android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Railway News : અમદાવાદ રેલ મંડળે ડિસેમ્બર 2025માં માલ લોડીંગમાં ભારતીય રેલમા 7મું સ્થાન પ્રાપ્ત કર્યું
calendar_today January 3, 2026

Railway News : અમદાવાદ રેલ મંડળે ડિસેમ્બર 2025માં માલ લોડીંગમાં ભારતીય રેલમા 7મું સ્થાન પ્રાપ્ત કર્યું

રેલવેએ ટિકિટ તપાસ અભિયાનોને વધુ સઘન બનાવી બિનટિકિટ તથા અનિયમિત મુસાફરી પર અસરકારક નિયંત્રણ લાવવામાં આવ્યું છે. ડિજિટલ ટિકિટિંગને પ્રોત્સાહન આપી મુસાફરોને સરળ, પારદર્શક અને સુલભ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કેટરિંગ એકમો, OSOP સ્ટોલ, પે-એન્ડ-યૂઝ શૌચાલયો, પાર્કિંગ કરારો તથા જાહેરાત પહેલો દ્વારા આવકમાં વધારો કરવામાં આવ્યો છે તેમજ મુસાફર સુવિધાઓમાં પણ નોંધપાત્ર સુધારો થયો છે.5.03 મિલિયન ટનનું અત્યાર સુધીનું સર્વોચ્ચ માસિક માલ લોડિંગ હાંસલ •ડિસેમ્બર 2025માં મંડળે અત્યાર સુધીનું સર્વાધિક સરેરાશ દૈનિક માલ લોડિંગ 3,224.74 વેગન નોંધાવ્યું, જે નવેમ્બર 2024માં નોંધાયેલા અગાઉના રેકોર્ડ 3,094.84 વેગનથી વધુ છે. જથ્થાની દૃષ્ટિએ પણ મંડળે 5.03 મિલિયન ટનનું અત્યાર સુધીનું સર્વોચ્ચ માસિક માલ લોડિંગ હાંસલ કર્યું છે, જે અગાઉના 4.81 મિલિયન ટનના રેકોર્ડ કરતાં વધુ છે. •ક્ષેત્રવાર પ્રદર્શન પણ નોંધપાત્ર રહ્યું. ગાંધીધામ ક્ષેત્રે 2,462.97 વેગન પ્રતિ દિવસની સરેરાશ સાથે અત્યાર સુધીની સર્વોચ્ચ લોડિંગ નોંધાઈ, જ્યારે અમદાવાદ ક્ષેત્રે 761.77 વેગન પ્રતિ દિવસનું પ્રદર્શન કર્યું. ગાંધીધામ વિસ્તારમાંથી અત્યાર સુધીના સૌથી વધુ ઔદ્યોગિક મીઠાના વેગન લોડ કરવામાં આવ્યા ડિસેમ્બર 2025માં 4,797, જે જુલાઈ 2025ના અગાઉના શ્રેષ્ઠ 4,522 વેગન કરતાં વધુ છે. •માલવાર પરિવહનમાં તમામ મુખ્ય ક્ષેત્રોમાં વધારો નોંધાયો. મીઠાની લોડિંગ 373.84 વેગન પ્રતિ દિવસના રેકોર્ડ સ્તરે પહોંચી, જે મંડળના ઇતિહાસમાં સર્વોચ્ચ છે. ઉપરાંત POL, ખાતર, કોલસા, કન્ટેનર, ઓટોમોબાઇલ તથા અન્ય વિવિધ વસ્તુઓમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ડિસેમ્બર 2025 દરમિયાન ડિસેમ્બર 2024ની તુલનામાં વાણિજ્યિક ક્ષેત્રમાં ઉત્તમ પ્રદર્શન નોંધાવતા માલ, મુસાફર આવક, ટિકિટ તપાસ, ગેર-ભાડા આવક તથા વ્યવસાય વિકાસ પહેલોમાં નોંધપાત્ર વૃદ્ધિ હાંસલ કરી છે. •ડિસેમ્બર 2025માં મંડળે કુલ ₹884.89 કરોડની આવક પ્રાપ્ત કરી હતી, જ્યારે ડિસેમ્બર 2024માં આ ₹702.35 કરોડ હતો. માલ આવક ₹536.02 કરોડથી વધીને ₹701.39 કરોડ થઈ, જે નાણાકીય વર્ષનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ માસિક માલ પ્રદર્શન છે તેમજ નિર્ધારિત કરાયેલા લક્ષ્ય કરતાં પણ વધારે છે. •મુસાફર આવક ₹167.00 કરોડ નોંધાઈ, જ્યારે ટિકિટ તપાસ દ્વારા આવક ₹2.10 નોંધવામાં આવી આ સમયગાળા દરમિયાન મંડળે કુલ 35.77 લાખ મુસાફરોનું પરિવહન કર્યું. •બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ (BDU) ના કેન્દ્રિત પ્રયત્નોના પરિણામે અનેક સામગ્રીમાં અત્યાર સુધીની સર્વોચ્ચ આવક નોંધાઈ, જેમાં ખાતર (₹240.97 કરોડ), કન્ટેનર ટ્રાફિક (₹211.45 કરોડ) તથા મીઠું (₹114.04 કરોડ)નો સમાવેશ થાય છે. ગાંધીધામ, મોથાળા, શિરવા, સનોસરા અને સામાખ્યાલી જેવા માલ ટર્મિનલોએ પણ અત્યાર સુધીની સર્વોચ્ચ કમાણી નોંધાવી છે. •27 ડિસેમ્બર 2025ના રોજ ₹26.87 કરોડની એકદિવસીય માલ આવક સાથે નાણાકીય વર્ષનું સર્વશ્રેષ્ઠ રહ્યું. અમદાવાદ મંડળે ડિસેમ્બર 2025માં માલ લોડિંગમાં ભારતીય રેલવેમાં 6મું સ્થાન તથા કુલ પ્રદર્શનના આધારે 7મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. •પાર્સલ, લીઝિંગ તથા ગેર-ભાડા આવક ક્ષેત્રોમાં ઈ-હરાજી મારફતે અનેક સંપત્તિઓનું ફાળવણી કરવામાં આવી છે, જેના પરિણામે કરાર અવધિ દરમિયાન ₹23.55 કરોડની આવક પ્રાપ્ત થશે. ડિસેમ્બર 2025 સુધી ગેર-ભાડા આવક ₹10.84 કરોડ રહી, જે મંડળના ઇતિહાસમાં સર્વોચ્ચ છે, અને આ સાથે મંડળે ભારતીય રેલવેમાં 4મું સ્થાન પ્રાપ્ત કર્યું છે. •મુસાફર કેન્દ્રિત પહેલોના ભાગરૂપે કુલ 41 વિશેષ ટ્રેન ફેરાઓનું સંચાલન કરવામાં આવ્યું. •મુસાફરોની સુવિધા માટે મહત્વની એક્સપ્રેસ ટ્રેનોને વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. આ પણ વાંચો : Gandhinagar News : દહેગામ પોલીસે ફુગ્ગા અને શાકભાજી વેચનારનો ડ્રેસ ધારણ કરી પોકસોના આરોપીને ફિલ્મી રીતે ઝડપી પાડયો

Read Full Story arrow_forward
Rajkot News: સિવિલ હોસ્પિટલમાં નેપાળી યુવકનું મોત
calendar_today January 3, 2026

Rajkot News: સિવિલ હોસ્પિટલમાં નેપાળી યુવકનું મોત

રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. બે દિવસ પૂર્વે સારવાર દરમિયાન એક નેપાળી યુવકનું મોત નિપજતા મામલો ગરમાયો છે. આ ઘટનાને પગલે નેપાળી સમાજના અગ્રણીઓ મેદાને આવ્યા છે અને તબીબોની બેદરકારી તેમજ વહીવટી તંત્રની નિષ્ફળતા સામે રોષ ઠાલવી રહ્યા છે.શું છે સમગ્ર ઘટના ઘટનાની મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં આમિર નામના એક યુવકને લોહીની તાતી જરૂરિયાત ઉભી થઈ હતી. આ માટે સોશિયલ મીડિયાના માધ્યમથી રક્તદાન માટે અપીલ કરવામાં આવી હતી. આ મેસેજ વાંચીને જયદીપ ચાવડા નામનો યુવક રક્તદાન કરવા માટે હોસ્પિટલ પહોંચ્યો હતો. તબીબ સાથે ઘર્ષણ અને હડતાલ નેપાળી સમાજના અગ્રણીઓના જણાવ્યા અનુસાર, વોર્ડમાં બ્લડ ગ્રુપની તપાસ અને લોહી ચડાવવા બાબતે ત્યાં હાજર તબીબ અને મયુર નામના શખ્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદમાં મારામારીમાં પરિણમી હતી. આ ઘટનાના વિરોધમાં હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતરી ગયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. નેપાળી સમાજના ગંભીર આક્ષેપો સમાજના અગ્રણીઓનો સીધો આક્ષેપ છે કે, તબીબો હડતાલ પર ઉતરી જવાથી દર્દીને સમયસર સારવાર મળી ન હતી. હોસ્પિટલ તંત્ર અને તબીબોની ગંભીર બેદરકારીને કારણે નેપાળી યુવકે જીવ ગુમાવ્યો છે. રાત્રિના સમયે યોગ્ય દેખરેખના અભાવે યુવકનું મોત નીપજ્યું છે. નેપાળી સમાજે કરી ન્યાયની માગ નેપાળી સમાજ દ્વારા આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરવામાં આવી છે. નેપાળી સમાજના અગ્રણીઓએ જણાવ્યું છે કે, જે પણ તબીબો કે કર્મચારીઓની બેદરકારી સામે આવે તેમની સામે કડક પોલીસ કાર્યવાહી થવી જોઈએ. હાલમાં આ મુદ્દે પોલીસ તપાસ ચાલુ છે, અને હોસ્પિટલ કેમ્પસમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ પણ વાંચો - Rajkot માં 'MLA ગુજરાત' લખેલી મર્સિડીઝના ચાલકની દાદાગીરી, પાર્કિંગ માટે મનપાનું બોર્ડ ઉખેડ્યું!

Read Full Story arrow_forward
Aravalli: યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂનમની ભક્તિમય ઉજવણી, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી
calendar_today January 3, 2026

Aravalli: યાત્રાધામ શામળાજી ખાતે પોષી પૂનમની ભક્તિમય ઉજવણી, ભક્તોએ ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી

પવિત્ર યાત્રાધામ શામળાજી ખાતે આજે પોષી પૂનમના પાવન અવસરે ભક્તિમય ઉજવણી કરવામાં આવી છે. ભગવાન શામળીયાના દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે જેને કારણે મંદિર પરિસરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અભૂતપૂર્વ માહોલ સર્જાયો. ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યોમંદિરમાં ભગવાનને આભૂષણોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ભક્તોએ ભગવાનના દર્શન કર્યા અને આ પવિત્ર દિવસે ધન્યતા અને આનંદ  ભક્તોની સુવિધા માટે શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા માટે શ્રદ્ધાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દર્શન વ્યવસ્થા, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થા માટે ખાસ પગલાં લીધા હતા. આ પણ વાંચો-----  ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

Read Full Story arrow_forward