android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Highest Civilian Award: કોને મળે છે દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન? જાણો શું છે તેની સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા
calendar_today January 1, 2026

Highest Civilian Award: કોને મળે છે દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન? જાણો શું છે તેની સંપૂર્ણ પસંદગી પ્રક્રિયા

ભારત રત્ન એ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ એક એવો પુરસ્કાર છે જે સમાજમાં અસાધારણ યોગદાન આપનારા વ્યક્તિઓ પ્રત્યે રાષ્ટ્રની ઊંડી કૃતજ્ઞતાનું પ્રતીક છે. 1954માં શરૂ કરાયેલ ભારત રત્ન એવોર્ડ ફક્ત રાજકારણ કે શાસન પૂરતો મર્યાદિત નથી. તે કલા, સાહિત્ય, વિજ્ઞાન, જાહેર સેવા, રમતગમત અને માનવીય પ્રયાસના કોઈપણ અન્ય ક્ષેત્રમાં ઉચ્ચ સ્તરે શ્રેષ્ઠતા અને સેવાને માન્યતા આપે છે. ભારત રત્નથી સન્માનિત થવું એ ભારતના કોઈપણ વ્યક્તિ માટે સૌથી મોટા સન્માનોમાંનું એક માનવામાં આવે છે. ભારત રત્ન શું છે? ભારત રત્ન એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જેમના કાર્યનો રાષ્ટ્ર પર ઊંડો અને નોંધપાત્ર પ્રભાવ પડ્યો હોય. તે વાર્ષિક ધોરણે આપવામાં આવતો નથી. તે ત્યારે જ આપવામાં આવે છે જ્યારે સરકાર કોઈ વ્યક્તિના યોગદાનને અસાધારણ રાષ્ટ્રીય મહત્વ માને છે. કેવી રીતે થાય છે પસંદગી? અન્ય પુરસ્કારોથી વિપરીત, ભારત રત્ન માટે કોઈ ઔપચારિક નામાંકન કે અરજી પ્રક્રિયા નથી હોતી. પસંદગી પ્રક્રિયા ખૂબ જ વિશિષ્ટ છે. ભારતના પ્રધાનમંત્રી આ પુરસ્કાર માટે નામોની ભલામણ કરે છે. આ ભલામણો પછી ભારતના રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે, જે ઔપચારિક રીતે સન્માન પ્રદાન કરે છે. એવોર્ડ માટે પસંદગી પર છે કોઈ મર્યાદા? આ પુરસ્કારની પ્રતિષ્ઠા જાળવવા માટે એક મર્યાદા નક્કી કરવામાં આવી છે. એક વર્ષમાં વધુમાં વધુ ત્રણ વ્યક્તિઓને ભારત રત્ન એનાયત કરી શકાય છે. આ સાથે, તમને જણાવી દઈએ કે શરૂઆતમાં આ પુરસ્કાર કલા, સાહિત્ય, વિજ્ઞાન અને જાહેર સેવા જેવા ક્ષેત્રો સુધી મર્યાદિત હતો. પરંતુ 2011થી તેમાં માનવીય પ્રયાસોના તમામ ક્ષેત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે આ એવોર્ડ માટે ભારતીય નાગરિકતા જ હોવી જરૂરી નથી, વિદેશી નાગરિકો પણ પાત્ર છે. ભારત રત્ન સાથે કયા કયા મળે છે વિશેષ અધિકાર? આ એવોર્ડની સાથે કોઈ રોકડ પુરસ્કાર નથી મળતો, પરંતુ સન્માનિત લોકોને અનેક ઉચ્ચસ્તરીય વિશેષાધિકારો આપવામાં આવે છે. તેમને ઇન્ડિયન ઓર્ડર ઓફ પ્રેસિડેન્સીમાં 7A સ્થાન પર મૂકવામાં આવે છે. આ કારણે, તેમને કેબિનેટ મંત્રી અને રાજ્યપાલ જેવો દરજ્જો મળે છે. પુરસ્કાર વિજેતાઓને રાજદ્વારી પાસપોર્ટ, VIP એરપોર્ટ ઍક્સેસ, એર ઇન્ડિયા પર મફત એક્ઝિક્યુટિવ ક્લાસમાં હવાઈ મુસાફરી અને જીવનભર ફર્સ્ટ ક્લાસ રેલ્વે મુસાફરીની સુવિધા મળે છે. આ પણ વાંચો: Happy New Year 2026: જાણો શા માટે 1 જાન્યુઆરીથી શરૂ થાય છે નવું વર્ષ? શું છે આ પ્રથા પાછળનું કારણ અને મહત્વ

