android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી
calendar_today September 15, 2026

Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી

થોડા દિવસો પહેલા જ ગુજરાતમાં ગાંધીનગર સચિવાલય, કોર્ટ અને અમદાવાદની સ્કૂલો સહિતના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ ધમકી આપનારા બે આરોપીઓને પોલીસે ઝારખંડથી ઝડપી પાડ્યા હતાં. હવે ફરીવાર ગુજરાતના જાહેર સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. રાજકોટ કોર્ટ અને બાર એસોસિએશનને ખાલિસ્તાની ગ્રુપના નામે ઈ-મેઈલ મોકલીને કોર્ટ તેમજ જામનગર, નયારા રિફાઇનરી અને ગાંધીનગરના મહાત્મા મંદિરને બોમ્બ કે ડ્રોન હુમલાથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તપાસ શરૂ થઈ છે.રાજકોટ કોર્ટ અને બાર એસોસિએશનને ઈમેલ મળ્યોરાજકોટ કોર્ટના ઓફિશિયલ તેમજ બાર એસોસિએશનના ઈ-મેઈલ એડ્રેસ પર ખાલિસ્તાની ગ્રુપના નામે એક અત્યંત ગંભીર અને ધમકીભર્યો સંદેશો મળતા કોર્ટ અધિકારીઓમાં ભારે દોડધામ મચી ગઈ છે.આ ઈ-મેઈલમાં માત્ર રાજકોટ કોર્ટને જ નહીં,પરંતુ જામનગર સુધી ડ્રોન હુમલા કરવાની, વાડીનાર પોર્ટથી લઈને નયારા રિફાઇનરી અને સિક્કા પોર્ટને નિશાન બનાવવાની તેમજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આઈફોન બેટરી દ્વારા બોમ્બ બ્લાસ્ટ કરવાની ગર્ભિત ધમકી આપવામાં આવી છે. આ અંગે ત્વરિત કોર્ટ અધિકારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા, સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઇમની મદદથી આ ઈ-મેઈલ મોકલનાર શખ્સોને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.સાયબર સેલે બે આરોપીઓની ધરપકડ કરીતાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રીની ઓફિસ, મુખ્યમંત્રી કાર્યાલય તેમજ ગુજરાત વિધાનસભા સહિતના દેશ અને રાજ્યના અત્યંત સંવેદનશીલ અને મહત્વના સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.આ ગંભીર મામલે સાયબર સેન્ટર ઓફ એક્સલેન્સે સત્વરે કાર્યવાહી કરીને બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે.આ સમગ્ર કેસમાં બોમ્બથી ઉડાવવાની ધમકી આપતા ઇ-મેઇલ મોકલવામાં આવ્યા હતા. આ મામલે ટેક્નિકલ સર્વેલન્સ અને સાયબર ઇન્ટેલિજન્સના આધારે બિહાર અને ઝારખંડમાંથી બે શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.આ પણ વાંચોઃ Patan News:વૌવા ગામમાં વીજળી પડતાં 35 ઘેટાંના ઘટના સ્થળે મોત, માલધારી પરિવાર પર આફત

Read Full Story arrow_forward
ગુજરાતમાં ફરી બોમ્બની ધમકી, શું બ્રિટનના ભાગલા પડશે સહિતના 12 વાગ્યા સુધીના મોટા સમાચાર
calendar_today September 15, 2026

ગુજરાતમાં ફરી બોમ્બની ધમકી, શું બ્રિટનના ભાગલા પડશે સહિતના 12 વાગ્યા સુધીના મોટા સમાચાર

સંદેશ ન્યૂઝ ડિજિટલ પર વાંચો દિવસભરના તમામ મહત્વના અને મોટા સમાચાર1. Gujarat News: રાજકોટ કોર્ટ, નાયરા રિફાઈનરી અને મહાત્મા મંદિરને ઉડાવી દેવાની ધમકી2. Ahmedabad News : આજે ઈસ્કોન બ્રિજ પર 2 અકસ્માત સર્જાયા, ડાયવર્ઝન બન્યું જોખમી3. Gujarat Weather News: રાજ્યમાં આજે પણ આ વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો ક્યારે મેઘરાજા વિરામ લેશે?4.US Iran War: તેલના ભાવ સાવ ઘટી જશે, ડોનાલ્ડ ટ્રમ્પના દાવાએ સૌને ચોંકાવી દીધા5. Disha Salian Case: દિશા સાલિયન કેસમાં નામ ઉછળ્યું, Sooraj Pancholi એ તોડ્યું મૌન6. Gurugram Hit and Run Case: આરોપી કલ્યાણ બૈસલા ઝડપાયો, બાઇક રાઇડર સિયા ચૌહાણના ઘરે પહોંચી પોલીસ7. અંબાણી પરિવારના ગણેશોત્સવમાં ઉમટયા બોલીવુડ સિતારાઓ, વાયરલ તસવીરોમાં જુઓ સેલેબ્સના શાનદાર લુક8. UK Breakup Risk : શું બ્રિટનના પડશે ભાગલા? વેલ્સ, સ્કોટલેન્ડ અને ઉત્તરી આયર્લેન્ડ અલગ થવાના કરાર પર હસ્તાક્ષર9. ODI Tri Series પહેલા ECB એક્શન મોડમાં! પાકિસ્તાન પહોંચ્યું ઇંગ્લેન્ડનું સ્પેશિયલ ડેલિગેશન10. Delhi Airport પર ઇમિગ્રેશન કર્યા વિના 3 વિદેશી મુસાફરો ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પહોંચ્યા, Air Indiaને શો કોઝ નોટિસ

