android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara:કરજણમાં CCI દ્વારા કપાસ ખરીદી કરવા નોંધણીની મુદ્દત લંબાવાઇ
calendar_today January 1, 2026

Vadodara:કરજણમાં CCI દ્વારા કપાસ ખરીદી કરવા નોંધણીની મુદ્દત લંબાવાઇ

કરજણ APMC ખાતે CCI દ્વારા થતી કપાસની ખરીદી માટેની કપાસની નોંધણીની મુદ્દત બજાર સમિતિન ચેરમેનની રજૂઆત બાદ આગામી તા.16 સુધી લંબાવાતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે.કરજણ તાલુકો કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીંનો મુખ્ય પાક કપાસ હોય છે. જેથી તાલુકામાં ખૂબ મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર થતું હોય છે. કરજણ પંથકમાં કમોસમી વરસાદ બાદ પાકને ભારે આર્થિક નુકશાન થતાં ખેડૂતો લાચાર બન્યા હતાં. ઓછા ભાવે ખાનગી વેપારીઓને પોતાનો પાક આપવા માટે મજબૂર બન્યા હતાં. ત્યારે ખેડૂતોના હિતમાં કરજણ બજાર સમિતિના ચેરમેન જયદીપસિંહ ચૌહાણ દ્વારા CCI દ્વારા ગુણવતા પ્રમાણે કપાસની ખરીદ કરાય તેવી ભલામણ કરાઇ હતી. જે બાદ કરજણ બજાર સ્મિત ખાતે ગત તા. 4 ડિસે.-25ના રોજથી CCI દ્વારા કપાસની ખરીદી શરૂ કરાઈ હતી. તા.31 સુધીમાં કુલ 88000 ક્વિન્ટલ કપાસની વિપુલ પ્રમાણમાં આવક CCIના માધ્યમથી બજાર સમિતિ ખાતે થઈ હતી. પરંતુ ગત તા.31ના રોજ કપાસની નોંધણીની મુદ્દત પૂર્ણ થતાં અને હજુ મોટી સંખ્યામાં ખેડૂતો CCI દ્વારા થતી કપાસની ખરીદીના લાભથી વંચિત રહી ગયેલા હોય બજાર સમિતિ ચેરમેન જયદીપસિંહ ચૌહાણ અને કરજણ ધારાસભ્ય દ્વારા ખેડૂતના હિતમાં કપાસ નોંધણીની મુદ્દત લંબાવવા ભલામણ કરાઇ હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: રાજસ્થાનના વેપારીનું ગીતામંદિર પાસેથી અપહરણ ક્રાઈમબ્રાન્ચે 48 કલાકમાં છોડાવી 3ની ધરપકડ કરી
calendar_today January 1, 2026

Ahmedabad: રાજસ્થાનના વેપારીનું ગીતામંદિર પાસેથી અપહરણ ક્રાઈમબ્રાન્ચે 48 કલાકમાં છોડાવી 3ની ધરપકડ કરી

ગીતામંદિર એસટી સ્ટેન્ડ પાસેથી રાજસ્થાનથી ધંધાર્થે કામે આવેલ વેપારીનું ત્રણ શખ્સોએ અપહરણ કર્યુ હતુ.આ અંગે કાગડાપીઠ પોલીસે ગુનો નોધતા ક્રાઈમબ્રાન્ચની ટીમે માત્ર 48 કલાકમાં વેપારીને છોડાવ્યા હતા. અને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. રાજસ્થાનના સિરોહીમાં રહેતા 28 વર્ષીય કેશનાથ છૂટક મજૂરી કામ કરે છે. જેમાં તે અમદાવાદમાં ભરાતા રવિવારી બજારમાંથી ખરીદી કરી છૂટકમાં ફેરી કરે છે. ગત 27 ડિસેમ્બરે તેઓ ધંધાના કામથી રાજસ્થાનથી બસમાં અમદાવાદ આવ્યા હતા. બાદમાં તેઓ રિલીફ રોડ પાસે આવેલ હોટલમાં વેપારી સાથે રોકાયા હતા. ધંધાના કામથી અમદાવાદમાં બે દિવસ ર્ફ્યા હતા. ગત 30 ડિસેમ્બરે તેઓ વેપારી સાથે ધંધા માટે નીકળ્યા હતા. ત્યારે રસ્તામાં વેપારીને પેટમાં દુખાવો થતા ગીતામંદિર એસટી સ્ટેન્ડ ખાતે આવ્યા હતા. ત્યાં ચાની કીટલી પર ચા પીવા બેઠાં હતા. આ દરમ્યાન ત્રણ અજાણ્યા શખ્સો તેમની પાસે આવી કેશનાથને ચૂપ રહેવાનો ઇશારો કરીને વેપારીનું અપહરણ કરીને રિક્ષામાં બેસાડીને રાયપુર તરફ્ લઇ ગયા હતા. જેથી યુવક ગભરાઇને હોટલમાંથી સામાન લઇને ગામડે જતો રહ્યો હતો અને તેણે ગામડે જઈ સમગ્ર બનાવ બાબતે પરિવારજનોને વાત કરી હતી. આ દરમ્યાન અપહરણ કરનાર શખ્સોએ અપહરણ થયેલા સબંધીના સાળાને ફોન કરીને સંખેશ્વર ખાતે આવી રૂ. 4 લાખ આપી જાવ અને તમારા માણસને લઇ જાવ કહીને રૂપિયા નહિ આપો તો તેને પતાવી દેવાની ધમકી આપી હતી. જેથી તેમણએ આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી હતી. અપહરણની ઘટનાની ક્રાઇમ બ્રાન્ચને થતા બે ટીમ કામે લાગી હતી. જેમાં એક ટીમે અપહરણકર્તાઓ સાથે વાતો શરૂ કરી હતી. અને બીજી ટીમે લોકેશન આધારે 100 કિલોમિટર દૂર સંખેશ્વર પાસે પહોચીને વેપારીને છોડાવ્યો હતો અને ત્રણ આરોપીની ધરપકડ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Dahod:જિલ્લામાં મનરેગાનું જીરામજી, લેબરના રૂા.41 કરોડ ચુકવવાના બાકી
calendar_today January 1, 2026

