android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
GIHED Property Olympiad 2026: અમદાવાદમાં યોજાશે ભવ્ય પ્રોપર્ટી શો, જાણો તારીખ અને સ્થળ
calendar_today January 8, 2026

GIHED Property Olympiad 2026: અમદાવાદમાં યોજાશે ભવ્ય પ્રોપર્ટી શો, જાણો તારીખ અને સ્થળ

છેલ્લા 10 વર્ષમાં અમદાવાદ જે રીતે બદલાયું છે અને જે ઝડપે તેનો વિકાસ થયો છે, તે જોઈને સૌ કોઈ નવાઈ પામી રહ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ હોય, એસ.જી. હાઈવેનો નવો લુક હોય કે ગિફ્ટ સિટી સાથેની કનેક્ટિવિટી, અમદાવાદ હવે માત્ર ગુજરાતનું જ નહીં પણ દેશનું એક મોટું હબ બની ગયું છે. ખાસ કરીને અમદાવાદમાં છેલ્લા 10 વર્ષમાં (દસકામાં) રિયલ એસ્ટેટ ક્ષેત્રે ક્રાંતિ આવી છે. સામાન્ય માણસનું પોતાનું ઘર હોય કે બિઝનેસ માટેની ઓફિસ, દરેક માટે અમદાવાદ આજે પહેલી પસંદ છે. 20મી GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડનું આયોજન આ વિકાસની ગતિને વેગ આપવા અને અમદાવાદીઓને તેમના સપનાનું ઘર શોધવામાં મદદ કરવા માટે, શહેરની પ્રતિષ્ઠિત સંસ્થા CREDAI અમદાવાદ દ્વારા 20મી GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડ 2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશાળ પ્રોપર્ટી એક્સ્પો 9, 10 અને 11 જાન્યુઆરી 2026 દરમિયાન મેમનગર સ્થિત GMDC / યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હસ્તે ઉદ્ઘાટન આ મેગા પ્રોપર્ટી શોનું ઉદ્ઘાટન ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે આ ઇવેન્ટ માત્ર એક પ્રદર્શન જ નહીં, પરંતુ અમદાવાદના આગામી દાયકાના વિકાસની દિશા દર્શાવતું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે. આ પ્રદર્શનમાં ઘર ખરીદનારાઓ અને રોકાણકારો માટે એક જ સ્થળે અનેક વિકલ્પો ઉપલબ્ધ રહેશે. એક જ છત નીચે 400થી વધુ પ્રોજેક્ટ્સ આ પ્રોપર્ટી ઓલિમ્પિયાડમાં મુલાકાતીઓને એક જ જગ્યાએ અમદાવાદના અલગ-અલગ વિસ્તારોના ૪૦૦થી વધુ નાના-મોટા પ્રોજેક્ટ્સ જોવા મળશે, જેમાં શહેરના જાણીતા 60થી વધુ બિલ્ડરો ભાગ લઈ રહ્યા છે. અહીં મધ્યમ વર્ગ માટેના બજેટ ફ્રેન્ડલી ઘરથી લઈને પ્રીમિયમ લક્ઝરી ફ્લેટ્સ, ઓફિસ, દુકાનો, પ્લોટિંગ સ્કીમ અને વીકેન્ડ હોમ્સ જેવા અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. ગ્રાહકો અહીં સીધા જ ડેવલપર્સ સાથે વાતચીત કરી શકશે. કેમ ખાસ છે ‘પ્રોપર્ટી ઓલિમ્પિયાડ’? ક્રેડાઈ અમદાવાદના હોદ્દેદારોના જણાવ્યા અનુસાર, 2026થી 2036નો સમયગાળો એ ‘અમદાવાદનો દસકો’ છે. વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ્સ અને 2036માં ઓલિમ્પિક્સ માટે શહેર તૈયાર થઈ રહ્યું છે, ત્યારે રિયલ એસ્ટેટમાં રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે. આ આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સને કારણે શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં જંગી ફેરફાર આવશે, જેનો સીધો ફાયદો અત્યારે પ્રોપર્ટી ખરીદનારાઓને અને રોકાણકારોને મળશે. આ ઈવેન્ટ માત્ર એક પ્રદર્શન નથી, પણ અમદાવાદના આગામી દાયકાના વિકાસની બ્લુપ્રિન્ટ છે. અહીં આવનારા મુલાકાતીઓને માત્ર ઘર જ નહીં, પણ સુરક્ષિત રોકાણની ખાતરી પણ મળશે. તો મુલાકાત લો GIHED પ્રોપર્ટી ઓલિમ્પિયાડની. Disclaimer: આ એડવર્ટોરિયલ કન્ટેન્ટ છે.

