android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News : વડોદરામાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચને લઈ ઉત્સાહ, રોહિત શર્મા, કે.એલ. રાહુલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા
calendar_today January 8, 2026

Vadodara News : વડોદરામાં ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચને લઈ ઉત્સાહ, રોહિત શર્મા, કે.એલ. રાહુલ વડોદરા એરપોર્ટ પહોંચ્યા

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તા.૧૧મીના રોજ રવિવારે યોજાનારી વન ડે મેચ દરમિયાન અભેદ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવા માટે બુધવારે રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા ટ્રાફિક અને પાર્કિંગ સહિતના મુદ્દે બીસીએના પદાધિકારીઓ સાથે બેઠક યોજી હતી. મેચ જોવા માટે ૩૦,૦૦૦ પ્રેક્ષકો આવનાર હોવાથી તે પ્રમાણે ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરાયું છે. પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી શહેર નજીક કોટંબી ખાતે બીસીએના ગ્રાઉન્ડ પર ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે તા.૧૧મીના રોજ વન ડે મેચ યોજાનાર છે. આ મેચમાં આંતર રાષ્ટ્રીય ખ્યાતી ધરાવનાર ક્રિકેટરોની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે રેન્જ આઇજી સંદિપસીંઘ અને જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ સહિતના પોલીસ અધિકારીઓએ ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. ગ્રાઉન્ડ પર એન્ટ્રી ઍકિઝટ સહિતના રસ્તાઓની મુલાકાત લીધી હતી. ડ્રેસિંગ રૂમમાંથી ગ્રાઉન્ડ પર જવા-આવવાના રસ્તાની પણ મુલાકાત લીધી હતી. આ માર્ગ પરની સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ ચર્ચા કરી હતી પોલીસે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને બીસીએના પ્રમુખ પ્રણવ અમીન સહિતના પદાધિકારીઓ વચ્ચે સુરક્ષા વ્યવસ્થા સહિતના મુદ્દાઓ અંગે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેલાડીઓ, પ્રેક્ષકોની સુરક્ષા વ્યવસ્થા માટે ચર્ચા થઇ હતી. આ ઉપરાંત મેચના દિવસે ટ્રાફિક નિયમન અને મેચ જોવા આવનાર માટે પાર્કિંગ વ્યવસ્થાની ચર્ચા કરવામાં આવી હતી. સમગ્ર ગ્રાઉન્ડ પર પોલીસ શ્રી લેયર સુરક્ષા વ્યવસ્થા ઊભી કરનાર છે. આ માટે ૨૦૦૦ પોલીસ કર્મીઓ તહેનાત કરવામાં આવશે. ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વડોદરા આવ્યો હતો કોટંબી ખાતે BCA સ્ટેડિયમમાં ભારત અને NZની ODI મેચ માટે આજે કિંગ કોહલીની હરણી એરપોર્ટ ખાતે ગ્રાન્ડ એન્ટ્રી થઈ હતી. એરપોર્ટ પર મોટી સંખ્યામાં એકગ થયેલા ફેન્સે પ્રિય ખેલાડીને ઘેરી લીધો હતો. જેથી સર્જાયેલી અરાજકતા વચ્ચે વિરાટને બહાર કાઢી કારમાં બેસાડતા સિક્યોરિટીના સ્ટાફને પરસેવો પડ્યો વડોદરામાં રવિવારે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વન-ડે મેચ રમાવાની છે. આ મેચ માટે આજે સ્ટાર ખેલાડી અને ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી વડોદરા આવ્યો હતો. વિરાટને પોલીસ એસ્કોટિંગમાં ગોત્રી વિસ્તારની હયાત હોટલ ખાતે થઈ જવાયો હતો હરણી એરપોર્ટ પર વિરાટની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સનો જમાવડો થયો હતો. એરપોર્ટથી બહાર નીકળેલા વિરાટને જોતા જ તેના ફ્રેન્સ બેકાબૂ થવા હતાં. કેટલાક ફેન્સે સેલ્ફી લેવા વિરાટ તરફ દોડી ગયા હતાં. એક તબક્કે ફ્રેન્સે કોહલીને ઘેરી લીધો હતો. દરમિયાન કોહલી.કોહલી...ની બૂમો વચ્ચે ધક્કામુક્કીને પગલે અરાજકતા સજાઈ હતી. જેના પગલે સુરક્ષા કર્મચારીઓનું પ્રેશર વધી ગયું હતું. સુરક્ષાના સ્ટાફે ભારે જેહમત બાદ વિરાટને કોર્ડન કરી કારમાં બેસાડયો હતો. ત્યારબાદ વિરાટને પોલીસ એસ્કોટિંગમાં ગોત્રી વિસ્તારની હયાત હોટલ ખાતે થઈ જવાયો હતો.બીજી તરફ, વિરાટની એન્ટ્રી બાદ એરપોર્ટ પર બીજા ખેલાડીઓ માટે ખાનગી સુરક્ષા વ્યવસ્થા વધારાઈ હતી દરમિયાન સાંજના સમયે ભારતના યુવા બેટ્સમેન શુભમન ગીલ તેમજ ન્યૂઝીલેન્ડના કેપ્ટન માઈકલ બેસવેલ, હેનરી નિકોલસ, ડેવોન કોનવે અને માઈકલ રાય સહિતના ખેલાડીઓ પણ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યાં હતાં. મોડી સાંજની ફ્લાઈટમાં કેપ્ટન કે.એલ.રાહુલ, રોહિત શર્મા અને હર્ષિત રાણા સાથે કોચ ગૌતમ ગંભીરનું પણ વડોદરામાં આગમન થયું હતું. ઉલ્લેખનિય છે કે, એરપોર્ટ પર ભીડને કારણે બીજા મુસાફરોને પાલાકી પડી હતી. આ પણ વાંચો : Rajkot News : રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારાની મુદત વધારવા કલેકટરની સરકારમાં દરખાસ્ત, 13 જાન્યુઆરીએ અશાંતધારાની મુદ્દત થાય છે પૂર્ણ

