android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: મંકી માસ્ક પહેરીને 30થી વધુ ઘરફોડ ચોરી કરનાર શાતિર ચોર ઝડપાયો
calendar_today January 8, 2026

Surat News: મંકી માસ્ક પહેરીને 30થી વધુ ઘરફોડ ચોરી કરનાર શાતિર ચોર ઝડપાયો

સુરતના સચિન વિસ્તારમાં ગત 22 નવેમ્બરે એક કારખાનામાં થયેલી મોટી ચોરીનો ભેદ ઉકેલવામાં સુરત પોલીસને સફળતા મળી છે. પોલીસે મંકી માસ્ક પહેરીને ચોરીની ઘટનાને અંજામ આપનારા કુખ્યાત આરોપી લાલા ઉર્ફે નેલુ દંડપાની બિશ્નોઈની ધરપકડ કરી છે. સુરતનો મંકી મેન જેલ ભેગો મળતી માહિતી પ્રમાણે આરોપી લાલાએ સચિન વિસ્તારમાં આવેલા એક કારખાનાને નિશાન બનાવીને ત્યાંથી રૂપિયા 1.96 લાખની રોકડ રકમની ચોરી કરી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી 80 હજાર રૂપિયાની રોકડ, ચોરી કરવા માટે વપરાતા લોખંડના ઓજાર અને અન્ય સામાન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી અત્યંત ચાલાક છે, જે સીસીટીવી કેમેરામાં ઓળખાઈ ન જાય તે માટે ખાસ મંકી માસ્ક પહેરીને જ ઘરફોડ ચોરીઓ કરતો હતો. 30થી વધુ ગુનાનો ધરાવે છે ઈતિહાસ  પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે લાલો ઉર્ફે નેલુ કોઈ સામાન્ય ચોર નથી, પરંતુ તે એક રીઢો ગુનેગાર છે. તેની વિરુદ્ધ સુરતના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં 30થી વધુ ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે. તે રાત્રિના સમયે બંધ મકાનો કે કારખાનાની રેકી કરતો અને ત્યારબાદ મધ્યરાત્રિએ માસ્ક પહેરી ત્રાટકતો હતો. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને દબોચ્યો  સચિન પોલીસે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને દબોચી લીધો છે. આ ધરપકડથી સુરતના વેપારીઓ અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે. હાલમાં પોલીસ એ તપાસ કરી રહી છે કે આ ચોરીમાં તેની સાથે અન્ય કોઈ શખ્સો સામેલ હતા કે કેમ અને તેણે તાજેતરમાં અન્ય કયા સ્થળોએ હાથફેરો કર્યો છે. આ પણ વાંચોઃ Ahmedabada News: પ્રદૂષિત પાણીની બોટલ સાથે કોંગ્રેસે નોંધાવ્યો વિરોધ, શહેરમાં ટેકસ ભરે છે શહેરીજનો પણ સુવિધાના નામે મીડું

Read Full Story arrow_forward
Surendranagarના ધ્રાંગધ્રામાં તંત્રની નાક નીચે ખનિજ માફિયાઓ બેફામ, રોજની 300થી વધુ ટ્રકો દ્વારા ગેરકાયદે પથ્થરનું ખનન
calendar_today January 8, 2026

Surendranagarના ધ્રાંગધ્રામાં તંત્રની નાક નીચે ખનિજ માફિયાઓ બેફામ, રોજની 300થી વધુ ટ્રકો દ્વારા ગેરકાયદે પથ્થરનું ખનન

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પંથકમાં ગેરકાયદે પથ્થર ખનનનો મુદ્દો હાલ ભારે ચર્ચામાં છે. ધ્રાંગધ્રાના ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ પ્રકારની પાસ-પરમિટ વગર પથ્થરોનું ખુલ્લેઆમ ખનન થઈ રહ્યું હોવાની બુમરાણ ઉઠી છે. આ ગંભીરતા ત્યારે વધુ જણાય છે જ્યારે ખનિજ ભરેલી ટ્રકો સીધી જ ડેપ્યુટી કલેક્ટર કચેરી અને મામલતદાર ઓફિસ પાસેથી પસાર થતી જોવા મળે છે.તંત્રના મૌન સામે સવાલો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે, મોટા-મોટા પથ્થરો ભરેલી ટ્રકો માટેલા સાંઢની માફક હાઈવે અને શહેરી વિસ્તારોમાંથી પસાર થઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દરરોજ 300થી વધુ ટ્રકો ગેરકાયદે ખનનમાં રોકાયેલી છે. તેમ છતાં, તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર દેખાડા પૂરતી કામગીરી? સ્થાનિકોનો આક્ષેપ છે કે મામલતદાર ક્યારેક એક-બે ટ્રકો ઝડપીને માત્ર કામગીરીનો સંતોષ માને છે, જ્યારે મોટા પાયે ચાલતું આ નેટવર્ક હજુ પણ અવિરત ચાલુ છે. સરકારી કચેરીઓ પાસે જ આ ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાથી તંત્રની મિલીભગત હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. ખનિજ માફિયાઓ સામે ક્યારે કડક પગલાં લેવાશે તે હવે જોવાનું રહ્યું. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad News : રાજ્યભરના શિવાલયોમાં ગુંજશે 'ૐ નમઃ શિવાય', ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી
calendar_today January 8, 2026

Ahmedabad News : રાજ્યભરના શિવાલયોમાં ગુંજશે 'ૐ નમઃ શિવાય', ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી

સમગ્ર ગુજરાતમાં અત્યારે સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેના ભાગરૂપે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલા ઐતિહાસિક નીલકંઠ મહાદેવ મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પર્વને વધાવવા માટે મંદિરમાં સતત 72 કલાકની અવિરત શિવ ધૂનની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના મોટાભાગના શિવાલયોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા શિવ ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભક્તો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઈને ભગવાન ભોળાનાથની આરાધના કરી રહ્યા છે.72 કલાકનો અખંડ જપ અસારવાના નીલકંઠ મહાદેવ મંદિરમાં આયોજિત આ શિવ ધૂનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ભગવાન શિવજીની શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા-અર્ચના કરી હતી અને ધૂનમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે રાજ્યના મંત્રી દર્શનાબેન વાઘેલા, અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા, મેયર પ્રતિભા જૈન સહિતના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. સોમનાથની અતૂટ આસ્થાને યાદ કરવા માટે શરૂ થયેલી આ 72 કલાકની ધૂનથી સમગ્ર વિસ્તાર શિવમય બન્યો છે અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો : Vadodara News : "અધિકારીઓ પોતાની જાતને સરકાર સમજે છે"?, ધારાસભ્યોનો વહીવટ સામે બળવો, જાણો શું છે સમગ્ર મામલો...

Read Full Story arrow_forward