Read Full Story arrow_forward
Vadodara News : "અધિકારીઓ પોતાની જાતને સરકાર સમજે છે"?, ધારાસભ્યોનો વહીવટ સામે બળવો, જાણો શું છે સમગ્ર મામલો...
calendar_today January 8, 2026

Vadodara News : "અધિકારીઓ પોતાની જાતને સરકાર સમજે છે"?, ધારાસભ્યોનો વહીવટ સામે બળવો, જાણો શું છે સમગ્ર મામલો...

ગુજરાતના રાજકારણમાં વડોદરા જિલ્લાના ભાજપના પાંચ ધારાસભ્યોએ એકસાથે મળીને વહીવટી તંત્ર સામે જે રીતે બ્યૂગલ ફૂંક્યું છે, તેણે સચિવાલયથી લઈને સ્થાનિક તંત્ર સુધી ખળભળાટ મચાવી દીધો છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, શૈલેષ મહેતા, ચૈતન્ય ઝાલા, અક્ષય પટેલ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સંયુક્ત હસ્તાક્ષર સાથે મુખ્યમંત્રીને પત્ર લખીને જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની કાર્યશૈલી પર સવાલિયા નિશાન ઊભા કર્યા છે.અધિકારીઓનો 'કાચના મહેલ'માં વહીવટ ધારાસભ્યોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે જિલ્લા કલેક્ટર, DDO અને પોલીસ કમિશનર જેવા ઉચ્ચ હોદ્દા પર બેઠેલા અધિકારીઓ માત્ર એરકન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને વીડિયો કોન્ફરન્સ દ્વારા વહીવટ ચલાવે છે. જમીની હકીકત અને પ્રજાની મુશ્કેલીઓથી તેઓ ખૂબ દૂર છે. પત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, અધિકારીઓ સરકાર સમક્ષ સત્ય રજૂ કરવાને બદલે 'બધું જ બરાબર છે' તેવું ખોટું અને ગુલાબી ચિત્ર રજૂ કરી સરકારને ગેરમાર્ગે દોરી રહ્યા છે.જ્યારે જનપ્રતિનિધિઓ પ્રજાના પ્રશ્નો લઈને જાય છે ત્યારે અધિકારીઓ તેમની વાત સાંભળવાની તસ્દી પણ લેતા નથી. પત્રમાં આરોપ છે કે કેટલાક અધિકારીઓ તો "પોતે જ સરકાર છે" તેવા અહંકારમાં રાચે છે. જો કોઈ નાગરિક ધારાસભ્યની મદદ લે તો અધિકારીઓ તે નાગરિકને પજવણી કરે છે અને પૂછે છે કે "તમે ધારાસભ્ય પાસે કેમ ગયા?".આ પ્રકારની માનસિકતા લોકશાહીના પાયા પર ઘા સમાન છે. વડોદરા BJPના 5 ધારાસભ્યએ CMને લખ્યો પત્ર#BhupendraPatel #GujaratCM #Vadodara #BJPMLA #LetterToCM #OfficialsPerformance #PublicIssues #GujaratPolitics #SandeshNews pic.twitter.com/rhPpHkJNOg— Sandesh (@sandeshnews) January 8, 2026 પ્રજા માટે 'યુદ્ધ' સમાન બન્યા નાના કામો ધારાસભ્યોએ વ્યથા ઠાલવતા કહ્યું કે, પ્રજાએ પોતાના નાના કામો કરાવવા માટે પણ યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. વહીવટી તંત્રની અસંવેદનશીલતા અને મનસ્વીતાને કારણે સરકારની છબી ખરડાઈ રહી છે. જે સરકાર 'પ્રજાભિમુખ' હોવાનો દાવો કરે છે, તેના જ અધિકારીઓ પ્રજાના દુઃખ-દર્દ પ્રત્યે બેદરકાર હોવાનું પત્રમાં સાફ શબ્દોમાં લખાયું છે. વડોદરાના પાંચેય ધારાસભ્યોએ મુખ્યમંત્રીને વિનંતી કરી છે કે આવા મનસ્વી અધિકારીઓ સામે તત્કાલ કડક પગલાં લેવામાં આવે. પ્રજા અને લોકપ્રતિનિધિઓના અવાજને દબાવનારા અધિકારીઓને સબક શીખવાડવો જરૂરી છે જેથી વહીવટી તંત્ર ફરી પાટા પર આવી શકે અને લોકોના કામો વિલંબ વગર થઈ શકે. આ પણ વાંચો : Rajkot News : વિંછીયા ફાયરિંગ કેસમાં મોટું એક્શન, રાજકોટ ગ્રામ્ય પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી

