android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat Crime News: સચિનમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા
calendar_today January 1, 2026

Surat Crime News: સચિનમાં ચપ્પુના ઘા ઝીંકી યુવકની હત્યા

સુરત જિલ્લામાં ગુનાખોરીનું પ્રમાણ વધવાને કારણે એવું લાગી રહ્યું છે કે, ડાયમંડ સિટી હવે ક્રાઈમ સિટી બની રહ્યું છે. આવામાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના સચિન વિસ્તારમાં એક યુવકની ચપ્પુના ઝા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.યુવકની અજાણ્યા લોકોએ ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરત શહેરના સચિન વિસ્તારમાં એક યુવકની હત્યા અજાણ્યા લોકો દ્વારા કરી દેવામાં આવી છે. સચિન વિસ્તારમાં સુરજ નામના યુવકની અજાણ્યા લોકો દ્વારા ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. આ હુમલામાં સુરજનું ઘટના સ્થળે જ મોત થયું હતું. સુરજની હત્યા કેમ થઈ એ અંગેનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. આ મામલે સચિન પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યારાઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા સચિન પોલીસને હત્યાની ઘટનાની જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવી હતી. યુવકનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. સચિન પોલીસે હત્યારાઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સુરતમાં નવા વર્ષની શરૂઆતમાં જ હત્યાનો બનાવ સામે આવતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સાથે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા તેમજ અસામાજિક તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગ લોકો કરી રહ્યા છે. આ પણ વાંચો - Surat News : લો બોલો, સુરતમાં બિલ્ડરના ઘરેથી નોકર લાયસન્સ વાળી રિવોલ્વર અને કારતૂસની ચોરી કરી ગયો

Read Full Story arrow_forward
Ahmedabad News : નવા વર્ષની ભેટ, ગુજરાતમાં CNG ના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવા રેટ
calendar_today January 1, 2026

Ahmedabad News : નવા વર્ષની ભેટ, ગુજરાતમાં CNG ના ભાવમાં થયો ઘટાડો, જાણો શું છે નવા રેટ

નવા વર્ષ 2026 ના પ્રથમ દિવસથી જ રાજ્યના લાખો વાહનચાલકો માટે ખુશખબર સામે આવ્યા છે. મોંઘવારીના સમયમાં રાહત આપતા ગેસ કંપનીઓએ CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ના ભાવમાં પ્રતિ કિલો રૂ. 1.20 નો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ભાવ ઘટાડા પાછળનું મુખ્ય કારણ 'પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ' (PNGRB) દ્વારા લાગુ કરાયેલી નવી ટેરિફ સિસ્ટમ માનવામાં આવે છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ઘટાડો થયો છે અને તેનો સીધો લાભ હવે ગ્રાહકોને મળી રહ્યો છે.મોંઘવારીના મોરચે રાહત ભાવમાં સુધારા બાદ હવે CNGનો નવો ભાવ રૂ. 81.17 પ્રતિ કિલો થયો છે, જે અગાઉ રૂ. 82.37 હતો. આ ઘટાડાથી ખાસ કરીને ઓટોરિક્ષા ચાલકો, ટેક્સી ઓપરેટરો અને મધ્યમ વર્ગના કાર માલિકોને આર્થિક રીતે મોટી રાહત મળશે. નવા વર્ષની શરૂઆતમાં જ ઈંધણના ભાવ ઘટતા બજારમાં અન્ય ચીજવસ્તુઓના પરિવહન ખર્ચમાં પણ ઘટાડો થવાની આશા સેવાઈ રહી છે. આ નવા દરો આજથી એટલે કે 1 જાન્યુઆરીથી સમગ્ર રાજ્યના પંપો પર અમલી બની ગયા છે. આ પણ વાંચો : Happy New Year 2026 : શક્તિ, શિવ અને કૃષ્ણના શરણોમાં નૂતન વર્ષનો પ્રારંભ, પાવાગઢ, સોમનાથ અને દ્વારકામાં માનવ મહેરામણ

Read Full Story arrow_forward
Gandhinagar માં ‘સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્ર યોજાયું,ભારતીય સંસ્કૃતિ અપનાવવા GenZને DyCMનું આહ્વાન
calendar_today January 1, 2026

Gandhinagar માં ‘સૂર્ય નમસ્કાર અને ધ્યાન’ સત્ર યોજાયું,ભારતીય સંસ્કૃતિ અપનાવવા GenZને DyCMનું આહ્વાન

નવા વર્ષની શરૂઆતમાં આજે સવારે ગાંધીનગરમાં વિશેષ “સૂર્ય નમસ્કાર અને ધ્યાન” સત્ર યોજાયું, જેમાં દેશભરમાં અને વિદેશમાં રહેલા લોકો સોશિયલ મીડિયા માધ્યમથી જોડાયા અને સૂર્ય નમસ્કાર કર્યા હતા.GenZને ભારતીય સંસ્કૃતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા  ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી પણ આ વર્ચ્યુઅલી કાર્યક્રમમાં જોડાયા અને GenZને ભારતીય સંસ્કૃતિ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે, “2026 ગુજરાત માટે સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું વર્ષ બની રહેશે.” તેમજ નવા વર્ષની પ્રથમ સૂર્યકિરણને નમસ્કાર કરીને 1 જાન્યુઆરી 2027માં ‘ઓમ સૂર્ય નમસ્કાર’* માટે વિશ્વ રેકોર્ડ બનાવવાની યોજનાનું આહ્વાન કર્યું. આપણે પોતાની સંસ્કૃતિના ઐતિહાસિક મુલ્યને જીવંત રાખવું જોઈએ કાર્યક્રમ માટે યોગ બોર્ડના ચેરમેનને અભિનંદન આપતાં DyCM હર્ષભાઈએ જણાવ્યું કે, પશ્ચિમી દેશોમાં નવા વર્ષની ઉજવણી થાય છે, ત્યારે આપણે પોતાની સંસ્કૃતિના ઐતિહાસિક મુલ્યને જીવંત રાખવું જોઈએ. તમામ નાગરિકોને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું સવારે 7થી 8 કલાકે યોજાયેલા આ  કાર્યક્રમમાં લાખો લોકો એકસાથે જોડાયા. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આ ઐતિહાસિક સત્રમાં જોડાઈ યુવાધનને પ્રોત્સાહન આપ્યું. સહભાગી થનાર તમામ નાગરિકોને ડિજિટલ સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આ પણ વાંચો----    LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward