android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Sanand: મોરૈયાની બે ખાનગી કંપનીમાં લાગી વિકરાળ આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે
calendar_today January 8, 2026

Sanand: મોરૈયાની બે ખાનગી કંપનીમાં લાગી વિકરાળ આગ, ફાયરની 5 ગાડીઓ ઘટના સ્થળે

સાણંદના મોરૈયા જીઆઈડીસી વિસ્તારમાં આજે વહેલી સવારના સમયે અચાનક આગ ફાટી નીકળતા ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પિનાગ્સ અને શ્રી હરી પેપર કંપનીમાં આગ લાગતા જોતજોતામાં જ્વાળાઓએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ખાસ કરીને પેપર કંપની હોવાને કારણે જ્વલનશીલ સામગ્રીના કારણે આગ અત્યંત ઝડપથી ફેલાઈ હતી.ત્રણ શહેરોની ફાયર ફાઈટિંગ ટીમ તૈનાત આગની ગંભીરતાને જોતા સ્થાનિક સ્તરેથી મદદ માંગવામાં આવી હતી. ઘટનાસ્થળે અમદાવાદ, સાણંદ અને બાવળાની ફાયર ટીમો તાત્કાલિક દોડી આવી હતી. ફાયર બ્રિગેડની અંદાજે 5થી વધુ ગાડીઓ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે. વહેલી સવારથી શરૂ થયેલું આ રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે, કારણ કે ફેક્ટરીની અંદર રહેલા માલસામાનને કારણે આગ અંદરના ભાગે વધુ ફેલાઈ છે. સદ્દનસીબે કોઇ જાનહાનિ નહીં મળતી માહિતી મુજબ, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ આગમાં કંપનીનો મશીનરી અને કાચો માલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હોવાનું જણાય છે. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શક્યતા સેવાઈ રહી છે, જોકે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ જ સાચું કારણ અને નુકસાનનો અંદાજ જાણી શકાશે.આ પણ વાંચોઃ Rajkot: વિંછીયામાં UP બિહાર સ્ટાઇલમાં સામસામે ફાયરિંગ, ધંધાની હરીફાઇમાં કરાયો હત્યાનો પ્રયાસ 

Read Full Story arrow_forward
Ahmedabad Kite Festival 2026 : અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે
calendar_today January 8, 2026

Ahmedabad Kite Festival 2026 : અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશના 135 પતંગબાજો સહભાગી થશે

આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’નું આયોજન પુરજોશમાં કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ ખાતે તા.૧૨ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’ના મુખ્ય આકર્ષણના કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વિવિધ પ્રકારના શ્રેષ્ઠ મોટા પતંગોની ઉડાન કરશે. આ ઉપરાંત 13 જાન્યુઆરીના રોજ રાત્રિ પતંગ ઉડાન કરવામાં આવશે અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથોસાથ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે. જેમાં સુપ્રસિદ્ધ લોક ગાયિકા કિંજલબેન દવે પ્રસ્તુતિ કરશે. વડોદરા ખાતે 13 જાન્યુઆરી 2026ના રોજ યોજાશે પતંગ ઉત્સવ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ તથા ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો એમ કુલ મળીને ૧,૦૭૧ પતંગ રસિયાઓ ભાગ લેશે. આ મહોત્સવ દરમિયાન ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જે સ્થાનિક કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬ અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરામાં તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૬, વડનગર, શિવરાજપુર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૬ તેમજ વડોદરા ખાતે તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે. પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ-૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં ૩.૮૩ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા, ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા ગુજરાત ટૂરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે તેમ ગુજરાત ટૂરિઝમની યાદીમાં જણાવાયું છે. આ પણ વાંચો : Gir Somnath News : ગુજરાત પોલીસ અશ્વદળના તાલીમ બદ્ધ અશ્વસવારના 'હર હર મહાદેવ' ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

Read Full Story arrow_forward
Rajkot News: સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસના કામોને મળી મંજૂર
calendar_today January 8, 2026

Rajkot News: સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસના કામોને મળી મંજૂર

રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મહત્વની બેઠક આજે ચેરમેનની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ બેઠકમાં રાજકોટ શહેરના વિકાસને વેગ આપવા માટે વિવિધ લક્ષી દરખાસ્તો પર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કુલ 210 કરોડ રૂપિયાના વિકાસકામોને મંજૂરી આપીને રાજકોટવાસીઓ માટે સુવિધાઓના દ્વાર ખોલ્યા છે.66 પૈકી 63 દરખાસ્તો મંજૂર આજની બેઠકમાં કુલ 66 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. જેમાંથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ગહન ચર્ચા બાદ 63 દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી છે. મંજૂર કરવામાં આવેલા કામોમાં રસ્તા, ડ્રેનેજ, સ્ટ્રીટ લાઈટ અને અન્ય માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે. 210 કરોડના ખર્ચે થનારા આ કામોથી રાજકોટ શહેરના વિવિધ વોર્ડના પ્રશ્નો હલ થશે તેમ માનવામાં આવે છે. સિક્યુરિટી અને પાઈપલાઈનની દરખાસ્તો પેન્ડિંગ જોકે, કેટલીક મહત્વની દરખાસ્તો પર કમિટીએ હાલ પૂરતી રોક લગાવી છે. કરોડો રૂપિયાના ખર્ચે આપવાના થતા બે વર્ષના સિક્યુરિટી કોન્ટ્રાક્ટની દરખાસ્તને કમિટીએ પેન્ડિંગ રાખી છે. આ ઉપરાંત, પાણી પુરવઠા માટેની કરોડોના ખર્ચની DI પાઈપલાઈન નાખવા અંગેની દરખાસ્ત પણ હાલમાં મંજૂર કરવામાં આવી નથી. આ દરખાસ્તો પેન્ડિંગ રાખવા પાછળ ટેકનિકલ કારણો અથવા વધુ વિગતોની જરૂરિયાત હોવાનું મનાઈ રહ્યું છે. રાજકોટ શહેરના વિકાસને મળશે નવી ગતિ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી રાજકોટ શહેરમાં આગામી સમયમાં અનેક નવા પ્રોજેક્ટ્સ શરૂ થશે. ખાસ કરીને ચૂંટણી પૂર્વે અથવા નવા વર્ષના પ્રારંભે આટલા મોટા પાયે વિકાસકામોને મંજૂરી મળતા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે પેન્ડિંગ રાખવામાં આવેલી દરખાસ્તો પર આગામી બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે. આ પણ વાંચો - Rajkot News: વિંછીયામાં જૂથ અથડામણ બાદ ફાયરિંગ

Read Full Story arrow_forward