Read Full Story arrow_forward
Sabarkantha News: સાબર ડેરી દ્વારા સાબરદાણની પ્લાસ્ટિકની બેગના ભાવમાં વધારો ઝિંકતા કિસાન સંઘ લાલઘૂમ
calendar_today September 15, 2026

Sabarkantha News: સાબર ડેરી દ્વારા સાબરદાણની પ્લાસ્ટિકની બેગના ભાવમાં વધારો ઝિંકતા કિસાન સંઘ લાલઘૂમ

સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરી દ્વારા સાબરદાણની પ્લાસ્ટિક બેગના ભાવમાં તોતિંગ 220 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવતા ભારતીય કિસાન સંઘ લાલઘૂમ થયો છે.આ ભાવવધારો સીધો ખેડૂતો અને પશુપાલકોના આર્થિક હિતની વિરુદ્ધ હોવાનો દાવો કરીને કિસાન સંઘ દ્વારા સાબર ડેરીના ચેરમેન અને નિયામક મંડળને સત્તાવાર પત્ર લખવામાં આવ્યો છે.આ પત્રમાં ડેરી દ્વારા કરાયેલા આ અયોગ્ય ભાવવધારાને તાત્કાલિક અસરથી પાછો ખેંચવાની અને પશુપાલકોને યોગ્ય તથા વ્યાજબી ભાવે પ્લાસ્ટિક બેગ ઉપલબ્ધ કરાવવા માટે ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે.કિસાન સંઘે ડેરીના ચેરમેનને પત્ર લખ્યોસાબર ડેરી દ્વારા તાજેતરમાં પ્લાસ્ટિક બેગના ભાવમાં કરવામાં આવેલા અસહ્ય વધારા સામે પશુપાલકો અને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.આ મામલે ભારતીય કિસાન સંઘ દ્વારા સાબર ડેરીના ચેરમેન તથા નિયામક મંડળને એક લેખિત રજૂઆત કરીને આ ભાવવધારો તાત્કાલિક ધોરણે પાછો ખેંચવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.ભારતીય કિસાન સંઘના પ્રમુખ/મંત્રી દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે,સાબર ડેરી દ્વારા પ્લાસ્ટિક બેગના ભાવમાં તાજેતરમાં રૂપિયા 220નો મોટો વધારો કરવામાં આવ્યો છે. હાલની કપરી પરિસ્થિતિમાં આ પ્રકારનો તોતિંગ ભાવવધારો પશુપાલકો અને ખેડૂતોના હિતમાં બિલકુલ યોગ્ય નથી.વ્યાજબી ભાવે પ્લાસ્ટિક બેગ ઉપલબ્ધ કરાવવામાં આવેકિસાન સંઘે ડેરી પ્રશાસનને વિનંતી કરી છે કે સાબર ડેરી સાથે જોડાયેલા લાખો ખેડૂતો અને પશુપાલકોના આર્થિક હિતને ધ્યાનમાં રાખીને, આ વધારાને તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે અને યોગ્ય તથા વ્યાજબી ભાવે પ્લાસ્ટિક બેગ ઉપલબ્ધ કરાવવામાં આવે.પત્રના અંતે કિસાન સંઘે આશા વ્યક્ત કરી છે કે ડેરીના સત્તાધીશો પશુપાલકોના હિતમાં સત્વરે હકારાત્મક નિર્ણય લઈ ભાવ ઘટાડો કરશે.જો આગામી દિવસોમાં આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ખેડૂતો અને પશુપાલકોના હિત માટે કિસાન સંઘ આગામી વ્યૂહરચના વિચારી શકે છે.આ પણ વાંચોઃ Patan News:વૌવા ગામમાં વીજળી પડતાં 35 ઘેટાંના ઘટના સ્થળે મોત, માલધારી પરિવાર પર આફત

Read Full Story arrow_forward