android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Khambhat : પિતાના પ્રેમ પ્રકરણથી નારાજ પુત્રએ પિતાની પ્રેમીકાની હત્યા કરી નાખી, વાંચો સનસનીખેજ બનાવ
calendar_today January 1, 2026

Khambhat : પિતાના પ્રેમ પ્રકરણથી નારાજ પુત્રએ પિતાની પ્રેમીકાની હત્યા કરી નાખી, વાંચો સનસનીખેજ બનાવ

ખંભાત તાલુકાના વત્રા ગામે પરિણીતાની બોથડ પદાર્થના ફટકા મારી હત્યા કરાયેલ મૃતદેહ તમાકુના ખેતરમાંથી મળી આવ્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યા કરનાર આરોપીને ઝડપી પાડી પરિણિતાની હત્યાનો ભેદ ખોલી નાખ્યો હતો પરિણીતાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો ખંભાતના વત્રા ગામે ગત તારીખ 28મી તારીખના રોજ સવારે ખોરીયાકુવા નજીકના ખેતરમાંથી તમાકુના પાક વચ્ચેથી દરબાર ફળીયામાં રહેતી એક પરિણીતાનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.ખેતરમાં જતા ખેડૂતે લોહીલુહાણ હાલતમાં લાશ જોતા ગામના અગ્રણીઓને જાણ કરી હતી અને આ મામલે ખંભાત પોલીસને જાણ કરવામાં આવી હતી સારિકાબેન ધર્મેન્દ્રભાઈ પટેલનો મૃતદેહ મળ્યો ઘટનાની જાણ થતાં નાયબ પોલીસ અધિક્ષક,પોલીસ ઇન્સ્પેકટર સહીત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ઘટના સ્થળે તપાસ કરતા તમાકુના ખેતર વચ્ચે ઊંધા માથે મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. આ મહિલાનું નામ ગામમાં જ રહેતી 38 વર્ષીય સારિકાબેન ધર્મેન્દ્રભાઈ પટેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસને બાતમી મળી હતી કે આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર પોલીસે લાશને કબ્જે કરી પી.એમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી.જ્યાં પેનલ ડોકટરો દ્વારા પી.એમ કરવામાં આવ્યું હતું. જેમાં સારિકા બેન પટેલની હત્યા કરાયાનું ખુલ્યું હતું. જેમાં પોલીસે હત્યારા સુધી પહોંચવા ડોગ સ્કવોર્ડ, એફ.એસ.એલ ટીમની મદદથી તપાસ હાથ ધરી હતી.એ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આ હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે જેને લઇ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે પ્રેમ પ્રકરણની દિશામાં તપાસ કરી હતી.જેમાં પરિણીતાના પ્રેમી અને તેના દીકરાઓને પોલીસે રાઉન્ડ અપ કરી સઘન પૂછપરછ કરી હતી. રણજીત અને સારિકા વચ્ચે પ્રેમસબંધ પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર,ખંભાતના વત્રા ગામના દરબાર ફળિયામાં રહેતી 38 વર્ષીય સારિકાબેન ધર્મેન્દ્રભાઈ પટેલના ફળિયામાં 52 વર્ષીય રણજીતભાઈ તખતસિંહ પરમાર રહે છે. છેલ્લા 15 વર્ષથી રણજીત અને સારિકાબેન સાથે પ્રેમસબંધ ચાલતો હતો.જે બાબતને લઈ રણજીતભાઈ પરમારના ઘરમાં દીકરાઓ સાથે ઘર કંકાસ પણ ચાલતો હતો .પ્રેમ પ્રકરણમાં ચાલતા ઝઘડાઓને લઈ પિતા અને પરિણીતાને દીકરાઓએ વારંવાર સમજાવ્યા બાદ પણ બે માંથી એક પણ માન્યા હતા.પ્રેમ પ્રકરણ અને ઘરકંકાસથી કંટાળેલ પ્રેમી રણજીતભાઈ પરમારના સૌથી નાના દીકરા સુનિલકુમાર પરમારે પરણીતાની હત્યા કરી નાખી હતી. સારિકાબેન પ્રેમી રણજીતભાઈને મળવા માટે ખેતરમાં ગઈ  ખોરીયા કુવા નજીકના ખેતરમાં બંને જણા અવારનવાર મળતા હોવાની જાણ પણ હત્યા કરનારને હતી.ગત 27મી તારીખના રોજ રાત્રીના સુમારે સારિકાબેન પ્રેમી રણજીતભાઈને મળવા માટે ખેતરમાં ગઈ હતી.ત્યાં પ્રેમી રણજીતભાઈ નો સૌથી નાનો પુત્ર સુનિલ પરમાર આવી પહોંચ્યો હતો.અને રસ્તામાં જ સારીકાને માથામાં પાછળના ભાગે ઉપરાછાપરી લાકડાના ડંડાના ફટકા મારી દીધા હતા જેને લઇ સારિકા લોહીલુહાણ હાલતમાં ખેતરમાં ફસડાઈ પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું હત્યા કર્યા બાદ આરોપી સુનિલે લાશને ઢસેડીને લઈ જઈ બાજુના તમાકુના ખેતરમાં ખસેડી દીધી હતી.અને ત્યાંથી ફરાર થઇ ગયો હતો પોલીસે મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો ખંભાત પોલીસે મળેલી બાતમીના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો અને હત્યાના સ્થળ પર આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આરોપીને રિમાન્ડ અર્થે ખંભાત કોર્ટમાં રજૂ કરતા કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા આ પણ વાંચો----    LPG Price Hike: નવા વર્ષે જ LPG સિલિન્ડર વધુ મોંઘા થયા, પ્રતિ સિલિન્ડર 111 રુપિયા સુધીનો વધારો

