android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Bardoli : ભામૈયા ગામના હળપતિ યુવકનું લાકડાના સપાટા મારવાથી મોત મુદ્દે પોલીસની શંકાસ્પદ કામગીરી
calendar_today September 15, 2026

Bardoli : ભામૈયા ગામના હળપતિ યુવકનું લાકડાના સપાટા મારવાથી મોત મુદ્દે પોલીસની શંકાસ્પદ કામગીરી

બારડોલી : બારડોલી તાલુકાના ભામૈયા ગામે ગત 6 સપ્ટેમ્બરના સાંજના સમયે ટેકરા ફળિયા ગ્રાઉન્ડ પર ચાર મિત્રો બેસીને વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન પાછળથી લાકડાનો સપાટો લઈને આ જ ફળિયામાં રહેતો મંગા રાઠોડ નામનો યુવક આવ્યો હતો. આ યુવકે જૂની અદાવતમાં ચાર મિત્રો પૈકીના મરનાર અર્જુન શંકર રાઠોડને આડેધડ લાકડાના સપાટા મારી અધમૂવો કરી મૂક્યો હતો. આ દરમિયાન બાકીના ચાર મિત્રોએ તેને વધુ મારથી બચાવ્યો હતો. યુવકને માર મરાતા તે પોતે અને તેના પરિવારના સભ્યો બારડોલીની કડોદ પોલીસ ચોકીએ હુમલો કરનારા મંગા રાઠોડ વિરુદ્ધ ફરિયાદ આપવા ગયા હતા. બે દિવસ ચોકી જમાદારે ધક્કા ખવડાવ્યા પછી ફરિયાદ લેવાના બદલે બીજા દિવસે આ બનાવ સંદર્ભે મરનાર અર્જુન શંકર રાઠોડ તેની સાથે ગ્રાઉન્ડ પર બેઠેલા અન્ય અક્ષય નવીન રાઠોડ, મુકેશ સુરેશ રાઠોડ અને અન્ય મરનાર જેવું જ નામ ધરાવતો અર્જુન શંકર રાઠોડ આ ચાર લોકો વિરુદ્ધ હુમલાખોરની ફરિયાદ લઈ જમાદાર મહાશયે આ ચારેય ફરિયાદી જૂથના યુવકોને કડોદ પોલીસ ચોકીમાં કસ્ટડીમાં મૂકી દીધા હતા. અને મોડી સાંજે આ ચારેયને કસ્ટડીમાંથી બહાર કાઢી બીજા દિવસે ફરી પોલીસ ચોકીએ બોલાવી આ ચારેયને પોલીસ જીપમાં બારડોલી લવાયા હતા અને જામીન લઈને છોડાયા હતા.આ આખા મામલામાં બારડોલી રૂરલ પોલીસે હુમલાખોરનો પક્ષ લઈ ફરિયાદીઓને આરોપી ચિતરવાના આખા કારસામાં મરનાર અને હુમલાના ભોગ બનનારા યુવકોની પોલીસે ફરિયાદ લીધી ન હતી. આ દરમિયાન મંગા રાઠોડના હુમલાનો ભોગ બનેલા અર્જુન શંકર રાઠોડનું ગત 12સપ્ટેમ્બર-2026ના રોજ મોત નીપજ્યું હતું. જો કે, મરનાર અર્જુન શંકર રાઠોડને જે હદે મંગા રાઠોડે લાકડાના સપાટા મારી પગના સાથળના ભાગે, જાંગના ભાગે અને નીચેની પગના ભાગે તેમજ માથાના ભાગે પણ મરાયેલા મૂઢ મારના નિશાનોના ફોટા યુવકોએ પાડી લીધા હતા. મંગા રાઠોડના હુમલાના કારણે જીવલેણ ઈજા પામેલા અર્જુન શંકર રાઠોડનું મોત નીપજવા ઉપરાંત બારડોલી રૂરલ પોલીસની આ આખા મામલામાં ભજવાયેલી ભૂંડી ભૂમિકાના કારણે ભામૈયા ગામના મરનારના કુટુંબીજનો અને ગામના નાગરિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. લોકો મરનાર સાથે પોલીસે કરેલા અન્યાય બાબતે પોલીસ મથકે જઈ ફરિયાદનો મારો ચલાવતા ગુનાહિત બેદરકારી દાખવનાર બારડોલી ગ્રામ્ય પોલીસ હુમલાખોર મંગા મોહન રાઠોડને બે દિવસથી ઊંચકી લાવી પોલીસ મથકમાં જમા લઈ લીધો છે. ગઈ કાલે પણ આ આખા મામલે ગ્રામજનોએ પોલીસ મથકે મોટી સંખ્યામાં પહોંચતા પી.આઈ. જાડેજા દોડતા થયા હતા.યુવકનું મોત પાછળનું કારણ હાલ એફ.એસ.એલ. અને પી.એમ. રિપોર્ટ બાદ સ્પષ્ટ થશે. ચારેય મિત્રો ઉપરાંત ટેકરા ફળિયા ગ્રાઉન્ડની બાજુમાં રહેતા સંજય સુરેશ રાઠોડ પણ આ ઝઘડો જોઈને ત્યાં દોડી ગયો હતો. આ સંજય રાઠોડે જ મંગા રાઠોડના હાથમાંથી લાકડાનો સપાટો ઝૂંટવી લીધો હતો અને અર્જુન રાઠોડને વધુ મારથી બચાવ્યો હતો. લાકડાનો સપાટો પણ બારડોલી પી.આઈ. જાડેજાને જમા કરાવ્યો છે. આ આખા પ્રકરણમાં ગુનાહિત બેદરકારી દાખવનાર પોલીસ સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી ઉઠી છે. આખરે ભેરવાયેલી પોલીસે ભોગ બનેલા યુવકોના નિવેદનો નોંધવાના ચાલુ કર્યા છે. હુમલાખોર મંગા રાઠોડ સામે કડક કાર્યવાહી કરવાની હૈયાધરપતો પોલીસ આપવા લાગી હોવાનું જાણવા મળે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagar : ઝાલાવાડમાં પર્યુષણના મહાપર્વે સંવત્સરીની ઉજવણી
calendar_today September 15, 2026

