Bodeli: વહેલી સવારે દોઢ ઇંચ જેટલો વરસાદ
છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે શુક્રવારે સવારથી જ બોડેલી નગર સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી. ખાસ કરીને ખેતીલાયક વરસાદ થતાં ધરતીપુત્રોમાં આનંદ છવાયો હતો.શુક્રવારે સવારથી જ બોડેલી નગર તથા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. સાથે જ જિલ્લાના પાવીજેતપુર, છોટાઉદેપુર, નસવાડી, સંખેડા સહિતના તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો હતો. કવાંટ સિવાય જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. વરસાદના નોંધાયેલા આંકડા મુજબ બોડેલી પંથકમાં 35 મિ.મી દોઢ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પાવીજેતપુરમાં 31 મિ.મી. વરસાદ નોંધાયો હતો. વરસાદી ઝાપટાંને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ જોવા મળી હતી. વરસાદના આગમનથી ખેતરોમાં ઉભા પાકને પણ પાણી મળતાં ખેડૂતોમાં રાહતની લાગણી જોવા મળી હતી. સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહેતા હજુ વધુ વરસાદની આશા ખેડૂતો દ્વારા વ્યક્ત કરાઇ રહી છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward