android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Panchmahal:રણભુન ઘાટી ગામે જંગલમાં ખોદકામ કરાતા રૂા.20 હજાર દંડ
calendar_today January 9, 2026

Panchmahal:રણભુન ઘાટી ગામે જંગલમાં ખોદકામ કરાતા રૂા.20 હજાર દંડ

બોડેલીના રણભુન ઘાટી ગામ પાસે પૂર્વ મંજૂરી લીધા વગર વનવિભાગની જમીનમાં પાણી પુરવઠાની લાઈનના કામે ખોદકામ થતાં બોડેલી વનવિભાગે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી.હાલોલ બોડેલી ને.હા. ઉપર રણભુન ઘાટી ગામ પાસે બોડેલી વનવિભાગ હસ્તકની જમીનમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપલાઇન કરવા માટે બોડેલી વન વિભાગની પૂર્વ મંજૂરી લીધા વિના ખોદકામ કર્યું હતું. જેની જાણ બોડેલી વન વિભાગને થતા વનવિભાગે પરવાનગી વગરની કામગીરીને અટકાવીને કંપનીના સંચાલકો પાસે દંડ વસૂલાયો હતો. રણભૂન અને ખાખરીયા ગામે રોડની બાજુમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન નું કામ કરવા માટે ખોદકામ હાથ કરાયું હતું. જેમા વનવિભાગે ઉછેરેલા રોપાને નુકસાન થયું હતું. જેને પગલે દંડનીય કાર્યવાહી કરી હતી. બોડેલી વનવિભાગે વાવેતર કરેલા રોપાને નુકસાન પહોંચાડયું બોડેલી વનવિભાગે વાવેતર કરેલા રોપાને નુકસાન પહોંચાડયું હતું. વનવિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરી રૂા.20 હજાર રૂપિયાનો દંડ વસૂલ કરાયો હતો. - જ્યોત્સનાબેન રાઠવા, આરએફ્ઓ, બોડેલી ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:ધર્મપુરી ગામે સરકારી રેકૉર્ડ સાથે છેડછાડ કરી રૂમ બાંધતા ચકચાર
calendar_today January 9, 2026

Vadodara:ધર્મપુરી ગામે સરકારી રેકૉર્ડ સાથે છેડછાડ કરી રૂમ બાંધતા ચકચાર

ડભોઈ તાલુકાના ધર્મપુરી ગ્રામ પંચાયતમાં વર્ષ 2026 -2027ના વર્ષના બજેટના મંજૂર કરવાની ગ્રામ પંચાયતના સભ્યોની અરજીના સમાચારની શાહી સુકાઈ નથી. ત્યાં ધર્મપુરી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારની લેખિત ફરીયાદ તાલુકા વિકાસ અધિકારીને કરાતા તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.ધર્મપુરી બોરીયાદ રોડ પર રાઠોડીયા વાગા પાસે નાળુ બનાવેલ છે. જે નાળુ સરકાર રેકોર્ડ પર અલગ જગ્યાએ બોલે છે. પણ અરજીમાં થયેલ આક્ષેપ પ્રમાણે, ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પોતાની મનગમતી જગ્યાએ નાળુ બનાવવડાવી સરકારી રેકોર્ડ સાથે છેડછાડ કરી હોવાનું મનાય છે. બીજા એક બનાવમાં ધર્મપુરી તળાવ પાસે અજાણ્યા ઈસમને રૂમ બાંધવા દેવાઇ છે. જેમાં તલાટી કે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા કોઈ કાર્યવાહી કરાઇ નથી. ત્યારે તલાટી દ્વારા દબાણ હટાવવાને બદલે દબાણ સામે આંખ આડા કાન દાળમાં કાળુ હોવાની શંકા પ્રબળ કરે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Panchmahal:ઉત્તરાયણને લઇ બોડેલી ખાતે કરુણા અભિયાન બેઠક યોજાઇ
calendar_today January 9, 2026

Panchmahal:ઉત્તરાયણને લઇ બોડેલી ખાતે કરુણા અભિયાન બેઠક યોજાઇ

બોડેલી વન વિભાગ દ્વારા NGO તથા પશુ ચિકિત્સકની ઉપસ્થિતિમાં બોડેલી નગરજનો માટે કરુણા અભિયાન અંતર્ગત બેઠક યોજી વિસ્તૃત માહિતી અપાઇ હતી. સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ પતંગ ન ઉડાડવા સૂચનો કરાયા હતા. રાત્રિ દરમિયાન ફ્ટાકડા ફોડવા તેમજ તુક્કલ ન ઉડાડવા જણાવાયું હતું.ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પતંગના દોરામાં મૂંગા પક્ષીઓ ભેરવાઈ જતા હોવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જેના કારણે અનેક પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય છે. આવા ઇજા ગ્રસ્ત પક્ષીઓની સમયસર સારવાર કરીને તેમનો જીવ બચાવી શકાય તે હેતુથી બોડેલી વનવિભાગ દ્વારા નગરજનોને એકત્રિત કરી મહત્વની ચર્ચા કરાઇ હતી. બોડેલી વન વિભાગ દ્વારા પશુ ચિકિત્સક અને NGOની ઉપસ્થિતિમાં બોડેલી નગરજનોને સાથે રાખી કરુણા અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ હતી. જેમા ઇજાગ્રસ્ત પક્ષીઓને કેવી રીતે સુરક્ષિત રીતે બચાવવા, પ્રાથમિક સારવાર આપવાની પદ્ધતિ, તેમજ વનવિભાગ અથવા પશુ દવાખાનાનો સંપર્ક કેવી રીતે કરવો તે અંગે વિસ્તૃત માહિતી અપાઇ હતી. વનવિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરાઇ હતી કે, ઉતારાયણ દરમિયાન શક્ય તેટલી સાવચેતી રાખી પતંગ ઉડાડે, ચાઈનીઝ દોરાનો ઉપયોગ નહી કરવા અને કોઈપણ પક્ષી ઇજાગ્રસ્ત હાલતમાં જોવા મળે તો તરત જ વન વિભાગને જાણ કરે. આ અભિયાન દ્વારા પક્ષી સંરક્ષણ અને માનવ સંવેદનશીલતાનો સશક્ત સંદેશ અપાયો હતો.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward