયના લોકો PMનું અભિવાદન કરશે. ગીર સોમનાથમાં ઐતિહાસિક સ્વાભિમાન પર્વ PM મોદીના આગમનને લઇ સોમનાથમાં તૈયારીનો આખરી ઓપ આપવામાં આવ્યો છે અને સોમનાથ મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારાયું છે, PMના રુટને સફેદ, કેસરી, પીળા ફૂલોથી શણગારાયું છે. મંદિરમાં સતત 72 કલાક ઓમકારના નાદ માટે મંત્રોચ્ચાર કરાઈ રહ્યા છે અને સોમનાથ મંદિર પરિસરમાં અનેરી ઉર્જાનો સંચાર થયો છે.આ પણ વાંચો : Ahmedabadમાં હિપ્નોટાઇઝ કરી દાગીના પડાવતા આરોપી એલસીબી ઝોન-7એ ઝડપી પાડયો, જુઓ Video

Read Full Story arrow_forward