android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bhavnagar News: વલ્લભીપુરમાં વકીલની ઓફિસમાં લાગી આગ
calendar_today January 2, 2026

Bhavnagar News: વલ્લભીપુરમાં વકીલની ઓફિસમાં લાગી આગ

ભાવનગર જિલ્લામાંથી આગ લાગવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી હતી. ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં વકીલની ઓફિસમાં ભીષણ આગ લાગી હતી. આ વકીલની ઓફિસ બુધેશ્વર શોપિંગમાં આવેલી છે. જેમાં આગ લાગવાને કારણે અફરાતફરી સર્જાઈ હતી. આગ લાગવાની ઘટનામાં તમામ વકીલના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા છે.આગમાં લાગવાના કારણે તમામ વકીલના ડોક્યુમેન્ટ બળીને ખાખઆગ લાગવાની ઘટનાની જાણ થતા જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ભારે જહેમત બાદ ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસ અનુસાર, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. વલ્લભીપુર બુધેશ્વર શોપિંગમાં એડવોકેટ વલ્લભ જાદવની ઓફિસમાં આગમાં લાગવાના કારણે તમામ વકીલના ડોક્યુમેન્ટ બળીને ખાખ થઈ ગયા છે. શોપિંગ સેન્ટરમાં આગ લાગતા લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા. આ પણ વાંચો - Bhavnagar News : બગદાણા કેસમાં ગરમાયું રાજકારણ, વિવાદમાં ભાજપ-ઠાકોર સેનાના આગેવાનો જોડાયા

Read Full Story arrow_forward
Ahmedabad માં 'ઝેરી' બની હવા, AQI 250ને પાર, વર્ષમાં શ્વાસની સમસ્યાના 1.29 લાખ ઈમરજન્સી કોલ્સ
calendar_today January 2, 2026

Ahmedabad માં 'ઝેરી' બની હવા, AQI 250ને પાર, વર્ષમાં શ્વાસની સમસ્યાના 1.29 લાખ ઈમરજન્સી કોલ્સ

અમદાવાદ શહેરમાં શિયાળાની શરૂઆતની સાથે જ વાયુ પ્રદૂષણની સમસ્યા વિકરાળ બની રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સતત 200ની ઉપર નોંધાઈ રહ્યો છે, જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી ગણાય છે. ખાસ કરીને શાંતિગ્રામમાં AQI 250 અને થલતેજમાં 207 સુધી પહોંચી ગયો છે. રસ્તાઓ પર ઉડતી ધૂળની રજકણો, વાહનોનો સતત ધુમાડો અને મોટા પાયે ચાલી રહેલી બાંધકામ પ્રવૃત્તિઓએ શહેરના વાતાવરણને પ્રદૂષિત બનાવી દીધું છે. સોલા, બોપલ, ઉષ્માનપુરા અને વટવા જેવા વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા 'ખરાબ' શ્રેણીમાં પહોંચી ગઈ છે, જેના કારણે ફેફસાં પર ગંભીર અસર પડી રહી છે.પ્રદૂષણનો કહેર પ્રદૂષિત હવાની સીધી અસર હવે હોસ્પિટલોમાં જોવા મળી રહી છે. વર્ષ 2024ની સરખામણીએ 2025માં શ્વાસ સંબંધી સમસ્યાઓમાં મોટો ઉછાળો આવ્યો છે. EMRI 108ના આંકડા મુજબ, વર્ષ 2025માં સમગ્ર ગુજરાતમાંથી શ્વાસની તકલીફના 1.29 લાખથી વધુ ઈમરજન્સી કોલ્સ નોંધાયા છે, જ્યારે વર્ષ 2024માં આ આંકડો 1,24,210 હતો. માત્ર અમદાવાદ શહેરમાં જ શ્વાસ સંબંધી 31,162 ઇમરજન્સી કેસ નોંધાયા છે, જે રાજ્યમાં સૌથી વધુ છે. ચિંતાજનક બાબત એ છે કે હવે માત્ર મોટી ઉંમરના લોકો જ નહીં, પરંતુ નાની વયના લોકો અને બાળકો પણ દમ, એલર્જી અને શ્વાસની ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. શ્વાસ લેવો પણ મુશ્કેલ અમદાવાદ બાદ સુરતમાં પણ પ્રદૂષણની અસર દેખાઈ રહી છે, જ્યાં 11,736 જેટલા ઇમરજન્સી કોલ્સ મળ્યા છે. પ્રદૂષિત હવામાં લાંબા સમય સુધી રહેવાને કારણે દમના દર્દીઓની હાલત વધુ કફોડી બની રહી છે. તબીબોના મતે, વહેલી સવારે અને મોડી રાત્રે જ્યારે પ્રદૂષણનું સ્તર સૌથી વધુ હોય છે, ત્યારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. વધતા જતા પ્રદૂષણ અને શ્વાસની બીમારીઓથી બચવા માટે ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરવા અને ભીડભાડ વાળા વિસ્તારોથી દૂર રહેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. જો આ પ્રદૂષણ પર કાબૂ મેળવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આરોગ્યની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ પણ વાંચો : Ahmedabad News : ગુજરાતીઓ તૈયાર રહેજો! રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થશે

Read Full Story arrow_forward
Gandhinagar : રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો, જાણો કોને કયા વિભાગમાં મુક્યા
calendar_today January 2, 2026

Gandhinagar : રાજ્યના ત્રણ IAS અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો, જાણો કોને કયા વિભાગમાં મુક્યા

ગુજરાત સરકારે થર્ટી ફર્સ્ટની મોડી રાત્રે જ 27 IAS અને 49 IPSને પ્રમોશન આપતા આદેશો પ્રસિદ્ધ કર્યા હતાં. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્ય સરકારે કેટલાક IAS અધિકારીઓની બદલી કરવાની તૈયારીઓ શરૂ કરી છે. તેવામાં રાજયમાં ત્રણ IAS અધિકારીઓને વધારાનો સાર્જ સોંપવામાં આવ્યો છે. વધુ આદેશ ના થાય ત્યાં સુધી આ ત્રણ અધિકારીઓએ વધારાનો હવાલો સંભાળવો પડશે. 3 IAS અધિકારીને વધારાનો ચાર્જ સોંપાયો રાજ્ય સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગના કમિશનર ડો. રાજેન્દ્ર કુમારને GPSCનો વધારાનો હવાલો સોંપી GPSCના ઈન્ચાર્જ MD બનાવ્યા છે. આ ઉપરાંત GNVFCના મેનેજિંગ ડાયરેક્ટર રાજકુમાર બેનીવાલને શહેરી વિકાસ વિભાગના ઈન્ચાર્જ સચિવનો વધારાનો ભાર સોંપવામાં આવ્યો છે. જ્યારે કમિશનર ઓફ ઈન્ફર્મેશન ગાંધીનગર કે.એલ. બચાણીને સિવિલ એવિએશનના ઈન્ચાર્જ કમિશનર તરીકે વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ પણ વાંચોઃ Ahmedabad ના દિલ્હી દરવાજા વિસ્તારમાં દબાણો હટાવવાની કાર્યવાહી

Read Full Story arrow_forward