android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bharuch News: રાંડ્યા પછીનું ડહાપણ, 5 લોકો ઘાયલ થયા બાદ ઢોર પકડવાનો આદેશ
calendar_today January 8, 2026

Bharuch News: રાંડ્યા પછીનું ડહાપણ, 5 લોકો ઘાયલ થયા બાદ ઢોર પકડવાનો આદેશ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ઐયપ્પા મંદિર નજીક એક વિફરેલા આખલાએ ભારે આતંક મચાવ્યો હતો. આ ઘટનામાં મંદિરે દર્શન કરવા આવેલા એક દંપતી સહિત કુલ 5 લોકોને ઈજાઓ પહોંચતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આખરે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે.15 મિનિટ સુધી મચાવ્યો આતંક ઘટનાની મળતી માહિતી અનુસાર, ગડખોલના ઐયપ્પા મંદિર નજીકથી પસાર થઈ રહેલા એક દંપતી પર આખલાએ અચાનક હુમલો કર્યો હતો. આખલાએ મહિલાને અડફેટે લેતા પતિ તેને બચાવવા વચ્ચે પડ્યો હતો, પરંતુ આખલાએ તેના પર પણ હુમલો કરી તેને બાનમાં લીધો હતો. આટલેથી ન અટકતા, આખલાએ ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકો અને રાહદારીઓ પાછળ પણ દોટ મૂકી હતી. અંદાજે 15 મિનિટ સુધી આખલાએ રસ્તા પર આતંક મચાવ્યો હતો, જેમાં 5 લોકોને નાની-મોટી ઈજાઓ થઈ હતી. વીડિયો વાયરલ થયા બાદ તંત્ર જાગ્યું આ હુમલાના રૂંવાડા ઉભા કરી દે તેવા વીડિયો વાયરલ થતા જ તાલુકા વહીવટી તંત્રની આંખ ખુલી છે. અત્યાર સુધી રખડતા ઢોરના મુદ્દે મૌન સેવી રહેલા તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે. રખડતા ઢોરના આતંકને રોકવા માટે સ્થાનિક સ્તરે કામગીરી તેજ કરવા સૂચના આપવામાં આવી છે. તમામ ગ્રામ પંચાયતોને કડક આદેશ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા તાલુકાની તમામ ગ્રામ પંચાયતોને એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, પોતપોતાના વિસ્તારમાં રખડતા ઢોરને તાત્કાલિક ધોરણે પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરવી. જો આગામી દિવસોમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની જવાબદારી જે-તે પંચાયતની રહેશે, તેવી તાકીદ પણ કરવામાં આવી છે. આ પણ વાંચો - Ankleshwar News : અંકલેશ્વરમાં રખડતા ઢોરનો આતંક, મંદિરે દર્શન કરવા આવેલા દંપતીને ઢોરે બાનમાં લીધા

Read Full Story arrow_forward
Rajkot થી કોલકાતા સુધી EDનો સપાટો, રેલવે સહિત 10 સરકારી વિભાગોના નામે ચાલતું રેકેટ ઝડપાયું
calendar_today January 8, 2026

Rajkot થી કોલકાતા સુધી EDનો સપાટો, રેલવે સહિત 10 સરકારી વિભાગોના નામે ચાલતું રેકેટ ઝડપાયું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા આજે દેશભરમાં સરકારી નોકરીના નામે આચરવામાં આવતી ઠગાઈના મોટા કૌભાંડનો પર્દાફાશ કરવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. રાજકોટ સહિત દેશના 6 રાજ્યોમાં કુલ 15 સ્થળોએ EDની ટીમો ત્રાટકી છે. આ તપાસમાં રાજકોટ, ગોરખપુર, ઈલાહાબાદ, લખનૌ, બિહારના મુઝફ્ફરપુર અને મોતિહારી તેમજ કોલકાતા, ચેન્નઈ અને કેરળના વિવિધ લોકેશનનો સમાવેશ થાય છે. આ ગેંગ દ્વારા રેલવે સહિત 10 જેટલા સરકારી વિભાગોમાં ભરતીના નામે નિર્દોષ બેરોજગારો સાથે કરોડોની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.દેશના 15 સ્થળોએ EDનું સર્ચ ઓપરેશન આ ઠગ ગેંગની કાર્યપદ્ધતિ જોઈને અધિકારીઓ પણ ચોંકી ગયા છે. લોકોને વિશ્વાસમાં લેવા માટે આરોપીઓ સરકારી વિભાગો જેવા જ દેખાતા ખોટા ઈમેલ આઈડી બનાવીને નકલી કોલ લેટર અને નિયુક્તિ પત્રો મોકલતા હતા. એટલું જ નહીં, કોઈને શંકા ન જાય તે માટે તેઓ કેટલાક ભોગ બનનાર ઉમેદવારોના બેંક ખાતામાં બે-ત્રણ મહિના સુધી 'પગાર' પણ જમા કરાવતા હતા. આ નકલી પગારની પદ્ધતિને કારણે લોકો છેતરાઈ જતા અને વધુ નાણાં ગુમાવતા હતા. હાલમાં EDએ ડિજિટલ પુરાવા અને દસ્તાવેજો જપ્ત કરી આ મની લોન્ડરિંગના તાર ક્યાં સુધી જોડાયેલા છે તેની તપાસ તેજ કરી છે. આ પણ વાંચો : Weather News : હવામાન વિભાગે કરી મોટી આગાહી, બેવડી ઋતુ બાદ હવે હાડ થીજવતી ઠંડીની એન્ટ્રી

Read Full Story arrow_forward
Chhota Udepur: કેસરીયા રેલીમાં ગાયની એન્ટ્રી, કવાંટમાં ભાજપની સભા પહેલા મચી નાસભાગ
calendar_today January 8, 2026

Chhota Udepur: કેસરીયા રેલીમાં ગાયની એન્ટ્રી, કવાંટમાં ભાજપની સભા પહેલા મચી નાસભાગ

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે ભાજપની એક ભવ્ય રેલીમાં અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાજપ દ્વારા આયોજિત આ વિજય વિશ્વાસ રેલીમાં જ્યારે કાર્યકરો ડીજેના તાલે અને ઢોલ-નગારા સાથે ઉત્સાહમાં નાચી રહ્યા હતા, ત્યારે અચાનક એક ગાય રેલીની વચ્ચે ઘૂસી આવી હતી.ભીડ અને સંગીતના ઘોંઘાટને કારણે ગાય ભડકી મળતી માહિતી મુજબ રેલી તેના નિર્ધારિત રૂટ પર આગળ જઈ રહી હતી ત્યારે ભીડ અને સંગીતના ઘોંઘાટને કારણે ગાય ભડકી હતી. ગાયે આક્રમક બનીને રેલીમાં હાજર લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. ગાયે એકાએક દોડવાનું શરૂ કરતા રસ્તા પર ચાલી રહેલા અનેક કાર્યકરો તેની અડફેટે આવ્યા હતા. જે લોકો હજુ થોડી વાર પહેલા નારેબાજી કરી રહ્યા હતા, તેઓ અચાનક પોતાનો જીવ બચાવવા માટે આજુબાજુની ગલીઓ અને દુકાનોમાં દોડવા લાગ્યા હતા. લોકોમાં ગભરાટ ફેલાયો ડીજેના અવાજને કારણે ગાય વધુ વિફરી હતી, જેના પરિણામે દ્રશ્યો વધુ ભયાનક બન્યા હતા. કેટલાક કાર્યકરો જમીન પર પટકાયા હતા અને તેમને નાની-મોટી ઈજાઓ પણ પહોંચી હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ગાયના ડરથી લોકો કઈ રીતે આમ-તેમ ભાગી રહ્યા છે. દનસીબે, આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઈ નથી, પરંતુ રેલીમાં અચાનક સર્જાયેલા આ વિઘ્નને કારણે થોડીવાર માટે સમગ્ર કાર્યક્રમ ખોરવાઈ ગયો હતો. આ પણ વાંચોઃ Gujarat News: નોકરીનું નકલી નેટવર્ક, ગુજરાતમાં EDના દરોડાથી કૌભાંડીઓમાં ફફડાટ!

Read Full Story arrow_forward