Surendranagar: બેદરકારી મનપાની : સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ પર ખોદાયેલ ખાડો અકસ્માત નોતરશે
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ચોમાસા બાદ શહેરના વિવિધ રસ્તાઓનું નવિનીકરણ કામ હાથ ધરાય છે. પરંતુ 20થી વધુ સોસાયટીઓ જયાં આવેલી છે તે નવા જંકશન તરફનો રસ્તો હજુ પણ બિસમાર છે. આ રસ્તેથી સોસાયટીના રહીશો ઉપરાંત નવા જંકશન જતા અને આવતા હજારો મુસાફરો દૈનીક નીકળે છે. આ ઉપરાંત નવા જંકશન પાસે આવેલ સ્વામીનારાયણ મંદિરે પણ દરરોજ મોટી સંખ્યામાં જતા હરિભકતો આ રસ્તેથી પસાર થાય છે. બિસ્માર રસ્તાના નવિનીકરણની વાત તો એકબાજુએ રહી પરંતુ છેલ્લા 10 દિવસથી અલકાચોક પાસે રસ્તા પર મસમોટો ખાડો કરાયો છે. ખાડાની ફરતે કોઈ સાઈન બોર્ડ પણ મુકાયા નથી. આથી મોડી રાત્રે આ સ્થળે દુર્ઘટના થવાથી ભીતિ સેવાઈ રહી છે. આથી આ અંગે યોગ્ય કાર્યવાહીની માંગણી આ રસ્તેથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો કરી રહ્યા છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward