Ahmedabad: હિપ્નોટાઈઝ કરીને દાગીના પડાવતો આરોપી ઝડપાયો, વૃદ્ધા પાસેથી 1 લાખના દાગીના પડાવ્યા હતા
અમદાવાદના વેજલપુર વિસ્તારમાં હિપ્નોટાઈઝ કરીને દાગીના પડાવતા એક આરોપીને પોલીસે ઝડપી લીધો છે. ઝોન 7 એલસીબીએ આ ગુનામાં સુનિલ નાથ મદારીની ધરપકડ કરી છે.વૃદ્ધાને ભૂવા તરીકે ઓળખ આપી 1 લાખ રૂપિયાના દાગીના પડાવ્યા અધિકારીઓએ જણાવ્યું કે, આરોપી રસ્તો પૂછવાના બહાને વૃદ્ધાને ભૂવા તરીકે ઓળખ આપી 1 લાખ રૂપિયાના દાગીના પડાવ્યા હતા. પોલીસે ઘટનાની જાણકારી મળતા તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપીને ઝડપવા માટે કાર્યવાહી હાથ ધરી. પોલીસ દ્વારા તપાસ શરુ અટકાયત બાદ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે. પોલીસે લોકોને આવા તત્વો સામે સાવચેત રહેવાની સલાહ આપી છે. આ પણ વાંચો---- Vadodara : કરજણ એમ.જી.વી.સી.એલ.માં ચોરીના પ્રયાસમાં ગન મેનનું ફાયરિંગ, 1 ચોર ઘાયલ, 2 ઝડપાયા
Read Full Story arrow_forward