android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Valsad News : ભારતીય એકેડેમી સ્કૂલની દુખદ ઘટના, મેરેથોન દોડ બની દીકરી માટે અંતિમ સફર
calendar_today January 3, 2026

Valsad News : ભારતીય એકેડેમી સ્કૂલની દુખદ ઘટના, મેરેથોન દોડ બની દીકરી માટે અંતિમ સફર

વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક અત્યંત દુખદ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક આશાસ્પદ વિદ્યાર્થિનીનું મેરેથોન દરમિયાન મોત નીપજ્યું છે. ઉમરગામની 'ભારતીય એકેડેમી સ્કૂલ' દ્વારા આયોજિત મેરેથોન દોડમાં આ વિદ્યાર્થિનીએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જોકે, દોડતી વખતે અચાનક તેની તબિયત લથડી હતી અને તે ઢળી પડી હતી. શાળા સંચાલકો અને હાજર સ્ટાફ દ્વારા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા.બોર્ડની પરીક્ષા પહેલા જ કાળનો પંજો: તબીબોના પ્રાથમિક તારણ મુજબ, વિદ્યાર્થિનીનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી થયેલા આ મોતના સમાચાર વહેતા થતા જ સમગ્ર ઉમરગામ પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલી અને રમતગમતમાં રુચિ ધરાવતી દીકરીના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે શાળામાં ચાલતા કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા હતા અને સમગ્ર શૈક્ષણિક જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પણ વાંચો : Gandhinagar માં ટાઈફોડનો કહેર, સેક્ટર 24 થી 26માં 67 થી વધુ કેસ નોંધાતા ફફડાટ

Read Full Story arrow_forward
waghodia news: તળાવમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર
calendar_today January 3, 2026

waghodia news: તળાવમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર

વડોદરા જિલ્લાના વાઘોડિયા શહેરમાં આજે સવારના સમયે એક સનસનાટીભરી ઘટના સામે આવી છે. વાઘોડિયાની નવી નગરી પાછળ આવેલા તળાવમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. જે કારણે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળેટોળા તળાવ કિનારે ઉમટી પડ્યા હતા.શું છે સમગ્ર ઘટના? ઘટનાની મળતી માહિતી અનુસાર, વાઘોડિયામાં નવી નગરી વિસ્તારની પાછળ આવેલી તલાવડીમાં આજે વહેલી સવારે સ્થાનિકોએ એક મૃતદેહ તરતો જોયો હતો. આ અંગે તુરંત વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસની કાર્યવાહી પોલીસે મૃતદેહનો કબ્જો મેળવી તેને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે. હાલમાં પોલીસ દ્વારા મૃતક યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે.આ આત્મહત્યા છે કે પછી કોઈએ યુવકની હત્યા કરીને લાશ તળાવમાં ફેંકી દીધી છે, તે રહસ્ય હજુ અકબંધ છે. ઘટના સ્થળેથી કોઈ પુરાવા મળે છે કે કેમ તે માટે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. લોકોમાં કુતૂહલ અને ભયનો માહોલ રહેણાંક વિસ્તારની નજીક આવેલા તળાવમાંથી મૃતદેહ મળી આવતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ પાછળનું સાચું કારણ શું છે. વાઘોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ પણ વાંચો - Vadodara:વાઘોડિયામાં સગીરા સાથે દુષ્કર્મ કરનાર ઝડપાયો

Read Full Story arrow_forward
BCCI On Mustafizur: આ સનાતનીઓની જીત..મુસ્તફિઝુરની IPLમાં નો એન્ટ્રી બાદ BJP નેતાની પ્રતિક્રિયા
calendar_today January 3, 2026

BCCI On Mustafizur: આ સનાતનીઓની જીત..મુસ્તફિઝુરની IPLમાં નો એન્ટ્રી બાદ BJP નેતાની પ્રતિક્રિયા

બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનની ટીમમાં બાંગ્લાદેશી ખેલાડીને લ લેવા અંગે અત્યારે માહોલ ગરમાયો છે. આ મામલે હવે બીસીસીઆઇએ કોલકાતા નાઇટ રાઇડર્સને બાંગ્લાદેશી ખેલાડી મુસ્કફિઝુર રહેમાનને ટીમની બહાર કરવાનો નિર્દેશ આપ્યો છે. બીસીસીઆઇના આ નિર્દેશ બાદ બીજેપી નેતા સંગીત સોમની પ્રતિક્રિયા આવી છે. તેમણે કહ્યું કે બીસીસીઆઇએ સનાતનીઓની ભાવનાને સમજી છે. સનાતનીઓની જીત સંગીત સોમે કહ્યું કે 1 અબજ લોકોની લાગણીઓ સાથે રમી શકાય નહીં. આ સનાતનીઓનો વિજય છે. તેમણે કહ્યું કે શાહરૂખ ખાનને સમજાયું છે કે દેશમાં રહીને સનાતનીઓ સાથે છેડછાડ કરવી ખોટું હશે. આ દેશના સનાતનીઓએ જ તેમને શાહરૂખ ખાન બનાવ્યા છે. બાંગ્લાદેશમાં નરસંહાર ભાજપ નેતા સંગીત સોમે કહ્યું કે આજે બાંગ્લાદેશમાં હિન્દુઓનો નરસંહાર થઈ રહ્યો છે. હિન્દુઓને બાળી નાખવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે આપણી બહેનો અને દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે, તેમના ઘરોને બાળી નાખવામાં આવી રહ્યા છે. આવી ઘણી બધી ઘટનાઓ બની રહી છે જેની અહીં ખબર પણ નથી. સંગીત સોમે કહ્યું કે ત્યાં ભારત વિરોધી નારા લગાવવામાં આવી રહ્યા છે અને ભારતીય વડા પ્રધાનનું અપમાન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આમ છતાં શાહરૂખ ખાન ત્યાં દેશના પૈસાનું રોકાણ કરી રહ્યા છે, જે ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે. હું શાહરૂખ ખાન જેવા લોકોને કહેવા માંગુ છું કે તેઓ આમાં સફળ થશે નહીં. "અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ" શિવસેના (UBT) ના પ્રવક્તા આનંદ દુબેએ કહ્યું કે બાંગ્લાદેશના ખેલાડી રહેમાનને IPL ક્રિકેટ મેચમાં રમવાની મંજૂરી ન આપવા બદલ અમે BCCIનો આભાર માનીએ છીએ. તેમણે કહ્યું કે અમે માંગ કરી રહ્યા હતા કે આ ખેલાડીને તક ન આપવી જોઈએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે અમારે કોઈ સંબંધ ન રાખવા જોઈએ. તેમણે કહ્યું કે અમે આ નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.

Read Full Story arrow_forward