Read Full Story arrow_forward
Jamnagar: નવા વર્ષની શરૂઆતમાં હત્યાનો બનાવ, સચાણા ગામમાં જૂથ અથડામણમાં યુવકનું મોત
calendar_today January 1, 2026

Jamnagar: નવા વર્ષની શરૂઆતમાં હત્યાનો બનાવ, સચાણા ગામમાં જૂથ અથડામણમાં યુવકનું મોત

 જામનગર જિલ્લાના સચાણા ગામે નવા વર્ષની શરૂઆતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. પૈસાની લેતીદેતીને લઈને બે જૂથ વચ્ચે ઉગ્ર અથડામણ થઇ હતી, જેમાં સામસામે 6 થી 7 લોકો ઘાયલ થયા હતા. ઈસ્માઇલભાઈ સંધાર નામના વ્યક્તિનું મોત પોલીસની માહિતી અનુસાર, ઘટનામાં ઈસ્માઇલભાઈ સંધાર નામના વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી અને સારવાર દરમિયાન તેમણે જીવ ગુમાવ્યો. મામલે પાઈપ સહિતના હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે તપાસ શરુ કરી ઘટનાની જાણ થતાં સચાણામાં તાત્કાલિક પોલીસ દોડી આવી અને ઘટનાસ્થળ પર તપાસ શરૂ કરી. હાલ પોલીસ આરોપીઓની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરવામાં લાગી છે. આ પણ વાંચો---   LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Viramgam News : 31 ડિસેમ્બર 2025ની રાત્રીએ વિરમગામમાં 30થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા
calendar_today January 1, 2026

Viramgam News : 31 ડિસેમ્બર 2025ની રાત્રીએ વિરમગામમાં 30થી વધુ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા

અમદાવાદ ગ્રામ્યના વિરમગામમાં 30થી વધુ દારૂ પીધેલા ઝડપાયા હતા અને 31 ડિસેમ્બરને લઈ પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી, વિરમગામ શહેર અને નળસરોવર પોલીસે પીધેલાઓને ઝડપી પાડયા હતા, તો મોડી રાત સુધી સરકારી હોસ્પિટલમાં મેડિકલ ચેકઅપની પણ કાર્યવાહી કરવામાં આવી હતી. વિરમગામ પોલીસે ઠગ ટોળકીના એક સાગરીતને દબોચી લીધો અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં મ્યુલ બેન્ક એકાઉન્ટના ઉપયોગ કરી સાયબાર ફોડ આચરનાર ટોળકી વિરૂદ્ધ વિરમગામ શહેર પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી છે. અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં મ્યુલ બેન્ક એકાઉન્ટના ઉપયોગ કરી સાયબાર ફોડ આચરનાર ટોળકી વિરૂદ્ધ વિરમગામ શહેર પોલીસે તપાસ કરી એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે અન્ય એક આરોપીની શોધ ચલાવાઈ રહી છે. પોલીસના નવા આધુનિક યંત્ર જૂના યંત્ર કરતાં વેગળા ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે પોલીસ તંત્રને નવા બ્રેથ એનલાઈઝર ફાળવ્યા છે. આ આધુનિક યંત્ર જૂના યંત્ર કરતા વેગળા છે. જૂના બ્રેથ એનલાઈઝરમાં એક પાઈપ હતી જેમાં વ્યકિત દ્વારા ફૂંક મારવામાં આવતી હતી. જો વ્યક્તિએ દારૂનો નશો કર્યો હોય તો આલ્કોહોલ લીધો છે તેવું યંત્રમાં દર્શાવાતું હતું. નવું યંત્ર આધુનિક છે જે યંત્ર લાઈટ બેટન વિથ બ્રેથ એનલાઈઝર તરીકે ઓળખાય છે. જેમાં પાઈપ નથી, વ્યક્તિએ યંત્રના પાસે ફૂંક મારવાની હોય છે સેન્સરથી આ ફૂંકનું એનાલિસીસ થાય છે અને જો આલ્કોહોલ લીધો હોય તો તુરંત સિગ્નલ મળે છે. શહેરભરની પોલીસે ૩૧મી ડિસેમ્બરની રાતે ૫૦૦થી વધુ બ્રેથ એનલાઈઝરથી ચેકિંગ કર્યુ હતું. આ પણ વાંચો : Agriculture News : કમોસમી વરસાદની આગાહીને લીધે ખેડૂતોને આગોતરી સાવચેતી રાખવા બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અનુરોધ

Read Full Story arrow_forward