android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sabarkantha: વિજયનગરમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યાના આક્ષેપ સાથે રોષ, ન્યાય માટે 4 દિવસથી મૃતદેહ ઘરમાં રખાયો
calendar_today January 10, 2026

Sabarkantha: વિજયનગરમાં સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યાના આક્ષેપ સાથે રોષ, ન્યાય માટે 4 દિવસથી મૃતદેહ ઘરમાં રખાયો

રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં થોડાક વર્ષો અગાઉ ચડોતરું થવું તે સામાન્ય બાબત માનવામાં આવતી હતી પણ સમય બદલાયો અને તે પ્રથામાં પણ સુધારો થયો હતો. જ્યારે પણ કોઈપણ વ્યક્તિનું શંકાસ્પદ મૃત્યુ થાય એટલે સુ:ખદ સમાધાન કરીને તેના અગ્નિસંસ્કાર કરી દેવામાં આવે છે.સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરાઇ હોવાના આક્ષેપ જોકે વર્ષો જૂની ભુલાયેલી પ્રથા ફરી એકવાર સાબરકાંઠામાં જીવંત થતી જોવા મળી રહી છે. વિજયનગરના ગ્રામ્ય વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરાઇ હોવાના આક્ષેપ સામે ચાર દિવસથી પરિવારે મૃતદેહ ના અગ્નિસંસ્કાર કરવાનો ઈનકાર કરી આરોપીઓ સામે કડક કાર્યવાહીની જીદ અડગ રાખી છે. ચાર દિવસથી સગીરાના મૃતદેહના અગ્નિ સંસ્કાર કર્યા વિના ધરે રાખવામાં આવ્યો સાબરકાંઠાના વિજયનગર તાલુકાના એક ગામની સગીર વયની દીકરી સાથે ગામના જ ઇસમ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના પરિવારે આક્ષેપ કર્યા છે, ગામના ઈસમે સગીરાને પોતાની હવસની શિકાર બનાવી દુષ્કર્મ બાદ તેની કરુણ રીતે હત્યા કરાઈ હોવાના આક્ષેપ સાથે ચાર દિવસથી સગીરાના મૃતદેહના અગ્નિ સંસ્કાર કર્યા વિના ધરે રાખવામાં આવ્યો છે. કડક કાર્યવાહી કરવામાં ન આવે તો ત્યાં સુધી પરિવારજનો અગ્નિસંસ્કાર કરવા માટે પરીવાર સહમત નથી સગીરાના સ્વજનોના સ્પષ્ટ આક્ષેપ છે કે અમારી દીકરીને સાથે દુષ્કર્મ કરવામાં આવ્યુ છે અને બાદમાં તેની હત્યા કરવામાં આવી છે એટલે અમે પોલીસમાં રજૂઆત કરી છે પરંતુ કોઈ પણ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી જ્યાં સુધી ફરિયાદ દાખલ કરવામાં તેમજ આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં ન આવે તો ત્યાં સુધી પરિવારજનો અગ્નિસંસ્કાર કરવા માટે પરીવાર સહમત નથી. પોલીસ તંત્ર દ્વારા પણ સમજાવટના પ્રયાસ ચાર દિવસ અગાઉ રાત્રિના દરમિયાન બનેલી આ કરુણ હત્યાની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી છે. હાલના તબક્કે પરિવારે ચાર દિવસથી સગીરાના મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાની બદલે પીએમ કાર્યવાહી કરાવ્યા બાદ પોતાના ઘરે રાખવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસ તંત્ર દ્વારા પણ મૃતદેહના અગ્નિસંસ્કાર કરવામાં આવે તે પ્રમાણેની સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જોકે પરિવારે પોતાની જીદ મક્કમ રાખી સતત ચોથા દિવસે પર મૃતદેહને અગ્નિસંસ્કાર કરવાની બદલે તેને ઘરમાં ચડોતરું પ્રથા સ્વરૂપે મૂકી રાખ્યો છે... પોલીસે ઘટનાને જોતા ફરિયાદ પણ દાખલ કરી જોકે ગત મોડી રાતે પોલીસે ઘટનાને જોતા એડી તેમજ ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવી છે તે છતાં પરિવાર અને સામાજિક આગેવાનો સાથે બેઠકો ચાલી રહી છે. પોલીસ તંત્ર સમગ્ર મામલે હવે નીવેડો લાવવા માટે પ્રયત્નો કરી રહ્યું છે. એટલે કહી શકાય કે અંતરિયાળ વિસ્તારમાં ચડોતરું પ્રથા આજે પણ સ્થાનિક સહિત રાજ્ય સરકાર માટે પડકારરૂપ બની રહી છે. આ પણ વાંચો----   Vadodara : કરજણ એમ.જી.વી.સી.એલ.માં ચોરીના પ્રયાસમાં ગન મેનનું ફાયરિંગ, 1 ચોર ઘાયલ, 2 ઝડપાયા

Read Full Story arrow_forward
Ahmedabad News: વિજય ચાર રસ્તા પાસે સર્જાયો ગંભીર અકસ્માત
calendar_today January 10, 2026

Ahmedabad News: વિજય ચાર રસ્તા પાસે સર્જાયો ગંભીર અકસ્માત

અમદાવાદ શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે આજે વહેલી સવારે શહેરના પોશ વિસ્તાર ગણાતા વિજય ચાર રસ્તા પાસે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વહેલી સવારના સમયે બે વાહનો વચ્ચે થયેલા આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરના વિજય ચાર રસ્તા પાસે આજે વહેલી સવારે વાહનો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં રાજસ્થાન પાસિંગની RJ 07 CB 1299 નંબરની કાર સંડોવાયેલી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે વાહનોને નુકસાન થયું હતું, પરંતુ સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર મળ્યા નથી. સમાધાન થતા ફરિયાદ ટળી સામાન્ય રીતે અકસ્માત બાદ પોલીસ કાર્યવાહી થતી હોય છે, પરંતુ આ કિસ્સામાં અકસ્માત સર્જાતા જ બંને પક્ષો વચ્ચે ઘટના સ્થળે જ વાતચીત શરૂ થઈ હતી. લાંબી ચર્ચા બાદ બંને પક્ષો પરસ્પર સમજૂતી અને સમાધાન પર આવ્યા હતા. જાનહાનિ ન થઈ હોવાથી અને બંને પક્ષો વચ્ચે સમાધાન થઈ જતાં આ મામલે પોલીસમાં કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી. વધતા અકસ્માતો ચિંતાનો વિષય અમદાવાદ શહેરમાં વહેલી સવારે રસ્તાઓ ખુલ્લા હોવાને કારણે વાહનોની ગતિ તેજ હોય છે, જે અવારનવાર અકસ્માતનું કારણ બને છે. વિજય ચાર રસ્તા જેવા વ્યસ્ત રોડ પર થયેલો આ અકસ્માત ફરી એકવાર ચાલકોને સાવચેતી રાખવા સૂચવે છે. આ પણ વાંચો - Ahmedabad : જ્વેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં ચોરી કરતી મહિલા ઝડપાઈ, 3 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો

Read Full Story arrow_forward
Nasvadi માં વિકાસની પોકળ વાતો, રસ્તો ન હોવાથી સગર્ભાને સ્ટ્રેચરમાં ઊંચકીને દવાખાને લઈ જવાઈ
calendar_today January 10, 2026

Nasvadi માં વિકાસની પોકળ વાતો, રસ્તો ન હોવાથી સગર્ભાને સ્ટ્રેચરમાં ઊંચકીને દવાખાને લઈ જવાઈ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વિકાસની વરવી વાસ્તવિકતા અને તંત્રની ઉદાસીનતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નસવાડીના તલાવ ગામના ટેકરા ફળિયામાં આરોગ્યની સુવિધાઓ એટલી હદે કથળી ગઈ છે કે એક સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવા માટે લોખંડના સ્ટ્રેચરનો સહારો લેવો પડ્યો હતો. ગામના રસ્તાઓ કાચા અને પથરાળ હોવાને કારણે 108 એમ્બ્યુલન્સ ફળિયા સુધી પહોંચી શકી ન હતી, જેના પરિણામે બીમાર સગર્ભાને 108 સુધી પહોંચાડવા માટે પરિવારજનોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.કાચો રસ્તો અને કથળેલી સુવિધા ચોંકાવનારી બાબત એ હતી કે સ્ટ્રેચર ઊંચકવા માટે પૂરતા પુરુષો હાજર ન હોવાથી ઘરની અન્ય મહિલાઓ પોતે જ મજબૂર બનીને સગર્ભાને સ્ટ્રેચર પર ઊંચકીને પથરાળ રસ્તાઓ પર ચાલતી જોવા મળી હતી. આ દ્રશ્યોએ સ્થાનિક પ્રશાસનના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અનેકવાર રજૂઆતો કરવા છતાં હજુ સુધી અહીં પાકા રસ્તાની સુવિધા મળી નથી, જેના કારણે કટોકટીના સમયે દર્દીઓને જીવના જોખમે મુખ્ય માર્ગ સુધી લાવવા પડે છે. આ પણ વાંચો : Vadodara News : રેલવે સ્ટેશન પર SMC ના મોટા દરોડા, 49 લાખના હેરોઈન સાથે ડ્રગ સપ્લાયર ઝડપાયો

Read Full Story arrow_forward