Read Full Story arrow_forward
Vadodara News: સાવલી-વડોદરા રોડ પર ડમ્પરમાં લાગી આગ
calendar_today January 8, 2026

Vadodara News: સાવલી-વડોદરા રોડ પર ડમ્પરમાં લાગી આગ

વડોદરા જિલ્લાના સાવલી-વડોદરા રોડ પર આજે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. સાવલી રોડ પર આવેલા ગોઠડા ગામ પાસેથી પસાર થઈ રહેલા એક ડમ્પરમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ડમ્પર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું છે.ઘટનાની વિગત ઘટનાની મળતી માહિતી અનુસાર, સાવલી-વડોદરા રોડ પર ગોઠડા ગામ નજીકથી ડમ્પર નંબર GJ 17 XX 8639 પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન અચાનક ડમ્પરમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ડમ્પરમાં આગ ભભૂકી ઉઠતા રોડ પર પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. આગ લાગતા જ ડમ્પર ચાલક સાવધ થઈ ગયો હતો અને સમયસૂચકતા વાપરી નીચે ઉતરી જતાં તેનો આબાદ બચાવ થયો હતો. બે ફાયર ફાઈટરની મદદથી આગ પર કાબૂ આગની જાણ થતા જ મંજુસર GIDC અને જયુબિલન્ટ કંપનીની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી. બે ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં ડમ્પરનો આગળનો ભાગ અને કેબિન સંપૂર્ણપણે બળી ગયા હતા. ટ્રાફિક જામ અને પોલીસની કાર્યવાહી આ ઘટનાને પગલે સાવલી-વડોદરા હાઈવે પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનોની લાંબી કતારો લાગી હતી. ઘટનાની જાણ થતા જ સાવલી પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો - Vadodara માં પાલિકાના ટ્રકની અડફેટે સાયકલચાલકનું મોત, વડસર રોડ પર જીવલેણ અકસ્માત

Read Full Story arrow_forward
Surat News : કામરેજના આંબોલીમાં ભીષણ આગનો તાંડવ, 50થી વધુ શ્રમિકોના ઝુંપડા બળીને ખાખ
calendar_today January 8, 2026

Surat News : કામરેજના આંબોલીમાં ભીષણ આગનો તાંડવ, 50થી વધુ શ્રમિકોના ઝુંપડા બળીને ખાખ

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામ પાસે આવેલી શ્રમિકોની વસાહતમાં આજે વહેલી સવારે આગની એક ભીષણ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો અનુસાર, રાંધવા માટે ઉપયોગમાં લેવાતા ચૂલામાંથી ઉડેલા તણખલાને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને 50થી વધુ ઝુંપડાઓને પોતાની લપેટમાં લઈ લીધા હતા. આ અકસ્માતમાં ગરીબ શ્રમિકોની આખી ઘરવખરી, અનાજ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ છે. આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.કામરેજમાં હાહાકાર ઘટનાની જાણ થતા જ કામરેજ અને આસપાસના ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, જેના કારણે વધુ હોનારત ટળી હતી. સદનસીબે આ ભીષણ આગમાં કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી, પરંતુ કડકડતી ઠંડીના સમયમાં આશરે 50 જેટલા પરિવારો ઘરવિહોણા બની જતાં તેમની હાલત અત્યંત કફોડી થઈ ગઈ છે. સ્થાનિક તંત્ર દ્વારા હાલમાં નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો : Ahmedabad News : સાબરમતી જેલની સુરક્ષામાં ગાબડું, કુખ્યાત ગેંગસ્ટરની બેરેકમાંથી આઈફોન મળતા ખળભળાટ

Read Full Story arrow_forward