Read Full Story arrow_forward
Jetpur: ધોરાજી રોડ પર દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો
calendar_today January 1, 2026

Jetpur: ધોરાજી રોડ પર દારૂના અડ્ડા પર મહિલાઓની જનતા રેડ, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો

જેતપુર શહેરમાં ધોરાજી રોડ પર લાંબા સમયથી ચાલી રહેલા દેશી દારૂના અડ્ડાઓથી કંટાળીને સ્થાનિક મહિલાઓએ જાતે જ મોરચો સંભાળ્યો હતો અને 'જનતા રેડ' પાડીને દારૂનું વેચાણ ખુલ્લું પાડ્યું હતું. જેતપુરના ધોરાજી રોડ વિસ્તારમાં એક મહિલા દ્વારા સંચાલિત દેશી દારૂનો અડ્ડો ધમધમી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી હતી. સ્થાનિક રહીશો, ખાસ કરીને મહિલાઓ, આ અસામાજિક પ્રવૃત્તિથી અત્યંત પરેશાન હતી. વારંવારની રજૂઆતો છતાં વેચાણ બંધ ન થતા, આજે મોટી સંખ્યામાં મહિલાઓએ એકઠા થઈને આ અડ્ડા પર અચાનક દરોડો પાડ્યો હતો.દેશી દારૂના અડ્ડા પર જનતા રેડજ્યારે મહિલાઓએ આ અડ્ડા પર જનતા રેડ કરી ત્યારે ત્યાંથી મોટી માત્રામાં દેશી દારૂની પોટલીઓ મળી આવી હતી. મહિલાઓએ આ દારૂનો જથ્થો પકડી પાડીને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરોડાને કારણે વિસ્તારના બુટલેગરોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા જ જેતપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાઓની ફરિયાદના આધારે સ્થળ પરથી મહિલા બુટલેગરની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, સ્થાનિક લોકોમાં હજુ પણ રોષ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો: Patan : હારીજના અડિયા ગામે બે જૂથ વચ્ચે અથડામણ, હોટલમાં જમ્યા બાદ પૈસાની લેતી દેતી બાબતે થઇ બબાલ, 2ને ઇજા

Read Full Story arrow_forward
Jamnagar News: પૈસાની લેતી દેતીમાં થયેલા હુમલામાં એકનુ મોત નિપજ્યું, પોલીસે સાત આરોપીઓને રાઉન્ડઅપ કર્યા
calendar_today January 1, 2026

Jamnagar News: પૈસાની લેતી દેતીમાં થયેલા હુમલામાં એકનુ મોત નિપજ્યું, પોલીસે સાત આરોપીઓને રાઉન્ડઅપ કર્યા

જામનગર તાલુકાના સચાણા ગામમાં 2026ના પ્રારંભે જ એક માછીમાર આધેડની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે. માછીમારી ઝાળના પૈસાની લેતીદેતી મામલે માથાકૂટ થયા બાદ સચાણામા 10 સભ્યો પર હુમલો થતાં તંગદિલી સર્જાઈ હતી.જેમાં એક વ્યક્તિનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો.જ્યારે અન્ય 9 ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખસેડાયા છે.પોલીસે ફરિયાદના આધારે 14 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ મામલે 7 આરોપીઓને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે.જેમાં 6 શખ્સોની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે. માછીમારીની જાળના પૈસા બાબતે વિવાદ જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતા માછીમારી સાથે જોડાયેલા હાજી બચુભાઈએ અકબર દાઉદ બુચડ પાસે માછીમારીની ઝાળ ખરીદી હતી.જેના પાંચ લાખ રૂપિયા આપવાના હતા. જેમાંથી 4 લાખ રૂપિયા આપી દીધા હતા અને બાકીની રકમ તા.1 જાન્યુઆરીના રોજ આપવાનું નક્કી કરાયુ હતું.જોકે આ દરમિયાન અકબર દાઉદ બુચડને રૂપિયા 31 તારીખે જ જોઈતા હોવાથી માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર રાખીને આરોપી ગઈકાલે સાંજે તેના અન્ય સાગરીતો સાથે હાજી બચુ કકલ અને તેના પરિવારની ત્રણ મહિલા સહિતના અન્ય સભ્યો પર હુમલો કર્યો હતો. 14 પૈકી સાત આરોપીઓને રાઉન્ડઅપ કરાયા જેમાં આરોપીઓએ માર મારતાં હાજી બચુ કક્કલને ઇજા થઇ હતી.આ દરમ્યાન ઘરના સભ્યો બચાવવા માટે ત્યા આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીના પરિવારજનો પર પણ છરી, તલવાર અને ધોકાથી હુમલો કર્યો હતો. જેમાં તમામને નાની મોટી ઈજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં ગંભીર ઈજા પામેલા ઈસ્માઈલભાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે હાજી બચુ કક્કલે પોલીસ સમક્ષ 14 આરોપીઓ સામે હુમલા તેમજ હત્યા અંગેની ફરીયાદ નોંધાવી છે. જે 14 આરોપીઓ પૈકી પોલીસે સાતને રાઉન્ડઅપ કરી દીધા છે.જ્યારે બાકીના આરોપીઓની શોધ ખોળ હાથ ધરી છે. આ પણ વાંચોઃ Patan માં ઠાકોર સમાજની બેઠક, કુરિવાજોને દૂર કરવા લેવાયા આ અનેક મહત્વપૂર્ણ નિર્ણયો

Read Full Story arrow_forward