Read Full Story arrow_forward
Surat News: બહેનના પ્રેમીની હત્યા કરી 17 વર્ષથી ફરાર ભાઈ આખરે તમિલનાડુથી ઝડપાયો
calendar_today January 8, 2026

Surat News: બહેનના પ્રેમીની હત્યા કરી 17 વર્ષથી ફરાર ભાઈ આખરે તમિલનાડુથી ઝડપાયો

સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની ટીમે 17 વર્ષ જૂના હત્યાના ગુનામાં નાસતા-ફરતા મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. પોતાની બહેનના પ્રેમ સંબંધથી નારાજ થઈને યુવકની ઘાતકી હત્યા કરનાર આરોપી સંતોષ સીમાંચલ પ્રધાનને પોલીસે તમિલનાડુ ખાતેથી દબોચી લીધો છે. આ ઘટનાની વિગત એવી છે કે, આશરે 17 વર્ષ પહેલાં આરોપી સંતોષ પ્રધાનની બહેનને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો.આરોપી સંતોષ પ્રધાન તમિલનાડુથી ઝડપાયોપરિવારની મરજી વિરુદ્ધના આ સંબંધને કારણે સંતોષ અત્યંત રોષમાં હતો. વેર વાળવાના ઈરાદે સંતોષ અને તેના અન્ય 6 સાગરીતોએ મળીને બહેનના પ્રેમી પર જીવલેણ હુમલો કર્યો હતો અને તેની કરપીણ હત્યા કરી નાખી હતી. હત્યાના આ ગુનામાં સુરત પોલીસે અગાઉ તપાસ હાથ ધરીને હત્યામાં સામેલ ૫ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. જોકે મુખ્ય સૂત્રધાર સંતોષ પ્રધાન પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. સુરત પોલીસે અગાઉ 5 આરોપીને ઝડપી પાડ્યા હતાતે છેલ્લા 17 વર્ષથી પોતાની ઓળખ છુપાવી અલગ-અલગ રાજ્યોમાં રહી રહ્યો હતો. તાજેતરમાં ઉધના પોલીસને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો પાસેથી સચોટ માહિતી મળી હતી કે આરોપી સંતોષ તમિલનાડુમાં છુપાયો છે. આ બાતમીના આધારે ઉધના પોલીસે તમિલનાડુમાં વોચ ગોઠવીને તેને ઝડપી પાડ્યો હતો. ઉધના પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપ્યોલાંબા સમય બાદ આરોપી પકડાતા મૃતક યુવકના પરિવારને ન્યાય મળવાની આશા ફરી જાગી છે. પોલીસ હવે આરોપી સંતોષને સુરત લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે. આ કિસ્સો સાબિત કરે છે કે ગુનેગાર ગમે તેટલો સમય ભાગતો રહે, પણ કાયદાના લાંબા હાથથી બચી શકતો નથી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward