android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News : ઉધના વિસ્તારમાં પતિ પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા ઉપર હુમલો
calendar_today August 31, 2026

Surat News : ઉધના વિસ્તારમાં પતિ પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા ઉપર હુમલો

સુરતના ઉધના વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલા કૌટુંબિક વિવાદ વચ્ચે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. પોતાની પુત્રીને મળવા ગયેલા પિતા પર અચાનક જાનલેવા હુમલો કરવામાં આવ્યો હતો. આ અણધારી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપીઘટનાની વિગતો મુજબ, કૌટુંબિક અણબનાવ વચ્ચે પિતા પોતાની બાળકીને મળવા પહોંચ્યા હતા. ત્યારે ત્યાં હાજર હુમલાખોરે તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. ત્યારબાદ યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.પોલીસનો કાફલો ત્વરિત હરકતમાં આવ્યોઆ લોહિયાળ ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો ત્વરિત હરકતમાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હુમલો કરનાર આરોપી સાળાની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચોઃ Ahmedabad News: DHFL લોન કૌભાંડ મામલે EDની મોટી કાર્યવાહી, પ્રમોટરો સામે મની લોન્ડરિંગની તપાસ

Read Full Story arrow_forward
Gandhinagar News: વડાપ્રધાનની મુલાકાતને પગલે વિધાનસભાનું સત્ર 9થી 11 સપ્ટેમ્બરે યોજાશે
calendar_today August 31, 2026

Gandhinagar News: વડાપ્રધાનની મુલાકાતને પગલે વિધાનસભાનું સત્ર 9થી 11 સપ્ટેમ્બરે યોજાશે

નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીઓ તેજ કરવામાં આવી છે. વડાપ્રધાન મોદી આગામી 8 સપ્ટેમ્બરના રોજ નવસારીની મુલાકાતે જિલ્લા ભાજપ કાર્યાલયના લોકાર્પણ માટે આવવાના છે.વડાપ્રધાનના આગમનની તારીખ નક્કી થતાં જિલ્લા ભાજપ સંગઠન દ્વારા તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. ત્યારે પીએમ મોદીના સ્વાગત માટે નવસારી જિલ્લા ભાજપ સંગઠનમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમની આ મુલાકાતને લઈને વિધાનસભાના સત્રની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભા સત્રની તારીખોમાં ફેરફારગત 3જી ઓગસ્ટના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ગુજરાત વિધાનસભાના નવમાં સત્રને તારીખ 8મી સપ્ટેમ્બરના રોજ મળવા આહવાન કર્યું હતું. પરંતુ આજરોજ મહામહિમ રાજ્યપાલે તેમના તારીખ 03 ઓગસ્ટ,2026નાં રોજના આહવાનને રદ કરી આજે નવું આહવાન કર્યું છે. હવે ગુજરાત વિધાનસભાનું નવમું સત્ર તા. 9મી સપ્ટેમ્બરના રોજ મળવા માટે આહવાન કર્યું છે. હવે નવમું સત્ર તા. 9,10 અને 11 સપ્ટેમ્બર એમ કુલ ત્રણ દિવસ માટે મળશે. આ સત્રમાં સરકારી કામકાજ, સરકારી વિધેયકો, છેલ્લા દિવસનો પ્રસ્તાવ તેમજ કામકાજ સલાહકાર સમિતિની ભલામણ અનુસારની કામગીરી હાથ ધરવામાં આવશે. સત્રની તારીખોમાં થયેલ ફેરફારના કારણે હવે તારાંકિત પ્રશ્નોત્તરી તા. 9, 10 અને 11 સપ્ટેમ્બરના રોજ પ્રશ્નોત્તરી કાળ દરમિયાન હાથ ધરવાનો અધ્યક્ષ શંકરચૌધરીએ નિર્ણય કર્યો છે. જીતુ વાઘાણી વિધાનસભામાં આ વિધેયક રજૂ કરશેઆગામી વિધાનસભાના સત્રમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીના વિશેષ અભ્યાસ અર્થે ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના અંગેનું વિધેયક લાવવામાં આવશે.રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણી વિધાનસભા ગૃહમાં આ વિધેયક રજૂ કરશે.આ યુનિવર્સિટીની સ્થાપના થવાથી પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે સંશોધન અને શિક્ષણને નવો આયામ મળશે.યુનિવર્સિટીમાં પ્રાકૃતિક ખેતીને લગતા વિવિધ ડિપ્લોમા, અનુસ્નાતક અને વ્યાવસાયિક કોર્સ શરૂ કરવામાં આવશે.આ ઉપરાંત રાસાયણિક ખાતરોથી મુક્ત, ઝીરો બજેટ ખેતી અને દેશી પદ્ધતિઓ પર આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સંશોધન થશે.આ પણ વાંચોઃ Surat News : ઉધના વિસ્તારમાં પતિ પત્નીના વિવાદ વચ્ચે દીકરીને મળવા ગયેલા પિતા ઉપર હુમલો

Read Full Story arrow_forward
Rajasthan : અલવરમાં 9 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, 50 ફૂટ નીચે ફસાયો
calendar_today August 31, 2026

Rajasthan : અલવરમાં 9 વર્ષનો બાળક બોરવેલમાં પડ્યો, 50 ફૂટ નીચે ફસાયો

રાજસ્થાનના અલવર જિલ્લામાં સોમવારે સાંજે એક ગંભીર દુર્ઘટના બની. રામગઢ વિધાનસભા ક્ષેત્રના બુટોલી ગામમાં 9 વર્ષનું બાળક પતંગ લૂંટતી વખતે ખુલ્લા બોરવેલમાં પડી ગયું હતું. બોરવેલની કુલ ઊંડાઈ આશરે 400 ફૂટ હોવાનું જણાવાઈ રહ્યું છે, જ્યારે બાળક હાલમાં લગભગ 50થી 55 ફૂટની ઊંડાઈએ ફસાયેલું છે.ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યામળતી માહિતી મુજબ, બુટોલી ગામનો ભાનુ સોમવારે સાંજે કપાયેલી પતંગ લૂંટવા ખેતર તરફ દોડી રહ્યો હતો. આ દરમિયાન તેનો પગ જૂના અને લાંબા સમયથી બંધ પડેલા બોરવેલ પર મૂકવામાં આવેલા પથ્થર પર પડ્યો હતો. પથ્થર પહેલેથી જ ખસી ગયો હતો અને બાળકનો પગ પડતાં તે વધુ ખસી જતા ભાનુ સીધો બોરવેલમાં પડી ગયો હતો. ઘટના બાદ ગ્રામજનો તાત્કાલિક સ્થળે પહોંચ્યા હતા. રાહતની વાત એ છે કે બોરવેલની અંદરથી બાળકનો અવાજ સંભળાઈ રહ્યો છે અને પ્રાથમિક માહિતી મુજબ તે સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.બે JCBથી ખોદકામ શરૂમાહિતી મળતાં પોલીસ અને વહીવટી તંત્રની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. બાળકને સુરક્ષિત બહાર કાઢવા માટે બોરવેલની આસપાસથી ખોદકામ શરૂ કરવામાં આવ્યું છે. બે JCB મશીનની મદદથી રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જરૂરી રેસ્ક્યૂ સાધનો પણ ઘટનાસ્થળે પહોંચાડવામાં આવી રહ્યા છે. રામગઢના ધારાસભ્ય સુખવંત સિંહ પણ સ્થળ પર પહોંચ્યા હતા અને અધિકારીઓ પાસેથી રેસ્ક્યૂ કામગીરીની માહિતી મેળવી હતી. SDM મનીષા રેશમ, DSP નરેન્દ્ર કુમાર સહિત પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. SDRF અને NDRFની ટીમોને પણ રવાના કરવામાં આવી છે.આ પણ વાંચો : TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા

Read Full Story arrow_forward