Surendranagar : ઝાલાવાડમાં પર્યુષણના મહાપર્વે સંવત્સરીની ઉજવણી

સુરેન્દ્રનગર શહેરના વિવિધ જિનાલયો અને ઉપાશ્રાયોમાં સાધુ-સાધ્વીજીઓ ચાતુર્માસ અર્થે બિરાજમાન છે. જેમાં તા. 8મીથી પર્યુષણ મહાપર્વની શરૂઆત થઈ હતી. પર્યુષણ મહાપર્વના અંતીમ દિવસે તા. 15ને મંગળવારે જૈનોએ સંવત્સરી મહાપર્વની ઉજવણી કરી હતી. પર્યુષણ પર્વના અંતીમ દિવસે ઉપાશ્રય અને જિનાલયોમાં ભકતામર સ્ત્રોતનું ગાન, વ્યાખ્યાન વાણી યોજાઇ હતી. જેમાં ગુરૂ ભગવંતોએ વ્યાખ્યાન દરમીયાન જીવનમાં ક્ષમાનું મહત્વ સમજાવુ હતુ. ગુરુ ભગવંતોએ જણાવ્યુ કે ક્ષમાને બધા ગુણોની કુખ માનવામાં આવે છે. ક્ષમાથી પરમ સુખ, શાંતી અને સમાધીનો અનુભવ થાય છે. સંવત્સરી પર્વ એટલે વેર-ઝેરને કાયમ માટે વિરામ આપવાનો અવસર. જયારે સાંજે જૈનોએ મહા પ્રતીક્રમણ કરી જગતના 84 લાખ જીવોના ખમત ખામણા કર્યા હતા અને પોતાના પરિવારજનો, સગા-વ્હાલા, મિત્રોને પણ મીચ્છામી દુક્કડમ કહી વર્ષ દરમીયાન મન, વચન અને કાયા થકી થયેલા દોષોની ક્ષમાયાચના કરી હતી. સુરેન્દ્રનગરમાં સાધુ-સાધ્વીજીની નીશ્રામાં શ્રાવકોએ એક ઉપવાસથી લઈ છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, નવ્વાઈ, સોળભથ્થુ, માસક્ષમણ સુધીની તપૃર્યા કરી છે. આ તપસ્વીઓના આજે બુધવારે પારણા પણ યોજાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Kim : કીમ તેરાપંથ સમાજ દ્વારા સંવત્સરી મહાપર્વની ભાવભેર ઉજવણી કરાઇ
calendar_today September 15, 2026

Kim : કીમ તેરાપંથ સમાજ દ્વારા સંવત્સરી મહાપર્વની ભાવભેર ઉજવણી કરાઇ

કીમ ખાતે તેરાપંથ શ્રાવક સમાજ દ્વારા સંવત્સરી મહાપર્વની ભક્તિભાવ અને શ્રાદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જૈન ધર્મના સર્વોચ્ચ પર્વ પર્યુષણના 8 દિવસ દરમિયાન સમસ્ત તેરાપંથ ધર્મસંઘના પ્રત્યેક પરિવારે ગહન ધર્મ આરાધના કરી હતી. પરમ પૂજ્ય ગુરૂદેવ આચાર્ય મહાશ્રામણજીના પ્રવક્તા ઉપાસિકા લીલાજી મહેતા તેમજ સહયોગી ઉપાસિકા સુમનજી ભંસાલીના સાંનિધ્યમાં અનેક શ્રાવકોએ તપ, જપ અને ઉપવાસ થકી આત્માશુદ્ધિની સાધના કરી હતી. તેમણે ભગવાન મહાવીર સ્વામીના જીવનદર્શન અને તેમના મૂળભૂત સિદ્ધાંતો પર વિગતવાર પ્રકાશ પાડયો હતો. આ આયોજન કીમ તેરાપંથ ધર્મસંઘના સુશ્રાવક સતીશકુમાર સામરા, કીમ તેરાપંથ સમાજના અધ્યક્ષ સુરેશભાઇ મહેર તેમજ મહિલા મંડળનાં અધ્યક્ષ મંજુલાબેન બાબુલાલ સામરાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતા હેઠળ કરાયું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward