android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Padra:રોમાંચક ક્રિકેટ ફાઇનલ મેચમાં પધરાઈ ઇલેવનનો ભવ્ય વિજય
calendar_today January 1, 2026

Padra:રોમાંચક ક્રિકેટ ફાઇનલ મેચમાં પધરાઈ ઇલેવનનો ભવ્ય વિજય

પાદરા ચોકસી મહાજન મંડળ, બંગાળી એસોસિયેશન તેમજ અફીણવાળા ખાચા વેપારી-કારીગર મિત્ર મંડળ દ્વારા સંયુક્ત રીતે ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરા-વડોદરા રોડ પર આવેલ હેલિપેડ મેદાન ખાતે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમોએ ભાગ લીધો હતો.ટુર્નામેન્ટ દરમિયાન ક્વાર્ટર ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલ સહિત કુલ આઠ મેચો રમાડવામાં આવી હતી. જેમાં ચાર ટીમો સેમિફાઇનલ સુધી પહોંચી હતી અને અંતે બે ટીમો ફાઇનલમાં આમને-સામને આવી હતી. રોમાંચક ફાઇનલ મેચમાં પધરાઈ ઇલેવનએ વિજય હાંસલ કર્યો હતો. વિજેતા ટીમને રમણભાઈ પટેલ, ગીરીશભાઈ ચોકસી અને જયેશભાઈ ગાંધીના હસ્તે ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવી હતી. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન મંડળના પ્રમુખ સૂર્યકાંતભાઈ, ઉપપ્રમુખ નિકુંજ ચોક્સી અને શિલ્પન ચોક્સી સહિતના હોદ્દેદારોના માર્ગદર્શન અને મહેનતથી સફ્ળ બન્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana: એક સપ્તાહમાં 16 ડમ્પર, 2 લોડર અને 1 એસ્કેવેટર મળી 5.3 કરોડના વાહનો જપ્ત
calendar_today January 1, 2026

Mehsana: એક સપ્તાહમાં 16 ડમ્પર, 2 લોડર અને 1 એસ્કેવેટર મળી 5.3 કરોડના વાહનો જપ્ત

મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર ખાણકામ અને બિનઅધિકૃત ખનિજ વહન સામે વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સાદી રેતી, સાદી માટી તેમજ અધર બિલ્ડિંગ સ્ટોન ખનિજનું બિનઅધિકૃત વહન અને ખાણકામ કરાતું હોવાનું સામે આવ્યું હતું.એક સપ્તાહમાં ઊંઝા અને સતલાસણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ કરતા સાદી રેતી ખનિજ અને અધર બિલ્ડીંગ સ્ટોન ખનિજનું બિનાધિકૃત વહન કરતાં અંદાજિત રૂ. 60 લાખની કિંમતના કુલ 02 ડમ્પર પકડી પાડવામાં આવ્યા હતા. જેની સામે રૂ. 4.64 લાખનો દંડ ફ્ટકારાયો હતો. તો વિજાપુર ખાતે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડી ખાનગી માલિકી જમીનમાંથી સાદી માટી ગેરકાયદેસર ખાણકામ કરતા અંદાજીત રૂ. 1.85 કરોડની કિંમતના 02 લોડર મશીન અને 05 ડમ્પર વાહનો સીઝ કર્યા હતા. મહેસાણા અને સતલાસણા તાલુકાના વિવિધ વિસ્તારોમાં રેતી ખનિજ અને અધર બિલ્ડીંગ સ્ટોન ખનિજનું બિનાધિકૃત વહન કરતાં અંદાજિત 1કરોડની કિંમતના કુલ 04 ડમ્પર પકડી કાર્યવાહી કરાઈ હતી. રૂ. 9.84 લાખનો દંડ કરી રૂ. 4.48 લાખ વસૂલાત કરાઇ હતી. લક્ષ્મીપુરા ખાતે ખાણ ખનિજ વિભાગે દરોડા પાડી સાદી માટીના ગેરકાયદેસર ખાણકામ બદલ અંદાજીત રૂ.1.35 કરોડની કિંમતના 01 એક્ષ્કેવેટર મશીન અને 03 ડમ્પર વાહનો સીઝ કર્યા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Vadodara:નવા વર્ષના પ્રારંભે જ ગાઢ ધુમ્મસની લપેટમાં ડભોઇ પંથક
calendar_today January 1, 2026

Vadodara:નવા વર્ષના પ્રારંભે જ ગાઢ ધુમ્મસની લપેટમાં ડભોઇ પંથક

ડભોઈ નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ ડભોઈ શહેર અને સમગ્ર તાલુકામાં કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી જ સમગ્ર પંથક ગાઢ ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયું હતું. સવારના 9 વાગ્યા સુધી પણ દ્રશ્યતા નહિવત જેવી રહી હતી.ધુમ્મસના કારણે હાઈવે અને આંતરિક માર્ગો પર વાહન વ્યવહારને વ્યાપક અસર પહોંચી છે. સ્થિતિ એવી સર્જાઈ હતી કે, ભરબપોરે પણ વાહનચાલકોએ હેડલાઈટ અને ફોગ લાઈટ ચાલુ રાખીને વાહન ચલાવવાની ફરજ પડી હતી. ઝીરો વિઝિબિલિટીને કારણે સામેથી આવતું વાહન એકદમ નજીક આવે ત્યારે જ દેખાતું હોવાથી અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો હતો.વાહનચાલકો પરેશાન હતા, તો બીજી તરફ વહેલી સવારે હિલ સ્ટેશન જેવો માહોલ ડભોઈમાં સર્જાયો હતો. ખેતી અને જનજીવન પર અસર વહેલી સવારની આ ગુલાબી ઠંડી અને ઝાકળ વર્ષાને કારણે જનજીવન પર અસર જોવા મળી હતી. મોડે સુધી સૂર્યનારાયણના દર્શન ન થતા લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો. ગ્રામ્ય વિસ્તારમાં વધુ ધુમ્મસ જોવા મળી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward