android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ધનુર્માસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો
calendar_today January 10, 2026

ધનુર્માસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય શણગાર કરવામાં આવ્યો

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી આજે તારીખ 10-01-2026, શનિવાર અને ધનુર્માસ શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો.

Read Full Story arrow_forward
Vadodara News : વડોદરામાં ગેસ બિલ ન ભરનાર સામે કાર્યવાહી, 4 દિવસમાં 243 ગેસ કનેકશન કાપ્યા
calendar_today January 10, 2026

Vadodara News : વડોદરામાં ગેસ બિલ ન ભરનાર સામે કાર્યવાહી, 4 દિવસમાં 243 ગેસ કનેકશન કાપ્યા

વડોદરા ગેસ લિ.ના અનેક ગ્રાહકો લાંબા સમયથી બાકી બિલના નાણાં ભરતાં ન હોવાથી દંડાત્મક કાર્યવાહી શરૂ કરાઈ છે, ત્યારે આજે પોલીસ બંદોબસ્ત સાથે જુદા - જુદા વિસ્તારમાં ત્રાટકેલી VGLની ટીમે વધુ રૂ. ૬.૬૦ લાખની વસુલાત કરી હતી. તેમજ ૭૩ કનેક્શન બંધ કર્યા હતા. વડોદરા મ્યુનિ.કોર્પોરેશન અને ગેલ વચ્ચે થયેલા કરાર બાદ વડોદરા ગેસ લિ. કંપની અસ્તિત્વમાં આવી છે.જે પાઈપ લાઈન મારફતે લોકોને ઘરગથ્થુ ગેસ પહોંચાડે છે પરંતુ ઘણાં ગ્રાહકો લાંબા સમયથી બાકી બિલ ભરતાં નથી. જેના કારણે આવા ગ્રાહકોનું લીસ્ટ બનાવી પોલીસ બંદોબસ્ત સાથે તેમના ઘરે જઈ ઉઘરાણી કરાઈ રહી છે. જેમાં આજે બાજવાડા, પૌવાવાળાની ગલી, બાહ્મણ ફળિયું. નવાબજાર, જગમાલની પોળ, મરાઠી મહોલ્લો, માળી મહોલ્લો, કાલુપુરા, મહેતા પોળ, રાણાવાસ, હોળી ચકલા, જૂનીગઢી, ભદ્ર કચેરી, પાણીગેટ, નાની છીપવાડ, મોટી છીપવાડ અને યાકુતપુરા સહિતના વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું.  કેટલાક ગ્રાહકોએ બાકી બિલના નાણાં ભરી દીધા હતા જેને લઈ VGLને રૂ. ૬.૬૦ લાખની આવક થઈ હતી. તેમજ ગેસના બાકી બિલોની ચૂકવણી કરવામાં ઠાગાહૈયા કરનાર ૭૩ ગ્રાહકોના ગેસ કનેક્શન બંધ કરાયા હતા. આ કનેક્શનો પર કુલ રૂા. ૨૭.૭૯ લાખની બાકી વસૂલાત હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે, વડોદરા ગેસ લિ.ના અનેક ગ્રાહકો લાંબા સમયથી બાકી બિલના નાણાં ભરતાં ન હોવાથી તેઓ દ્વારા દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવતા અનેક લોકો પાસેથી રૂપિયાની વસુલાત કરાઈ હતી. 243 ગ્રાહકો પાસેથી બાકી બિલ પેટે રૂ.1.34 કરોડની વસૂલાત બાકી ગેસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તા. ૬થી ૯ જાન્યુઆરી સુધીમાં કુલ રૂા. ૩૧.૮૨ લાખની વસુલાત કરાઈ છે. આ સમયગાળામાં ૨૪૩ ગેસ કનેક્શન કાપી નાખ્યા હતા. આ ૨૪૩ ગ્રાહકો પાસેથી કુલ રૂા. ૧.૩૪ કરોડથી વધુની રકમ બિલ પેટે વસુલવાની થાય છે. આ પણ વાંચો : Sarangpur News : શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને ચાંદીનો મુગટ અને વૃંદાવનમાં તૈયાર થયેલા એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઈનવાળા વાઘાનો દિવ્ય શણગાર કરાયો

Read Full Story arrow_forward
Ahmedabad : જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં ચોરી કરતી મહિલા ઝડપાઈ, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો
calendar_today January 10, 2026

Ahmedabad : જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં ચોરી કરતી મહિલા ઝડપાઈ, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદમાં જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં આવીને ચોરી કરતી મહિલા પોલીસના હાથે પકડાઈ છે. તેણે નરોડા, ઓઢવ અને સાબરમતી વિસ્તારમાં ગ્રાહકોના સ્વાંગમાં ચોરી કરી હતી. 3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે પોલીસે આ મહિલા આરોપી પ્રવિણા સેનવાને પોલીસે ઝડપી પાડી હતી અને તેના પાસેથી 3 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછ પોલીસે જણાવ્યું છે કે, પ્રવિણાએ શહેરના અલગ-અલગ વિસ્તારમાં ચોરી કરી હતી. અટકાયત બાદ પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને અન્ય સંભવિત ગુનાઓ અંગેની તપાસ ચાલુ છે. આ પણ વાંચો-----    Vadodara : કરજણ એમ.જી.વી.સી.એલ.માં ચોરીના પ્રયાસમાં ગન મેનનું ફાયરિંગ, 1 ચોર ઘાયલ, 2 ઝડપાયા

Read Full Story arrow_forward