Dahod:જિલ્લામાં મનરેગાનું જીરામજી, લેબરના રૂા.41 કરોડ ચુકવવાના બાકી

ભારત સરકારે મનરેગા યોજનાનું નામ તો બદલી નાંખ્યુ છે પરંતુ આ જિલ્લામાં સામુહિક કુવાના કામ અટવાઈ પડયા હોવાનું જાણવા મળ્યુ છે. કારણ કે આશરે 40 કરોડથી વધુ ગરીબ લાભાર્થી શ્રમિકોને ચુકવવાના બાકી છે. 96 લાખ રૂ મટીરીયલ્સના પણ ઝુલી રહ્યા હોવાનું જાણવા મળ્યુ છે.દાહોદ જીલ્લામાં વિકસિત ભારત જીરામજી એટલે કે જૂની મનરેગા યોજનામાં કરોડોના કૌભાંડ બાદ વિકાસ કામો અને સ્થાનિક રોજગારી સામે સંકટ ઉભુ થયુ છે.મનરેગા યોજનામાં કેટલાયે વિકાસ કામો કરી શકાતા હોવા છતાં જિલ્લામાં મનરેગા યોજનામાં 7000થી વધુ સામુહિક કુવાના કામોને જ મંજૂર કરાતા હવે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિનું સર્જન થયુ છે. કર્મચારી આલમમાં થતી ચર્ચાઓ પ્રમાણે માત્રને માત્ર કુવાના લક્ષ્યાંક માટે જ બદલીઓ કરવામાં આવે છે તેમજ કોન્ટ્રાક્ટયુચલ કર્મચારીઓને નોટીસો આપીને કે છુટા કરવાની ચીમકી આપવામાં આવે છે, તેમ છતાં કુવાના કામોમાં પાણી આવતુ નથી. થોડા સમય પહેલા જ 15 થી 30 ફૂટ ઉંડા કુવામાં ક્યાં કેટલી મશીનરી જોઈએ તેની માહિતી ઓન પેપર માંગવામાં આવી હતી, ત્યારે હવે જિલ્લામાં ઘણે ઠેકાણે મશીનરીનો ઉપયોગ કરી કુવા ખોદવામાં આવી રહ્યા છે અને જવાબદારો દ્રારા જાણી જોઈને આંખ આડા કાન કરાઈ રહ્યા છે. હાલ સૌથી મોટી સમસ્યા એ છે કે ખેતરોમાં રવી પાક માટે ઘઉં અને ચણાનું વાવેતર કરાયુ હોવાથી મશીનો પણ જઈ શકતા નથી. જેથી માનવ ઉત્પન્ન દિવસ પણ ઘટી રહ્યા છે. એક માહિતી મુજબ અત્યાર સુધીમાં 160 જેટલા જ કુવાના કામ પૂર્ણ થયા છે, પરંતુ મટીરીયલ્સ માટે કોઈ એજન્સીઓ જ ઉપલબ્ધ ન હોવાથી મટીરીયલ્સના રૂા.96 લાખ ચુકવી શકાયા નથી. મનરેગા યોજનાના કૌભાંડોમાં મટીરીયલ્સ સપ્લાય એજન્સીઓને પણ આરોપીઓ બનાવતા હવે કોઈ એજન્સીઓ ટેન્ડરીંગ માટે તૈયાર થતી નથી. તેનાથી પણ અતિ ગંભીર બાબત જાણવા મળી છે કે છેલ્લા કેટલાક સમયથી જિલ્લામાં નોંધાયેલા ગરીબ શ્રમિક લાભાર્થીઓને કાંણી પાઈ પણ ચુકવાઈ નથી અને તે રૂા.41 કરોડ જેટલા બાકી છે. તેમ છતાં સરકારી બાબુઓ, સરકારમાં બેઠેલા જવાબદારો અને કેટલાયે સમયથી વામણો બની ગયેલો વિપક્ષ ધૃતરાષ્ટ્ર બની તમાશો જોઈ રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. નાના કર્મચારીઓમાં દહેશત દાહોદમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યુ, ત્યારે મોટા હાથીઓ બચી ગયા હતા અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓને જેલ ભોગવવા સાથે નોકરી પણ ગઈ. હાલમાં ગમે તેમ કરીને કુવાના લક્ષ્યાંક પૂર્ણ કરવા વોર્નિંગ આપવામાં આવે છે, પરંતુ ભવિષ્યમાં જો ઉલટ તપાસ થાય તો ફરી પાછો નાના કર્મચારીઓનો જ મરો થશે તેવા ભયના ઓથાર હેઠળ કામગીરી કરાઈ રહી છે. કૂવાના કામ પ્રગતિમાં : તાલુકો : કૂવાની સંખ્યા : દાહોદ - 763, દે. બારીઆ - 611, ધાનપુર - 935, ગરબાડા - 598, ઝાલોદ - 1193, લીમખેડા - 667, સંજેલી - 285, સીંગવડ - 476, કુલ - 6717. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward